2 વર્ષ પહેલાં – ડિસેમ્બર 2022માં ગુજરાતમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠકો સાથે ઐતિહાસિક જનાદેશ જનતાએ આપ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ડબલ એન્જિન સરકારના લોકાભિમુખ શાસનને રાજ્યની જનતાએ વધાવી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના વારસાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સફળતાપૂર્વક આગળ ધપાવ્યો. અમૃતકાળના પ્રારંભના બે વર્ષોમાં ભૂપેન્દ્ર પટેલે જન-સામાન્યના હિતમાં ઝડપથી અનેક નિર્ણયો લીધા અને આ બે વર્ષ સેવા સંકલ્પ અને સમર્પણના બની રહ્યાં છે.
બે વર્ષમાં “ટીમ ગુજરાત” ના સહિયારા પ્રયાસોથી દેશ-દુનિયાના વ્યાપક ફલક પર ગુજરાત ઝળહળતું રહ્યું. ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે. G-20 બેઠક અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવી વૈશ્વિક કોન્ફરન્સનું સફળતાપૂર્વક આયોજન કર્યું.
ભૂપેન્દ્ર પટેલના કાર્યકાળમાં ગુજરાતની ઔદ્યોગિક આગેકૂચ જારી રહી. વિશ્વની ટોચની કંપનીઓએ ગુજરાતમાં મૂડીરોકાણ માટેની પ્રતિબદ્ધતા દર્શાવી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપનાવેલા પોલિસી ડ્ર્રીવન ગ્રોથને આગળ વધારતા છેલ્લા 2 વર્ષમાં સરકારે અનેક મહત્વપૂર્ણ પોલિસીઝ જાહેર કરી. જે પરિણામે ગુજરાત વિદેશી મૂડી રોકાણ આકર્ષવામાં દેશમાં અગ્રેસર રહ્યું છે. તેથી જ ભારતમાં સેમિકંડક્ટર ક્ષેત્રે વૈશ્વિક કંપનીઓના રોકાણના કેન્દ્રમાં ગુજરાત રહ્યું .વડાપ્રધાનના ‘વિકસિત ભારત @2047’ના વિઝનને સાકાર કરવા ‘ટીમ ગુજરાત’ મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ અહર્નિશ પ્રયાસ કરી રહી છે.
2 વર્ષ દરમિયાન જાહેર થયેલી મહત્વપૂર્ણ નીતિઓ
- ખરીદ નીતિ – 2024
- ગુજરાત ટેક્સટાઈલ પોલિસી – 2024
- કુટીર અને ગ્રામોદ્યોગ પોલિસી – 2024
- નારી ગૌરવનીતિ-2024
- ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી – 2023
- સેમિકંડક્ટર પોલિસી
- ન્યૂ IT/ITes પોલિસી
- ગ્રીન-હાઈડ્રોજન પોલિસી
સુશાસનની સિદ્ધિઓ
- ગુજરાતની જનતા માટે ગરવું ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત એમ 5Gના મંત્ર સાથે સર્વગ્રાહી દિશાદર્શન કરતું 3 લાખ 32 હજાર કરોડનું માતબર બજેટ.
- ગુજરાતમાં સફળતાપૂર્વક 17 જેટલી G-20 બેઠકોનું આયોજન
- વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના 10મા સંસ્કરણનું સફળ આયોજન
- “અર્નિગ વેલ, લિવિંગ વેલ”ના મંત્ર સાથે ‘વિકસિત ગુજરાત @2047’નો રોડમેપ બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય
- નીતિ આયોગની તર્જ પર “ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાંસફોર્મેશન” –ગ્રીટની સ્થાપના
- રાજ્યમાં શહેરીકરણ સુદ્રઢ થાય તે માટે નવી 9 મહાનગરપાલિકા અને 1 નગરપાલિકાની રચના થશે
- ઝીરો કેઝ્યુઅલ્ટી અભિગમ સાથે બિપરજોય વાવાઝોડાનો સામનો
- ગુજરાતમાં 2649 અમૃત સરોવરોનું નિર્માણકાર્ય પૂર્ણ, જે લક્ષ્યાંકના 107% સિદ્ધિ.
- મુખ્યમંત્રી કાર્યાલયને ISO 9001:2015 સર્ટિફિકેશન પ્રાપ્ત થયું
- Sustainable Development Goal Index માં આરોગ્ય-સુવિધા સુખાકારી ક્ષેત્રે ગુજરાત સતત બીજી વાર દેશમાં પ્રથમ
- 2 લાખ 82 હજાર ઘર પર સોલાર પેનલ, ઉર્જા સુરક્ષામાં ગુજરાત દેશમાં અગ્રેસર
- પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ નિર્માણમાં ગુજરાત દેશમાં અગ્રેસર
- PMJAY-MA હેઠળ મળતી સહાય બમણી, હવે રૂ.10 લાખ સુધીની સારવાર નિઃશુલ્ક
- iORA પોર્ટલની સેવાના લાભાર્થીના પ્રતિભાવ જાણવા ફીડબેક સેન્ટરની રચના
- સરકારી અને ગ્રાન્ટ-ઈન-એઈડ પ્રાથમિક શાળાના 41 લાખ વિદ્યાર્થીઓને પૌષ્ટિક અલ્પાહાર આપવા માટે ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’નો આરંભ
- ગુજરાતમાં ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત 17 કરોડ 19 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર.
- વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ, સમગ્ર ગુજરાતમાં 7,000 થી વધુ સીસીટીવી કેમેરા સ્થાપિત, જેના કારણે છેલ્લા 2 વર્ષમાં 8,800 થી વધુ કેસોના નિરાકરણમાં મદદ.
- મુખ્યમંત્રીને મળતી ભેટ-સોગાદોના વેચાણ માટે પોર્ટલ લોન્ચ.
- યુવાનોના ઇનોવેટીવ વિચારોને ગુડ ગવર્નન્સમાં સાંકળવાની દિશામાં “સરદાર પટેલ ગુડ ગવર્નન્સ ફેલોશીપની શરૂઆત કરી.
