માહિતી- પ્રસારણ અને ફિઝરીઝના કેન્દ્રીય રાજ્યમંત્રી એલ. મુરુગન, એક્સ્ટર્નલ અફેર્સ અને કલચરનાં કેન્દ્રીય રાજ્ય મંત્રી મીનાક્ષીબેન લેખી તેમજ ઝારખંડના રાજ્યપાલ સી.પી. રાધાક્રિષ્નન રાજકોટ એરપોર્ટ ખાતે પહોંચી સોમનાથ ખાતે તાલીમ સંગમ કાર્યક્રમમાં જવા રવાના
કાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાગાલેન્ડના રાજ્યપાલ લા.ગણેશનની રાજકોટમાં ટ્રાન્ઝિટ વિઝીટ
જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંઘ શેખાવત, માહિતી- પ્રસારણ અને ફિઝરીઝના કેન્દ્રીય રાજ્યમંત્રી એલ. મુરુગન, એક્સ્ટર્નલ અફેર્સ અને કલચરનાં કેન્દ્રીય રાજ્ય મંત્રી મીનાક્ષીબેન લેખી તેમજ ઝારખંડના રાજ્યપાલ સી.પી. રાધાક્રિષ્નને આજે રાજકોટની ઊડતી મુલાકાત લીધી હતી. તેઓ રાજકોટ એરપોર્ટ ખાતે પહોંચી સોમનાથ ખાતે તાલીમ સંગમ કાર્યક્રમમાં જવા રવાના થયા હતા. હવે કાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાગાલેન્ડના રાજ્યપાલ લા.ગણેશનની રાજકોટમાં ટ્રાન્ઝિટ વિઝીટ કરવાના છે.
સોમનાથ ખાતે તમિલ સંગમ કાર્યક્રમ ચાલી રહ્યો છે. તેમાં અનેક મહાનુભાવો પધારી રહ્યા છે. મોટાભાગના દિગજજો દેશના અન્ય શહેરોમાંથી વાયા રાજકોટ સોમનાથ જઈ રહ્યા છે. જેને લઈને રાજકોટ એરપોર્ટ સતત વ્યસ્ત રહ્યું છે. આજે ઝારખંડના રાજ્યપાલ સી.પી. રાધાક્રિષ્નન બપોરે 2:25 વાગ્યે રાંચીથી રાજકોટ એરપોર્ટ પધાર્યા હતા. તેઓએ સર્કિટ હાઉસ ખાતે ભોજન પણ લીધું હતું. બાદમાં તેઓ 3:10 કલાકે રોડ માર્ગેથી સોમનાથ જવા રવાના થયા હતા. તેઓના લાયઝન અધિકારી તરીકે પ્રાંત સિટી-1કે.જી.ચૌધરીને ફરજ સોંપાઈ છે. તેઓ સોમનાથથી કાલે 4:15 કલાકે એરપોર્ટ પરત ફરશે. જ્યાંથી 5:40 કલાકે દિલ્હી જવા રવાના થશે.
ત્યારબાદ સાંજે 5:05 કલાકે માહિતી- પ્રસારણ અને ફિઝરીઝના કેન્દ્રીય રાજ્યમંત્રી એલ. મુરુગન દિલ્હીથી રાજકોટ એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ 5:20 કલાકે રોડ માર્ગે સોમનાથ જવા રવાના થયા હતા. તેઓના લાયઝન અધિકારી તરીકે જિલ્લા રજિસ્ટ્રાર વી.આર.કપુરીયાને ફરજ સોંપાઈ છે. તેઓ કાલે 5:10 સોમનાથથી રાજકોટ એરપોર્ટ પરત ફરશે. બાદમાં 5:40 કલાકે દિલ્હી જવા રવાના થશે.
એક્સ્ટર્નલ અફેર્સ અને કલચરનાં કેન્દ્રીય રાજ્ય મંત્રી મીનાક્ષીબેન લેખી આજે સાંજે 7:20 કલાકે દિલ્હીથી રાજકોટ એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ 7:25 કલાકે રોડ માર્ગે સોમનાથ જવા રવાના થયા હતા. તેઓના લાયઝન અધિકારી તરીકે જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.વી. દીહોરાને ફરજ સોંપાઈ છે. આ મંત્રી કાલે સોમનાથ ખાતેથી સાંજે 7 વાગ્યે રાજકોટ એરપોર્ટ પરત ફરશે. બાદમાં 8 વાગ્યે દિલ્હી જવા રવાના થશે.
બીજી તરફ હાલ જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંઘ શેખાવત જે સોમનાથ હોય તેઓ સાંજે 5 વાગ્યે રાજકોટ એરપોર્ટ પધારીને 5:40 કલાકે દિલ્હી જવા રવાના થયા હતા. વધૂમાં આવતીકાલે સવારે 8:35 કલાકે નાગાલેન્ડના રાજ્યપાલ લા. ગણેશન મુંબઇ એરપોર્ટથી રાજકોટ એરપોર્ટ પહોંચશે. અહીંથી તેઓ બ્રેકફાસ્ટ કરીને 10 વાગ્યે સોમનાથ રોડ માર્ગે જવા રવાના થશે. તેઓની સાથે લાયઝન અધિકારી તરીકે સિટી-2 પ્રાંત સંદીપકુમાર વર્માને જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ તા.27ના રોજ સોમનાથ ખાતેથી રવાના થઈ 12:45 રાજકોટ પહોંચશે. અહીં તેઓ ભોજન લઈને ટૂંકું રોકાણ કરશે. બાદમાં 5:40એ દિલ્હી જવા રવાના થશે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ આવતીકાલે રાજકોટની ટ્રાન્ઝિટ વિઝીટ લેવાના છે. જે સંદર્ભે આજે રિહર્સલ પણ કરવામાં આવી હતી. પણ તંત્ર દ્વારા તેઓની ટ્રાન્ઝિટ વિઝિટનો સમય હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી.