દૂધ, તબીબી સેવા સિવાયની પ્રવૃતિઓ પર પ્રતિબંધ

જામનગરમાં જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટર રવિશંકરે નવા ર૦ અને જિલ્લામાં વધુ ૧૧ ક્નટેન્ટમેન્ટ એરિયા જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. ક્નટેન્ટમેન્ટ એરિયામાં આવશ્યક સેવાઓ પૈકી માત્ર દૂધ અને તબીબી સેવાઓ સિવાયની તમામ પ્રકારની પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવ્યો છે.

કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. જામનગર શહેર ઉપરાંત હવે તો જિલ્લાના નગરો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ નવા કેસ આવવા લાગ્યા છે. જામનગરના જિલ્લા મેજિ. અને કલેક્ટર રવિશંકરે જામનગરના વધુ ર૦ અને જિલ્લાના નવા ૧૧ ક્નટેન્ટમેન્ટ એરીયા જાહેર કર્યા છે. ક્નટેન્ટમેન્ટ વિસ્તારોમાં આવશ્યક સેવાઓ પૈકી માત્ર દૂધ અને તબીબી સેવાઓ સિવાયની તમામ પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે.

કોરોનાના નવા કેસો આવતા જિલ્લા મેજિ. દ્વારા જાહેર કરવામાં આવેલ કોવિડ-૧૯ ક્નટેન્ટમેન્ટ એરીયામાં જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સાધના કોલોની સિદ્ધિવિનાયક શેરી નં. ૧૧ માં પ્લોટ નં. ૭પ/જી માં ભરતભાઈ ભાણજીભાઈ ચુડાસમાના એક રહેણાંક મકાનનો વિસ્તાર, દિ.પ્લોટ શેરી નં. ર૯, શેઠ ભગવાનદાસ રોડ એમ્પાયર ટાવર (એપાર્ટમેન્ટ) ના ગ્રાઉન્ડ ફલોરી ર્ડ ફલોર સુધીના કુલ ૧૬ ફલેટનો વિસ્તાર, હાપા વેલના સોસાયટી પ્રાથમિક શાળાની સામે “ભગવાનજી નિવાસ” કલ્પેશ બી. માલેકીયા તથા કૃષિ ગોસ્વામી અને વિશાલ રાજેશભાઈ સવાતીયાના મળી કુલ (ત્રણ) રહેણાંક મકાનનો વિસ્તાર, રાજપાર્ક શેરી નં. ૧ માં ભરતભાઈ નાાભાઈ વાછાણી દિવ્યેશભાઈ વારા, લાલુભાઈ જાડેજા તથા અમુભા રાઠોડ ગિરીશભાઈ સરવૈયાના રહેણાંક મકાનો મળી કુલ પ (પાંચ) રહેણાંક મકાનનો વિસ્તાર ક્નટેઇન્મેન્ટ જાહેર કરાયા છે. હર્ષદમીલની ચાલી મહાવીરનગર શેરી નં. ૧ માં પ્લોટ નં. ૧ર૭ ના એક રહેણાંક મકાનનો વિસ્તાર., સેતાવાડ ગરબી ચોકમાં અશોકભાઈ ઘીમંતલાલ શેઠના એક રહેણાંક મકાનનો વિસ્તાર., દિ.પ્લોટ શેરી નં. પ૮ આશાપુરા સોસાયટી આશીર્વાદ એપાર્ટમેન્ટ, ગ્રાઉન્ડ ફલોરી સેક્નડ ફલોર સુધીના કુલ પ (પાંચ) ફલેટનો વિસ્તાર., જકાતનાકા રડાર રોડ પર મુરલીધરનગર-૧ શેરી નં. ૭ માં (૧) રસીકભાઈ અજુડીયાા (ર) પ્રવિણભાઈ ખરેડી (૩) ભાવેશ ચંદ્રેશા તા (૪) રાજુભાઈ નિનામાના મકાન મળી કુલ ૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર., પંચવટી નર્મદેશ્વર મહાદેવ મંદિરની સામે બ્લોક નં. પ૩/એ હરમીતસિંહના એક રહેણાંક મકાનનો વિસ્તાર., શ‚સેકશન રોડ ગવર્નમેન્ટ કોલોનીમાં બી/ર વીંગના હિરેનભાઈ ગોસ્વામીના ગ્રાઉન્ડ ફલોરી ર્ડ ફલોર સુધીના કુલ ૧ર (બાર) રહેણાંક ફલેટનો વિસ્તાર. રામેશ્વરનગર પાંચ બંગલાની બાજુમાં યાદવ ડેરીની સામે વાળી ગલીમાં ભાલ ટેનામેન્ટ બ્લોક નં. ર માં જયેન્દ્રસિંહ નવલસિંહ જાડેજાના રહેણાંક મકાનનો વિસ્તાર, નવાગામ ઘેડ માસ્તર સોસાયટી મીરા પ્રોવિઝન સ્ટોરની સામે સુખુભાના ડેલામાં આવેલ કુલ ર૦ (વીસ) રહેણાંક મકાનનો વિસ્તાર, રામેશ્વરનગર કે.પી. શાહની વાડી સીંધુ સ્કૂલની સામે બ્લોક નં. ૧૮ર મોતીલાલ પેરાજભાઈ બારોટના એક રહેણાંક મકાનનો વિસ્તાર.