- ટેકનોલોજીના માધ્યમથી ફરિયાદ નિવારણ કાર્યક્રમ- “સ્વાગત ઓનલાઇન” પ્રોગ્રામના પરિણામલક્ષી 20 વર્ષ
ગરીબો, વંચિતો, આદિવાસીઓ અને શ્રમિકોનો વિકાસ
- આગામી ત્રણ વર્ષમાં ₹1500 કરોડના ખર્ચે ૩ લાખ જેટલા શ્રમિક બસેરાના નિર્માણનું આયોજન
- ઇ-શ્રમ પોર્ટલ પર 27 લાખ 85 હજારથી વધુ અસંગિઠત શ્રમયોગીઓની નોંધણી
- શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ રાજ્યના 19 જિલ્લાઓમાં 290 ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત
- શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ અત્યારસુધીમાં 2 કરોડ 68 લાખ લોકોને ભોજન વિતરણ
- રોજગાર મેળા દ્વારા કુલ 5 લાખ 96 હજારથી વધુ ઉમેદવારોને રોજગારી
- શિક્ષણ સહાય યોજના હેઠળ શ્રમિકોના સંતાનોને રૂપિયા 89 કરોડની સહાય
- 72 લાખથી વધુ NFSA કાર્ડધારક પરિવારોને મફત અનાજ વિતરણ
- 82 કરોડ લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં આવરી લેવાયા
- આદિમજૂથો જેવા કે કોટવાળિયા, કોલઘા, કાથોડી, સિદ્દી, પઢાર તેમજ હળપતિઓ માટે “મુખ્યમંત્રી આદિમજાતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના”ની જાહેરાત
- “વનબંધુ કલ્યાણ યોજના” અંતર્ગત રૂ.૨૫ હજાર કરોડથી વધુનો ખર્ચ
- કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત ₹67 કરોડના ખર્ચે1,42,000 થી વધુ આદિજાતિ ખેડૂતોને કૃષિ કીટનું વિતરણ
- પ્રિ-મેટ્રિક શિષ્યવૃતિ યોજનામાં (કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ચાલતી યોજના) 9 લાખ 80 હજારથી વધુ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ
- પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ યોજના દ્વારા 3 લાખ 23 હજારથી વધુ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ
- વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન યોજના હેઠળ વિદ્યાર્થીઓને ₹21 કરોડની લોન
- ડૉ આંબેડકર આવાસ યોજના હેઠળ 36,532 લાભાર્થીઓને મકાન બાંધવા માટે સહાય
- પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ મકાન- નિર્માણ માટે ₹303 કરોડની સહાય
- પાલક માતા-પિતા યોજના હેઠળ 20,689 લાભાર્થીઓને ₹37 કરોડની સહાય
- નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળ 5,24,674 લાભાર્થીઓને ₹18 કરોડની સહાય
- બૌદ્ધિક અસમર્થતા ધરાવતી-મનોદિવ્યાંગોને ₹82 કરોડની સહાય
યુવા વિકાસ – સફળ યુવા, સમર્થ ગુજરાત
- ભારત સરકારના સ્ટાર્ટઅપ રેન્કિંગમાં છેલ્લા ચાર વર્ષથી દેશમાં ગુજરાત પ્રથમ
- “કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સિટી” દ્વારા જાન્યુઆરી 2024 થી ડ્રોન એપ્લીકેશનમાં 9 અદ્યતન કોર્સ શરૂ
- “કૌશલ્ય- ધ સ્કિલ યુનિવર્સિટી” – રિમોટ પાઇલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન લાઇસન્સ મેળવનાર રાજ્યની પ્રથમ યુનિવર્સિટી
- રાજ્યમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન : 22 જિલ્લાઓમાં 24 જિલ્લા રમત સંકુલ કાર્યરત
- ખેલ મહાકુંભ 2.0 ઇવેન્ટમાં ૫૩ લાખ 66 હજારથી વધુ લોકોએ લીધો ભાગ
- રાજ્યના 21 જિલ્લાઓના 50 તાલુકાઓમાં સરકારી પુસ્તકાલયો શરૂ કરવાનો ઐતિહાસિક નિર્ણય
- 2023- દેશમાં સૌપ્રથમ સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવનું આયોજન, જેમાં એક્ઝિબિશનમાં 28 સ્પોર્ટસ સ્ટાર્ટ-અપ્સે ભાગ લીધો. પિચબૂક કોમ્પિટિશનમાં 65 સ્ટાર્ટ-અપ્સે ભાગ લીધો
- ગુજરાત યોગ બોર્ડે છેલ્લા બે વર્ષમાં 350 થી વધુ યોગ કોચ, 42 હજારથી વધુ યોગ ટ્રેનરોને તાલીમ આપી
અન્નદાતાનું માન,અન્નદાતાનું ધ્યાન
- કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના 12,713 એટલે કે ૭૪% ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી પ્રદાન કરવામાં આવી.
- 85 લાખ ખેડૂતો સક્રિય રીતે પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયા, રાજ્યના 53 લાખથી વધુ ખેડૂતોને તાલીમ
- પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના દ્વારા 56.61 લાખ ખેડૂતોના ખાતામાં ₹૬,૩૭૪ કરોડ સીધી જમા
- લગભગ ૧૫ લાખ ખેડૂતોએ માઇક્રો ઇરિગેશન પદ્ધતિ અપનાવી જેના થકી ૨૩.૪ લાખ હેક્ટર વિસ્તારને આવરી લેવાયો
- ૨૪૬ તાલુકાઓમાં રવી કૃષિ મહોત્સવ દ્વારા 2.10 લાખથી વધુ ખેડૂતોએ મેળવ્યું આધુનિક ખેતીનું માર્ગદર્શન
- ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને રવી મોસમના પાક વાવેતરને પૂરતી સિંચાઈ માટે નર્મદાનું 30,504 MCFT પાણી ફાળવવાનો નિર્ણય, 60 હજાર એકર ખેતીલાયક વિસ્તારને સિંચાઇનો લાભ
- 2,81,027 ખેડૂતો પાસેથી વિવિધ કૃષિપેદાશોની 6 લાખ મે.ટન થી વધુની ₹૩૪૪૯ કરોડથી વધુની ટેકાના ભાવે ખરીદી
- ઇ-સેવાઓ વધુ સુલભ બને તે માટે PACS એટલે કે પ્રાથમિક કૃષિ ધિરાણ સંસ્થાઓને સામાન્ય સેવા કેન્દ્રો (CSCs)તરીકે વિકાસાવવા માટે GOIની પહેલ અન્વયે 3,233 PACS ઓનબોર્ડ
- વિવિધ કૃષિ રાહત પેકેજ અંતર્ગત 12,78,666 જેટલા અસરગ્રસ્ત ખેડૂત લાભાર્થીઓને કુલ ₹1925.89 કરોડની સહાય
- “મુખ્યમંત્રી ગૌ-માતા પોષણ યોજના” અન્વયે ₹609 કરોડની સહાય
- પશુમૃત્યુના સંજોગોમાં પશુપાલકોને થતા આર્થિક નુકશાન સામે રક્ષણ પૂરું પાડવા “પશુધન વીમા સહાય યોજના” દ્વારા માત્ર ₹૧૦૦ના પ્રિમીયમથી પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
- i-Khedut પોર્ટલ દ્વારા રાજ્યના 3,88,593 ખેડૂતોને ₹1018.63 કરોડની સબસીડીનો લાભ
- કૃષિ યાંત્રિકીકરણનો વ્યાપ વધારવા માટે રાજ્યના ૧,૬૫,૫૭૯ લાભાર્થીઓને ₹754.97 કરોડની સહાય
- મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હેઠળ ગોડાઉન બનાવવા માટે દરમિયાન 14,140 ખેડૂતઓને ₹105.54 કરોડની સહાય
- શૂન્ય ટકાના દરે પાક ધિરાણ હેઠળ ૩૪ લાખથી વધુ ખેડૂતોને ₹2900 કરોડથી વધુની વ્યાજ સહાય
- 5.37 લાખથી વધુ ખેડૂતોને બાગાયતની વિવિધ યોજનાઓ દ્વારા ₹842.43 કરોડની સહાય
- બટાકા અને લાલ ડુંગળીના ભાવ ઘટાડાની બાબત ધ્યાને લઇને રાજ્ય સરકાર દ્વારા ૮૬,000 કરતા વધુ ખેડૂતોને ₹૧૯૬.૯૭97 કરોડની વિશેષ યોજનાનો લાભ
- મત્સ્યોદ્યોગ ક્ષેત્રે વિવિધ ઘટકો માટે 7,700 થી વધુ લાભાર્થીઓને ₹6861.5 લાખની સહાય
- NICના સહયોગથી એન્ડ ટુ એન્ડ ઓનલાઇન રિયલ-ક્રાફ્ટ પોર્ટલ દ્વારા મત્સય બોટોની નોંધણી બની પારદર્શી. એન્ડ ટુ એન્ડ ઓનલાઇન બોટ નોંધણી કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય
- કેન્દ્ર પુરસ્કૃત યોજના હેઠળ રાજ્યમાં 127 મોબાઈલ વેટરનરી યુનિટ થકી અત્યાર સુધીમાં વિનામૂલ્યે કુલ ૨ લાખ ૯૨ હજારથી વધુ પશુઓને સારવાર
- રાજ્યમાં પશુ ચિકિત્સા સેવાઓનો વ્યાપ વધારવા માટે છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં નવા 215 સ્થાયી પશુ દવાખાના અને નવા 3 (ત્રણ) પશુ રોગ અન્વેષણ એકમોની સ્થાપના
નારી સશક્તિકરણ (સશક્ત નારી, સશક્ત પરિવાર)
- વર્ષ 2023 માં સૌપ્રથમવાર જેન્ડર બજેટ 1 લાખ કરોડને પાર,200થી વધુ યોજનાઓ માત્ર મહિલાલક્ષી
- વર્ષ 2024-25માં જેન્ડર બજેટમાં મહિલા સશક્તિકરણની કુલ 804 યોજનાઓ આવરી લેવામાં આવી
- ‘નમો ડ્રોન દીદી યોજના’ હેઠળ ગુજરાતમાં મહિલાઓને ખેતીમાં નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડ્રોન દ્વારા ખાતર અને જંતુનાશકોનો છંટકાવ કરવાની તાલીમ
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-૨૦૨૪ જાહેર કરી જેના દ્વારા મહિલા રોજગારી તથા મહિલા સ્વ-સહાય જૂથોના સશક્તિકરણને પ્રોત્સાહનનો વ્યૂહ પહેલીવાર અપનાવ્યો
સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ગુજરાત
- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી અમૃતમ (PMJAY-MA) હેઠળ ગુજરાતના નાગરિકોને મળતી ₹૫ લાખની સહાય વધારીને ₹૧૦ લાખ
- ગુજરાતમાં ૨.૬ કરોડથી વધુ નાગરિકોને આયુષ્માન કાર્ડ
- પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામ (PMNDP) અંતર્ગત ગુજરાતમાં નવા ૧૮૮ ડાયાલિસિસ કેન્દ્રો કાર્યરત
- રાજ્યમાં કુલ ૩૫ ડે કેર કીમોથેરાપી સેન્ટર્સ શરૂ કરવામાં આવ્યા. જેમાં ૬૩ હજારથી વધુ દર્દીઓના ૧,૬૯,૦૬૬ કીમોથેરાપી સેશન્સ
- રાજ્ય વિશિષ્ટ પહેલ અંતર્ગત, ૧.૧૫ કરોડ જેટલા વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ બાદ ડીજીટલ હેલ્થ કાર્ડ ઉપલબ્ધ કરાવનાર ગુજરાત એક માત્ર રાજ્ય
- “TeCHO” અને “સર્વ શિક્ષા અભિયાન” પોર્ટલના ઈન્ટીગ્રેશનથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને “ડિજિટલ હેલ્થ કાર્ડ” ઉપલબ્ધ કરાવવાની સાથે વિદ્યાર્થીઓનાં “હોલીસ્ટીક રિપોર્ટ કાર્ડ” નું આયોજન.
- ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ અંતર્ગત રાજ્યમાં ૧૫૦ નવી ઇમરજન્સી એમ્બ્યુલન્સનો વધારો, કુલ સંખ્યા ૮૦૦ થઈ
- ફ્રી ડાયાગ્નોસ્ટિક સર્વિસ ઇનીશિએટીવ (FDSI) અંતર્ગત પેટા જિલ્લા હોસ્પિટલો ખાતે લેબોરેટરી ટેસ્ટની સંખ્યા ૩૩ થી વધારી ૧૧૧, જિલ્લા હોસ્પિટલ ખાતે લેબોરેટરી ટેસ્ટની સંખ્યા ૬૮થી વધારી ૧૩૪ કરવામાં આવી
- ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર માટે ૩ લાખથી વધુ પોષણકીટનુ વિતરણ, આ કામગીરીમાં ગુજરાત ભારતમાં પ્રથમ
- નમો શ્રી યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને 12 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાની યોજના દ્વારા ૧.૪૫ લાખ લાભાર્થીઓને સહાય
- રાષ્ટ્રીય નેત્રદાન ઝુંબેશ હેઠળ ગુજરાતમાં ૧૪ લાખ સફળ મોતિયાના ઓપરેશન કરાયા
- કલોલ ખાતે ૨, અમદાવાદ ખાતે ૧ અને સુરત ખાતે ૧ એમ કુલ ૪ નવી મેડિકલ કોલેજો શરૂ
શિક્ષિત ગુજરાત, સંપન્ન ગુજરાત
- મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત ૮૭૪.૬૮ કરોડના ખર્ચે ૯૭,૧૮૭ સ્માર્ટ ક્લાસરૂમ્સ તથા ૧,૪૩૨.૪૦ કરોડના ખર્ચે ૨૧,૦૩૭ કોમ્પ્યુટર લેબ્સ કાર્યરત
- “શાળા પ્રવેશોત્સવ- ૨૦૨૪ અંતર્ગત ૩,૪૨,૨૦૪ વિદ્યાર્થીઓનો ધોરણ-૧માં અને ૪,૬૧,૭૩૭ વિદ્યાર્થીઓનો બાલવાટિકામાં પ્રવેશ
- રાજ્યની દીકરીઓ વધુ ભણે અને આગળ વધે તે માટે શરૂ કરાયેલી ‘નમો લક્ષ્મી’ યોજના દ્વારા લગભગ ૧૦ લાખ વિદ્યાર્થિનીઓને ₹૧૩૮ કરોડથી વધુની સહાય ચૂકવાઇ.
- વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં ભણવા પ્રેરાય તે માટે શરૂ કરાયેલી ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ અંતર્ગત ૨.૫ લાખથી વધુ વિદ્યાર્થીઓને ₹૨૮ કરોડથી વધુની સહાય ચૂકવાઇ
- પાઠ્યપુસ્તકમાં પ્રાકૃતિક ખેતીનો સમાવેશ
- મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ કુલ ૧,૩૬,૮૦૭ વિદ્યાર્થીઓને ₹૭૪૧.૬૭ કરોડની સહાય
- મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના હેઠળ ૮,૫૯૧ વિદ્યાર્થીઓને ₹૨૮૮.૭ કરોડની સહાય
- ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ દ્વારા ૧૨૬ સ્ટાર્ટઅપ્સને ઇન્ક્યુબેશન માટે સમર્થન આપવામાં આવ્યું અને ફંડ સપોર્ટ હેઠળ ₹૭.૨૪ કરોડથી વધુની સહાય પ્રદાન
ઔદ્યોગિક ક્ષેત્રે ગતિશીલ ગુજરાત
- વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪નું ૧૦મું સંસ્કરણ સફળતાપૂર્વક સંપન્ન.
- વાયબ્રન્ટ ગુજરાતના ૧૦મા સંસ્કરણમાં ૧૪૦થી વધુ દેશોમાંથી ૬૧,૦૦૦ થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો.
- વાયબ્રન્ટ સમિટના ભાગ રૂપે ૧૫૦ જેટલા સેમિનાર અને કાર્યક્રમોનું આયોજન.
- વાયબ્રન્ટ ગુજરાતના ૧૦મા સંસ્કરણમાં 2,862 B2B મીટિંગ્સ અને ૧,૩૬૮ B2G મીટિંગ્સ યોજાઇ.
- રૂ. ૪૫ લાખ કરોડથી વધુના ૯૮,૦૦૦ થી વધુ MoU થયા.