પટેલ કોલોની જયંત સોસાયટી, રામ મંદિરની બાજુમાં બદિયાણી પાર્થ કૈલાસકુમાર બ્લોક નં. બી/ર૭ “હર્ષ” ના એક રહેણાંક મકાનનો વિસ્તાર., સ્વસ્તિક સોસાયટી કાઉચ હાઉસ રોડ સિલ્વર આર્ક એપાર્ટમેન્ટના વીંગ-બી ના ગ્રાઉન્ડ ફલોરી ર્ડ ફલોર સુધીના કુલ ૭ રહેણાંક ફલેટનો વિસ્તાર. કાલાવડ નાકા બહાર તારમામદ સોસાયટી પ્લોટ નં. ૧૪ બ્લોક મહોમદ હુશેન અને પ્લોટ નં. ૩૦ જકયુદ્દીનભાઈ સોનીના રોડની બન્ને બાજુ મળી કુલ ર (બે) રહેણાંક મકાનનો વિસ્તાર ક્નટેઇન્મેન્ટ જાહેર કરાયા છે.

આ ઉપરાંત અન્ય કેટલાક વિસ્તારો પણ ક્નટેઇન્મેન્ટ જાહેર કરાયા છે. આ જાહેરનામું તા.૬ ઓગષ્ટ સુધી અમલી રહેશે તેમ જણાવ્યું છે.

જી.જી. હોસ્પિટલમાં કોરોના વોર્ડનું મોટી સ્ક્રીન પર પ્રસારણ કરવા કોર્પોરેટરની માંગ

જામનગરની જી.જી. હોસ્પિટલના કોરોના વોર્ડમાં દર્દીઓના સ્વજનોનો પ્રવેશ પ્રતિબંધિત છે. કોરોના અત્યંત ચેપી રોગ હોથી દર્દીઓના સ્વજનોને દર્દીની સારવાર દરમિયાન દર્દીને મળવા દેવામાં આવતા નથી. કોરોનાનું સંક્રમણ રોકવા આ નિયમ સારો, પરંતુ ટેકનોલોજીની મદદી કોરોનાના દર્દીઓના સ્વજનો દર્દીને સરળતાી જોઈ શકે એ માટે હોસ્પિટલમાં સ્ક્રીન મૂકવાની માંગ ઉઠી છે. કોરોના વોર્ડમાં સીસીટીવી તથા વોર્ડ બહાર હોસ્પિટલમાં મોટી સ્ક્રીન મૂકી તેના પર કોરોના વોર્ડનું પ્રસારણ કરવા વોર્ડ નં. ૧પ ના કોર્પોરેટર આનંદભાઈ રાઠોડ દ્વારા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

શાકભાજીની રેકડીએ ટોળું એકઠું કરનાર રેકડીધારક સામે કાર્યવાહી

જામનગરના વિશ્વામવાડી વિસ્તારમાં ભરાતી શાક માર્કેટમાં ગઈકાલે પોલીસે ચકાસણી કરતા સેનેટાઈઝર રાખ્યા વગર વેપાર કરતા પાંચ રેકડીધારક લોકોના ટોળા એકઠા કરીને વેપાર કરતા મળી આવ્યા હતાં. જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં. ૫૪માં આવેલા વિશ્રામ વાડી ચોકમાં ભરાતી શાકબજારમાં ગઈકાલે સિટી એ ડિવિઝનના સ્ટાફે ચકાસણી હાથ ધરી હતી. જેમાં કેટલાક રેકડી ધારકો ગ્રાહકોના ટોળા એકઠા કરી વેપાર કરતા ઝડપાઈ ગયા હતાં. ત્યાંથી અરવિંદભાઈ લોંગમલ સીંધીએ શાકભાજીનું વેચાણ કરતી વેળાએ રેકડીમાં સેનેટાઈઝર રાખ્યું ન હતું અને ટોળું એકઠું કર્યું હતું જ્યારે જગદીશભાઈ બુધુભાઈ નંદા, હરીશ પરસોત્તમ કટારમલ, શંભુરામ પ્રધાનભાઈ ભદ્રા, શંભુભાઈ શંકરભાઈ કટારમલ, પ્રતાપભાઈ પ્રધાનભાઈ ભદ્રા નામના છ રેકડીધારક સામે પોલીસે આઈપીસી ૧૮૮ હેઠળ કાર્યવાહી કરી છે. જ્યારે કાલાવડ તાલુકાના મોટાવડાળા ગામમાં ગઈકાલે જરૃરી કામ વગર બહાર નીકળી આંટા મારતા રીયાઝ જુસબ મુલતાની શખ્સને પકડી લેવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.