- સૌ પ્રથમ વખત જિલ્લા સ્તરે ‘વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ’નું આયોજન
- ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય જ્યાં ૪ સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થશે
- કુલ ૧,૨૪,૧૦૦ કરોડના ખર્ચે માઇક્રોન; સી.જી.પાવર, રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન અને સ્ટાર્સ માઇક્રો ઇલેક્ટ્રોનિક્સના સંયુક્ત ઉપક્રમે; ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ અને પાવરચીપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન સાથે મળીને તેમજ કેયન્સ સેમિકોનનો પ્લાન્ટ ચિપ્સનું ઉત્પાદન કરશે.
- આત્મનિર્ભર ગુજરાત અંતર્ગત, સ્પર્ધાત્મક બજારમાં ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પ્રદાન કરવા માટે MSMEs માટે ‘આસિસ્ટન્સ ફોર ક્વૉલિટી સર્ટિફિકેશન’ સુવિધાઓ પ્રદાન કરવામાં આવી રહી છે.
- સમગ્ર દેશમાં ZED (ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ) રજિસ્ટ્રેશન અને સર્ટિફિકેટ મેળવવામાં ગુજરાત પ્રથમ સ્થાને. ૭૬,૦૦૦થી વધુ MSME એકમોને ZED રજિસ્ટ્રેશન તેમજ ૫૦,૦૦૦થી વધુ MSME એકમોને ZED સર્ટિફિકેટ મળ્યા
- મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સેમિકોન ઇન્ડિયા સમિટ ૨૦૨૩નું સફળતાપૂર્વક આયોજન
- ભારત સરકારના DPIIT અનુસાર, ગત વર્ષની સરખામણીએ $૨.૬ બિલિયન વધુ FDI મેળવીને નાણાકીય વર્ષ ૨૦૨૪માં $૭.૩ બિલિયન FDI પ્રાપ્ત કર્યું
- C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે વડોદરા ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને સ્પેનિશ વડાપ્રધાન શ્રી પેડ્રો સાંચેઝ દ્વારા સંયુક્તપણે ટાટા એડવાન્સ્ડ ફેસિલિટીનું લોકાર્પણ
- MSMEs રજિસ્ટ્રેશન/ઉદ્યમ નોંધણીમાં ગુજરાત પાંચમા ક્રમે. છેલ્લા બે વર્ષોમાં ગુજરાતમાં ૧૦,૨૨,૮૯૫ MSMEs નું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું
- સપ્ટેમ્બર ૨૦૨૪માં DPIIT દ્વારા જાહેર થયેલા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેંકિંગમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાત ‘ટોપ અચીવર’ સ્ટેટ
- ગુજરાત ટેક્સટાઇલ યોજના અંતર્ગત ટેક્સટાઇલ એકમોને ₹૩ હજાર કરોડથી વધુની સહાય
- પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ ૧૪,૪૯,૪૧૦ કારીગરોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું અને 1,48,311થી વધુ કારીગરોને તાલીમ આપીને, 29,924 કારીગરોને લોન મંજૂર કરીને ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે
- કુટિર અને ગ્રામોદ્યોગની વિવિધ યોજનાઓ અરજદારોને આંગળીના ટેરવે ઉપલબ્ધ કરવા માટે ઇ-કુટીર પોર્ટલની શરૂઆત
નાગરિકો માટે ઉત્તમ પરિવહન સેવા
- ૩૨ સ્થળો ખાતે ₹૯૪.૬૫ કરોડના ખર્ચે નવીન બસ સ્ટેશનો અને પીપીપી ધોરણે ૩ સ્થળોએ ₹૬૬.૩૨ કરોડના ખર્ચે એરપોર્ટ જેવી સુવિધા ધરાવતા બસ પોર્ટનું લોકાર્પણ
- ગુજરાત એસટી નિગમ દ્વારા ૩૦૦ લકઝરી, ૨૦૦ સેમી લક્ઝરી કોચ, ૪૦૦ સ્લીપર કોચ, ૧૬૮૨ સુપર એક્સપ્રેસ, ૪૦૦ મીડી બસ અને ૫ ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસ મળીને કુલ ૩૪૮૭ નવીન બસોનું લોકાર્પણ
- દિવ્યાંગો ઘર બેઠાં ટિકિટ મેળવી શકે તે હેતુથી ઇ-ટિકિટની શરૂઆત
- નાગરિકોને સુવિધા મળે તે હેતુથી એસટી બસોમાં યુપીઆઇ દ્વારા ઓનલાઇન પેમેન્ટની શરૂઆત, ૩000 મશીનો આપવામાં આવ્યા
ઊર્જાવાન ગુજરાત
- સપ્ટેમ્બર ૨૦૨૪માં ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ મીટ એન્ડ એક્સ્પો (RE-ઇન્વેસ્ટ 2024)નું આયોજન સફળતાપૂર્વક સંપન્ન
- ઉકાઈ, કડાણા, પાનમ અને સરદાર સરોવર ડેમમાંથી ઑગસ્ટ ૨૦૨૪માં ૧૦૬૭.૩ મિલિયન યુનિટ વીજ ઉત્પાદન
- ગુજરાતમાં વિવિધ સરકારી વિભાગોની ઈમારતો પર ૫૬.૮ મેગાવોટ ક્ષમતાની ૩૦૨૩ સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત
- મોઢેરા ગામને સોલાર વિલેજ જાહેર કર્યાના દોઢ વર્ષમાં જ મોઢેરા દ્વારા ૩૧.૫ મિલિયન યુનિટ ગ્રીન એનર્જીનું ઉત્પાદન, કાર્બન ઉત્સર્જનમાં ૨૮,૬૬૪ ટનનો ઘટાડો
- પીએમ સૂર્યઘર મુફ્ત બીજલી યોજના અંતર્ગત માત્ર ૭ મહિનામાં ૧,૫૯,૩૩૮ લાભાર્થીઓને લાભ
- ૧ હજારથી વધુ સી.એન.જી. સ્ટેશનો સાથે ગુજરાત દેશમાં ટોચના ક્રમે
- દેશના કુલ સી.એન.જી. સ્ટેશનોમાંથી ૧૪ ટકા ગુજરાતમાં
- જામનગરના કાલાવડ ખાતે ₹૫૧.૮૭ કરોડના ખર્ચે ૧૨.૫ મેગાવોટના સોલર પીવી પ્રોજેક્ટનું લોકાર્પણ
- વિશ્વના સૌથી મોટા ૩૭ ગીગાવૉટના હાઈબ્રિડ રિન્યૂએબલ પાર્કનું નિર્માણકાર્ય પ્રગતિ હેઠળ
- માત્ર ૭ મહિનામાં ગુજરાતના ઘરોમાં પોણા ૨ લાખથી વધુ ઘરોમાં પીએનજી કનેક્શન્સ .
- કુલ ૧૦.૬૨ કરોડની સહાય સાથે ૩૯૯૦ ક્યુબિક મીટર પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતા સંસ્થાકીય બાયોગેસ પ્લાન્ટની સ્થાપના
- પરફોર્મ, એચીવ અને ટ્રેડ યોજના હેઠળ ૮.૫૪૧ મિલિયન ટન કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં આવ્યું
મહેસૂલ વિભાગ
- જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુફેરની કામગીરી અંગે બોનાફાઇડ પરચેઝરના કિસ્સામાં જમીન વેલ્યુએશન આધારે પ્રીમિયમ વસુલાતની મંજૂરીની સત્તા સોંપણીમાં ફેરફાર
- પાંચ કરોડ રૂપિયા સુધીના જમીનના વેલ્યુએશન ઉપર પ્રીમિયમ મંજૂરી જિલ્લા કલેકટર આપી શકે તેવો મહત્વપૂર્ણ નિર્ણય
- તા. 1-5-1960થી વિકાસ પ્રોજેક્ટ્સમાં સંપાદિત થયેલી જમીનના જે-તે સમયે ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને કારણે ખેડૂત મટી ગયેલા ધરતીપુત્રોને કલેકટર દ્વારા જાતે ખરાઈ કરીને ખેડૂત પ્રમાણપત્ર ઇસ્યૂ કરવામાં આવશે.
- સ્વામિત્વ યોજના અંતર્ગત ૧૧,૫૨,૫૪૩ પ્રોપર્ટીકાર્ડનું વિતરણ. આ યોજનાના બીજા તબક્કામાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે.
- ભારત સરકાર દ્રારા DILRMP યોજના હેઠળ નિયત કરેલ માઈલસ્ટોનમાં તમામ ગામોમાં તમામ સરવે નંબરના (Land Parcel) ના ULPIN (યુનિક લૅન્ડ પાર્સલ આઇડેન્ટીફિકેશન નંબર) જનરેટ કરેલ છે.
- રેકોર્ડના ડિજિટલાઝેશન માટે iORA ના માધ્યમથી ભૌતિક સાઇનના બદલે હવે QR Code તેમજ e- sign વાળી નકલથી હુકમ તથા પ્રમાણપત્રની ચકાસણી કરી શકાય છે.
- iORA પોર્ટલ ઉપર વિવિધ પ્રકારની ૩૬ જેટલી સેવાઓનો લાભ મેળવેલા નાગરિકોના ફીડબેક જાણવા માટે ફીડબેક સેન્ટરની રચના.
- જમીન સંપાદનની કાર્યવાહી ઝડપી અને પારદર્શી બની રહે તથા ખાનગી જમીનનું વળતર ખેડૂતોને ઝડપથી મળી રહે તે માટે જમીન સંપાદનના જાહેરનામા ગતિશક્તિ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન મંજૂરીની સુવિધા
- ખેતીથી ખેતી હેતુ માટે જૂની શરત (શહેરી વિસ્તાર માટે) પ્રિમીયમનો દર ઘટાડીને ૨૦ ટકા અને બિનખેતીના હેતુ માટે (સમગ્ર રાજય) ૩૦ ટકા કરવામાં આવેલ છે.
- ગ્રીન હાઈડ્રોજન થકી વીજ ઉત્પાદન કરવા માટે જમીન ફાળવણીની નીતિ નક્કી કરવામાં આવેલ છે, જેથી ખાનગી ક્ષેત્રોની સહભાગીતાને ઉત્તેજન તથા ગુજરાતની પરિણામલક્ષી નીતિને અનુરૂપ રાજ્યમાં મૂડીરોકાણને પ્રોત્સાહન મળશે.
- યુનેસ્કો ખાતે સ્મૃતિવનને પ્રખ્યાત પ્રિક્સ વર્સેલ્સ (Prix Versailles) એવોર્ડ એનાયત
અર્નિંગ વેલ, લિવિંગ વેલ (શહેરી વિકાસ અને ગ્રામ્ય વિકાસ)
- વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદ મેટ્રો ફેઝ -2નું લોકાર્પણ, હવે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મુસાફરી બની વધુ સરળ. સુરત મેટ્રો પ્રોજેક્ટની કામગીરી પ્રગતિ હેઠળ
- શહેરોમાં વર્ષોથી પડેલા કચરાના નિકાલમાં ગુજરાત સમગ્ર દેશમાં ટૉપ પરફોર્મર, અત્યાર સુધી 210 લાખ ટન કચરાનો નિકાલ
- ગુજરાતના નાગરિકોના “ઇઝ ઓફ લિવિંગ” માટે “મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી યોજના” વધુ ત્રણ વર્ષ માટે લંબાવવામાં આવી
- ₹૧૧૬ કરોડના ખર્ચે ૮૮ સિવિક સેન્ટરો શરૂ કરવાનું આયોજન
- સ્માર્ટ સિટી મિશન હેઠળ રૂપિયા ₹૩૪૦૦ કરોડના ૧૫૯પ્રોજેક્ટ પૂર્ણ
- વિવિધ મહાનગરપાલિકાઓમાં અમૃત યોજના ૧ હેઠળ ₹૩,૩૫૦ કરોડના ૧૯૮ પ્રોજેક્ટ પૂર્ણ
- અમૃત ૨.૦ હેઠળ વિકાસકાર્યો માટે ₹૧૭ હજાર કરોડની ફાળવણી
- રાજ્યની નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો
- “દ્વારકા-ઓખા શહેરી વિકાસ સત્તામંડળ”ની રચના
- સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત છેલ્લા ૨ વર્ષોમાં કુલ ₹૧૭,૦૦૪ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી
- સ્માર્ટ સિટી મિશન હેઠળ ₹૩,૪૦૦ કરોડના ૧૫૯ પ્રોજેક્ટ્સ રાજ્યના ૬ સ્માર્ટ શહેરોમાં પૂર્ણ કરવામાં આવ્યા
- છેલ્લા ૨ વર્ષોમાં ૬૦ ટીપી સ્કીમને મંજૂરી
- સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૩માં સુરત શહેરને ઇંદોરની સાથે સૌથી સ્વચ્છ શહેર તરીકે પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો, ૭ સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું
- ઇ-નગર પોર્ટલ પર ₹૬૬૦ કરોડના ૨૧ લાખ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા
- શહેરી અધિકારીઓને કસ્ટમાઇઝ્ડ ટ્રેનિંગ આપવા માટે માર્ચ ૨૦૨૪માં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (GUDI) કાર્યરત
- સપ્ટેમ્બર ૨૦૨૪માં નીતિ આયોગના જી-હબ ઇનિશિએટિવ હેઠળ સુરત ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન જાહેર
- ગુજરાતના ૨૦ જિલ્લાના ૫૧ ગામો સ્માર્ટ વિલેજ જાહેર
- સ્માર્ટ વિલેજીસમાં ભારતનેટ ફેઝ-૨ હેઠળ ₹૨૦૪૨ કરોડના ખર્ચે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ પ્રોજેક્ટનું લોકાર્પણ
- રાજ્યના કુલ ૧૦૫૭ તીર્થગામ અને કુલ ૪૪૫ પાવન ગામો મળીને કુલ ૧૫૦૨ ગામોને પુરસ્કાર અનુદાન
- ગુજરાતની ગ્રામ પંચાયતોનું વિભાજન કરીને ૩૮૪ નવી ગ્રામ પંચાયતોનું નિર્માણ
- ગોબરધન યોજના હેઠળ છેલ્લાં ૨ વર્ષ દરમ્યાન કુલ ૭,૪૨૩ વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટની સ્થાપના
- ૨૦૨૪-૨૫ દરમિયાન ડિસેમ્બર માસ સુધીમાં મનરેગા યોજના હેઠળ રાજ્યમાં ૭.૦૭ લાખ પરિવારોના કુલ ૧૦ લાખથી વધુ વ્યક્તિઓને રોજગારી આપવામાં આવી
- ૧૬,૦૦૦થી વધુ સ્વ-સહાય જૂથને ₹૪૭.૪૬ કરોડ રિવોલ્વિંગ ફંડ પેટે ફાળવવામાં આવ્યા
- ૧૪મા તબક્કાના રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ૧ લાખથી વધુ લાભાર્થીઓને રૂા. ૪૩૫ કરોડથી વધુ સહાય આર્થિક સહાય
- સમગ્ર રાજ્યમાં ૧૪,૧૮૧ ઇ-ગ્રામ સેન્ટરો ખાતેથી નાગરિકોને ૩૨૫ સરકારી અને ૭૫ વ્યવસાયિક સેવાઓ પૂરી પાડવામાં આવી
પ્રવાસન અને યાત્રાધામોનો વિકાસ
- રાજ્યમાં પહેલી વખત ગિફટ સિટી ખાતે “ફિલ્મ ફેર એવોર્ડ”નું આયોજન
- યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા કચ્છનું ધોરડો ગામ “બેસ્ટ ટુરિઝમ વિલેજ” જાહેર
- ભારતમાં સૌપ્રથમ “સમુદ્ર સીમા દર્શન”નો કચ્છમાં કોટેશ્વર નજીક લક્કી નાલા વિસ્તારમાં પ્રારંભ
- યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબા “અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર” તરીકે જાહેર કરવામાં આવ્યો
- ભગવાન શ્રીકૃષ્ણની નગરી ‘બેટ દ્વારકા’ની વિશ્વસ્તરીય કાયાપલટ કરવાનો નિર્ણય
- ડોલ્ફિન માટે જાણીતો એકમાત્ર બેટ દ્વારકાનો ‘નોર્થ-પદમ બીચ’ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે
- મુખ્ય યાત્રાધામોની ફરતે નાના યાત્રાધામોનો ₹૮૫૭.૧૪ કરોડના ખર્ચે થઈ રહ્યો છે વિકાસ
- ₹૭૬.૫૧ કરોડના ખર્ચે ફેઝ-૧ હેઠળ બહુચરાજી માતાજી મંદિરનું પુન:નિર્માણ
- ભારત સરકાર દ્વારા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ અંતર્ગત સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન
- ₹૧૨૦૦ કરોડના ખર્ચે સાબરમતી ગાંધી આશ્રમનો પુનઃવિકાસ.
- જૂનાગઢ ખાતે ₹૭૪ કરોડના ખર્ચે ઉપરકોટ કિલ્લાના સંરક્ષણ અને રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ
- શામળાજી યાત્રાધામ ખાતે ₹૬.૪૮ કરોડના ખર્ચે લાઇટ એન્ડ સાઉન્ડ શૉની કામગીરી પૂર્ણ
- સિલ્વર કેટેગરીમાં ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ ૨૦૨૩’ તરીકે ગુજરાતના ખિજડિયાને એવોર્ડ
- છોટાઉદેપુરના હાંફેશ્વર ગામને કેન્દ્રના પર્યટન મંત્રાલય દ્વારા હેરિટેજ કેટેગરીમાં શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા ૨૦૨૪નો એવોર્ડ
- ગુજરાત પ્રવાસનને વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલ ઇન્ડિયન ઇનિશિએટિવ (WTTCII) તરફથી પ્રવાસન ક્ષેત્રે સર્વોચ્ચ સિદ્ધિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું
- વડનગરના ઇન્ટરપ્રિટેશન સેન્ટરને ભારતના પ્રવાસન મંત્રાલય દ્વારા ‘શ્રેષ્ઠ ઇન્ટરપ્રિટેશન કેન્દ્ર’ ની શ્રેણીમાં એવોર્ડ આપવામાં આવ્યો
- ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા 69મા ફિલ્મફેર એવોર્ડ સમારોહનું સફળતાપૂર્વક આયોજન
- ટુરિઝમ સેક્ટરના સુનિયોજિત વિકાસ માટે આતિથ્યમ્ ટુરિસ્ટ ફૂટફોલ ડેશબોર્ડ તૈયાર કરવામાં આવ્યું, આવું ડેશબોર્ડ તૈયાર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય
જળસમૃદ્ધ ગુજરાત
- સુજલામ્-સુફલામ્ જળ અભિયાનના સાતમા તબક્કામાં આપણી જળસંગ્રહ ક્ષમતામાં ૧૧,૫૨૩ લાખ ઘનફૂટનો વધારો
- પાણી પુરવઠા સંબંધિત નવી ₹૧૦૯૦.૩૯ કરોડની યોજનાઓનું લોકાર્પણ તથા ₹૨૦૪૫.૬૩ કરોડની યોજનાઓનું ખાતમુહૂર્ત
- જલ જીવન મિશન અંતર્ગત નલ સે જલ કાર્યક્રમ હેઠળ ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારના ૯૧ લાખથી વધારે ઘરોમાં નળ જોડાણની સિદ્ધિ
- છેલ્લા બે વર્ષમાં સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાઓમાં ભવિષ્યની પીવાના પાણીની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને ₹૧૦૫૦ કરોડના બલ્ક પાઇપલાઇનના કામો પૂર્ણ, ₹૧૩૫૦ કરોડના કામો પ્રગતિ હેઠળ
- દરિયાકાઠાંના વિવિધ સ્થળોએ ૨૭ કરોડ લીટર પ્રતિ દિવસ ક્ષમતાના “ડી-સેલીનેશન પ્લાન્ટ” પ્રગતિ હેઠળ
- રાજ્યમાં પાણી ગુણવત્તાની ચકાસણી માટે ૪૬ લેબોરેટરી કાર્યાન્વિત, ૭.૫૦ લાખથી વધુ પીવાના પાણીના નમૂનાની ચકાસણી
- પાણીની ફરિયાદોના નિવારણ અર્થે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1916 કાર્યરત, છેલ્લા બે વર્ષમાં ૯૮,૦૦૦થી વધુ ફરિયાદોનું નિવારણ
- રાજ્યમાં કેચ ધ રેઇનના કોન્સેપ્ટ સાથે જળસંચય જન ભાગીદારી અભિયાનની શરૂઆત
- નળકાંઠાના વિસ્તારમાં 39 ગામોને સિંચાઈની સુવિધા મળી રહે તે માટે ₹400 કરોડથી વધુના કામોનો પ્રારંભ
- રાજકોટ જિલ્લાના વિંછિયા ખાતે ₹૧૮૧ કરોડના ખર્ચે સૌની યોજના લિંક-૪નું ખાતમુહૂર્ત
- સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈ સુવિધાથી વંચિત ત્રણ તાલુકાના ૪૫ ગામોને નર્મદાનું પાણી આપવા ₹૪૧૭કરોડની યોજનાને મંજૂરી
- દાહોદના ઐતિહાસિક છાબ તળાવનો ₹૧૨૦.૮૭ કરોડના ખર્ચે કાયાકલ્પ
- અટલ ભુજલ યોજના હેઠળ ૪૮,૭૯૯ હેક્ટર વિસ્તારના કુલ ૩૮,૮૭૯ ખેડૂતોએ આ પ્રોજેક્ટનો લાભ મેળવ્યો.
વિશ્વ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર
- રાજકોટ ખાતે હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ
- સુરત ખાતે ગુજરાતનું ત્રીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કાર્યરત
- ઓખા અને બેટ-દ્વારકાને જોડતા નવનિર્મિત સુદર્શન સેતુનું લોકાર્પણ
- અંદાજિત ₹૩૯૪ કરોડના ખર્ચે એરફોર્સ સ્ટેશન ડીસાના રનવેનું લોકાર્પણ
- સુરતમાં વિશ્વના સૌથી મોટા કોર્પોરેટ ઓફિસ હબ ડાયમંડ બુર્સનું લોકાર્પણ
- દ્વારકા ખાતે નવા એરપોર્ટના નિર્માણ અને કેશોદ એરપોર્ટના વિસ્તરણનો નિર્ણય
- ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ, સલામત અને ઝડપી વાહનવ્યવહારને યોગ્ય રાખવા માટે ૬૧ માર્ગોની પહોળાઈ વધારવા માટે ₹૨૯૯૫ કરોડ મંજૂર કરવામાં આવ્યા
- પ્રાદેશિક હવાઇ જોડાણ હેઠળ અમદાવાદ-દીવ-અમદાવાદ, સુરત-દીવ-સુરત અને અમદાવાદ-મુંદ્રા – અમદાવાદ, અમદાવાદ – નાંદેડ-અમદાવાદ, અમદાવાદ-કેશોદ-અમદાવાદ તેમજ અમદાવાદ-જલગાંવ-અમદાવાદ હવાઈ સેવા શરૂ કરવામાં આવી
- બેટ-દ્વારકા ટાપુને દ્વારકા સાથે જોડવા માટે ભારતનો સૌથી લાંબો ૯૦૦ મીટરનો કેબલ સ્ટેયડ બ્રીજ રૂા.૯૬૨.૦૦ કરોડના ખર્ચે પુર્ણ.
શાંત અને સુરક્ષિત ગુજરાત
- ભ્રષ્ટ અને ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા મેળવેલી સંપત્તિઓને જપ્ત કરવા માટે ગુજરાત સ્પેશિયલ કોર્ટ્સ ઍક્ટ, ૨૦૨૪ અમલી
- ગુજરાત પોલીસની ટીમે માત્ર ૨૦ દિવસમાં ૨.૫૮ લાખથી વધુ બેંક ખાતાઓ અનફ્રીઝ કર્યા
- પોક્સો હેઠળના ગુન્હાઓમાં ૧૦ દિવસમાં કાર્યવાહી કરીને ૨૧ દિવસમાં ફાંસીની સજા
- જિલ્લાના ૬૫૦ પોલીસ સ્ટેશનો પૈકી ૨૪૦ પોલીસ સ્ટેશનોને પી.આઇ. કક્ષાના પોલીસ સ્ટેશનમાં અપગ્રેડ કરવાનો નિર્ણય
- ગુજરાત માનવબલિ અને બીજી અમાનુષી, અનિષ્ટ તેમજ અઘોરી પ્રથા, કાળા જાદુ અટકાવવા નિર્મૂલન વિધેયક સર્વાનુમતે પસાર.
- જાહેર ભરતી તથા બોર્ડની પરીક્ષામાં થતી ગેરરીતિ પર નિયંત્રણ લાવવા માટે કડક કાયદો બનાવાયો
- ગુજરાતે બાળકો સામેના ગુનાઓ સામે હંમેશા મજબૂત વલણ અપનાવ્યું છે, ૬૫૬ અપરાધીઓને POCSO હેઠળ સજા મળી
- વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ, સમગ્ર ગુજરાતમાં ૭,૦૦૦ થી વધુ સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે, જેના કારણે છેલ્લા ૨ વર્ષમાં ૮.૮૦૦ થી વધુ કેસોના નિરાકરણમાં મદદ મળી
- ઇચ્છાપોર પોલીસ સ્ટેશન, સુરત”ભારતમાં શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન” એવોર્ડથી સન્માનિત
- ગુજરાતે સતત પાંચમા વર્ષે CCTNS અમલીકરણ માટે અને ICJS હેઠળ ઇ-જેલ મોડ્યુલમાં “CCTNS અને ICJSમાં સારી પ્રથાઓ” પર ૨૦૨૩ની કોન્ફરન્સમાં શ્રેષ્ઠતા માટે પ્રથમ ઇનામ જીત્યું
- ગુજરાત પોલીસે તાજેતરમાં સુરતમાં તેના પ્રથમ એન્ટી-નાર્કોટિક્સ યુનિટનું ઉદ્ઘાટન કર્યું
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ
- વાજબી ભાવની દુકાનોનું આધુનિકીકરણ- જેમાં રાજ્યની ૧૭,૦૦૦થી વધુ વાજબી ભાવની દુકાનો ખાતેથી ઈ-એફપીએસ પોર્ટલ મારફતે વિતરણ
- ઈ-એફપીએસ હેઠળ લેપટોપ/કોમ્પ્યુટર, ફિંગરપ્રિન્ટ ડિવાઇસ, પ્રિન્ટર, ઇન્ટરનેટ વગેરેની મદદથી આધાર આધારિત ઓનલાઇન વિતરણ
- જાહેર વિતરણ વ્યવસ્થાને પારદર્શક બનાવવા માટે માય રાશન મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી, ૫૦ લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કરી
- પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ૨.૦ હેઠળ રાજ્યમાં ૧૦ લાખ ગેસ કનેક્શન આપવામાં આવ્યા
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ
- ડિજિટલ સેવાસેતુ હેઠળ લાગુ ૩૨૦થી વધુ સેવાઓમાં ૧૪,૦૦૦ ગ્રામ પંચાયતોને આવરી લેવાઈ
- આઈટી/આઈટીઈએસ નીતિ હેઠળ સરકાર દ્વારા રૂ.૧૬૧ કરોડની સહાય, ૧ લાખથી વધુ નોકરીઓનું સર્જન
- ભારતનેટ ફેઝ-૨ હેઠળ ગુજરાત છેલ્લા બે વર્ષથી રાષ્ટ્રીય સ્તરે ૧૦૦% કાર્યરત ગ્રામ પંચાયતો અને ૯૫% નેટવર્ક અપટાઇમ સાથે અગ્રેસર
- ગુજરાતની ૭,૦૦૦થી વધુ ગ્રામપંચાયતોમાં નાગરીકો માટે મફત ઈન્ટરનેટ સેવા ઉપલબ્ધ, ૬ લાખથી વધુ નાગરીકોએ લાભ લીધો
- ૧૦૦ કરોડના ખર્ચે જામનગરમાં રિજનલ સાયન્સ સેન્ટરનું ખાતમૂહર્ત
સ્વચ્છ ગુજરાત, હરિત ગુજરાત (વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ)
- છેલ્લા ૨ વર્ષો દરમિયાન MISHTI (મેન્ગ્રુવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટાટ એન્ડ ટેન્જિબલ ઇન્કમ) યોજના હેઠળ ૧૮,૮૬૦ હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રુવનું વાવેતર
- છેલ્લા ૨ વર્ષોમાં બન્ની વિસ્તારમાં કુલ ૩,૭૦૦ હેક્ટર વિસ્તારમાં ઘાસ વાવેતરની કામગીરી કરી ખાતાકીય ઘાસ સંગ્રહ ઉપરાંત અંદાજિત ૩૬ લાખ કિગ્રા ઘાસનું સ્થાનિક લોકોને વિનામૂલ્યે વિતરણ
- છેલ્લા 2 વર્ષોમાં રાજ્યમાં કુલ ૧.૨૦ કરોડ વાંસનું સ્થાનિક આદિવાસીઓને વિતરણ
- વન વિભાગ દ્વારા વન વિસ્તારમાં વન આવરણ વધારવા માટે છેલ્લા ૨ વર્ષોમાં કુલ ૬૮,૨૧૧ હેક્ટર વિસ્તારમાં વાવેતરની કામગીરી કરવામાં આવી
- સિંહોનું સંરક્ષણ અને સિંહોની વસ્તીમાં વધારો થાય તેના પ્રયત્નોના ભાગરૂપે બરડા ખાતે ઓક્ટોબર ૨૦૨૪થી ઓપન જંગલ સફારી શરૂ કરવામાં આવી
- વરૂ બ્રિડીંગ પ્રોગ્રામને આગળ વધારવા માટે સુરેન્દ્રનગરમાં થાળા વીડી ખાતે સોફ્ટ રીલીઝ સેન્ટર તૈયાર, તેમજ બનાસકાંઠામાં નડાબેટ ખાતે સોફ્ટ રીલીઝ સેન્ટર કાર્યરત
અન્ય
- ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા શ્રી નરસિંહ મહેતા અને સંત સાહિત્ય પર સંશોધન થાય તે માટે ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે ‘નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર’ની સ્થાપના
- ગરવી ગુર્જરી દ્વારા રાજ્યના 50 વર્ષના ઇતિહાસમાં હસ્તકલા અને હેન્ડલૂમ ઉત્પાદનોનું ₹25 કરોડથી વધુનું વિક્રમી વેચાણ
- ઓપરેશન ગંગા’ હેઠળ યુક્રેનમાં સર્જાયેલી ભયંકર યુદ્ધની પરિસ્થિતિમાંથી ૧૩૮૬ ગુજરાતી વિદ્યાર્થીઓને ગુજરાત પરત લાવવામાં આવ્યા
- ‘ઓપરેશન કાવેરી’ હેઠળ સુદાનમાં ફસાયેલા ૫૬૯ બિન- નિવાસી ગુજરાતીઓને ગુજરાત પરત લાવવામાં આવ્યા
- ‘ઓપરેશન અજય’ હેઠળ ઇઝરાયેલમાં ફસાયેલા ૩૦ બિન-નિવાસી ગુજરાતીઓને સ્વદેશ પરત લાવવામાં આવ્યા
- રાજ્યમાં જાહેર સલામતી, જાહેર સુરક્ષા અને જાહેર હિતને ધ્યાને લઈને ગેમીંગ એક્ટિવિટી એરિયા માટેના પ્લાનિંગ રેગ્યુલેશનની CGDCRમાં જોગવાઈઓનો મહત્વપૂર્ણ નિર્ણય
ગુજરાતને મળ્યા એવોર્ડ્સ – મારું ગુજરાત, શ્રેષ્ઠ ગુજરાત
- ‘એમ્પ્લોયમેન્ટ એક્ષચેન્જ સ્ટેટીસ્ટીક્સ–2023’ અનુસાર રોજગારવાંચ્છુ યુવાધનને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ
- GeM પોર્ટલ મારફતે પારદર્શક ખરીદી અંગેની ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્ય સરકારને મળ્યા સાત એવૉર્ડ
- RBI બુલેટિન અનુસાર બેન્કો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા ગુજરાતમાં સૌથી વધુ 82 પ્રોજેક્ટ્સને પૂરું પાડવામાં આવ્યું ફંડ
- રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાતને હાઈએસ્ટ એચિવર સ્ટેટનો એવોર્ડ
- UN એજન્સી વર્લ્ડ ટુરીઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO) દ્વારા ધોરડોનો વિશ્વના શ્રેષ્ઠ ટુરીઝમ વિલેજની યાદીમાં સમાવેશ
- યુનેસ્કોએ ગુજરાતના ગરબાને ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસો’ જાહેર કર્યો
- કચ્છના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 3 સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં સ્થાન
- GeM પોર્ટલ થકી પારદર્શક ખરીદી પક્રિયા માટે ગુજરાત સરકારને 7 એવૉર્ડ
- 2 વર્ષમાં યોગ બોર્ડની 2 સિદ્ધિઓનો ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવેશ
- 75મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતનો ટેબ્લો સતત બીજા વર્ષે પીપલ્સ ચોઇસ એવોર્ડમાં પ્રથમ ક્રમે
- ગુજરાત સરકારની ‘ગરવી-ગુર્જરી’ બની ભારત સરકારની ટ્રેડમાર્ક બ્રાન્ડ
- વિદ્યા સમીક્ષા કેન્દ્ર ને “જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી પુરસ્કાર”
- ગુજરાતને ‘બેસ્ટ સ્ટેટ વિથ અ ડેડિકેટેડ લુકઆઉટ ફોર એવિયેશન સેક્ટર’ નો એવોર્ડ એનાયત
- ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ રેન્કિંગમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાત ‘ટોપ અચીવર’ સ્ટેટ.
- ‘પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ સપ્લાય ચેઈન ઓપ્ટિમાઈઝેશન’ના સફળતાપૂર્વક અમલીકરણ માટે ભારત સરકારનો પુરસ્કાર
- સ્વામિત્વ યોજના અંતર્ગત 11 લાખ 50 હજારથી વધુ પ્રોપર્ટી-કાર્ડનું વિતરણ, આ યોજનાના બીજા તબક્કામાં સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર
- 8મી જાન્યુઆરીના રોજ IKF-2023 રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે એક સાથે સૌથી વધુ દેશના નાગરિકો દ્વારા પતંગ ઉડાવવા માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ મળેલ છે.
- ભારત સરકાર તરફથી વર્ષ 2022-23 દરમિયાન ગુજરાતને બેસ્ટ પ્રેક્ટિસ માટે “આયુષ્માન ઉત્કૃષ્ટતા પુરસ્કાર 2023” એવોર્ડ એનાયત થયો
- ગુજરાતના ગોબરધન અને ગ્રે વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારને દિલ્હી ખાતે “ISC-FICCI સેનિટેશન એવોર્ડ-2024” એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
- નાગરિક ઉડ્ડયન વિભાગ અને GUJSAILએ સ્ટેટ પાર્ટનર તરીકે વિંગ્સ ઇન્ડિયા 2024માં ભાગ લીધો હતો, જેમાં ગુજરાત રાજ્યને ‘બેસ્ટ સ્ટેટ વિથ અ ડેડિકેટેડ લુકઆઉટ ફોર એવિયેશન સેક્ટર’ નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
- યુનાઈટેડ નેશન્સ દ્વારા બહાર પાડવામાં આવેલ સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ઇન્ડેક્સ અંતર્ગત SDG India Indexમાં ગુજરાતે વર્ષ 2023-24માં 90ના સ્કોર સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો
- ઇન્ડિયા સેનિટેશન કૉલિશન – ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI) સેનિટેશન દ્વારા વિવધ કુલ 11 કેટેગરીમાંથી એવોર્ડ કમિટી દ્વારા ગુજરાત રાજ્યના ગ્રામ વિકાસ વિભાગને 26 નવેમ્બર 2024ના રોજ FICCI ફેડરેશન હાઉસ દિલ્હી ખાતે “ગોબરધન અને ગ્રે વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટની કેટેગરી” માટે એવોર્ડ આપવામાં આવ્યો
- છેલ્લા 2 વર્ષોમાં યોગ બોર્ડની 2 સિદ્ધિઓનો ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવેશ:
- 1) આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023ની સુરત ખાતે થયેલ રાજ્ય કક્ષાની ઉજવણીમાં ૧.૫૩ લાખ લોકોએ ૪૫ મિનિટ સુધી કોમન યોગા પ્રોટોકોલનો યોગનો અભ્યાસ કરી રેકોર્ડ બનાવ્યો
- 2) 2024 ના વર્ષના પ્રથમ દિવસે સમગ્ર ગુજરાતમાં એક સાથે 108 સ્થળો ઉપર 50,086 લોકોએ સૂર્યનમસ્કાર કરીને નવો ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપતિ કર્યો
- નેશનલ પંચાયત એવોર્ડ-2024 માટે પંચાયત વિથ ગુડ ગવર્નન્સ માટે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાની વાવકુલી-ટુ ગ્રામ પંચાયતને એવોર્ડ આપવામાં આવ્યો.