માણાવદર તાલુકામાં ગઇકાલ રાત્રીથી સાંજ સુધીમાં શહેરમાં બે ઇંચ તથા કોડવાવ, પાજોદ, લીંબુડા તરફ પાંચ ઇંચ ધોધમાર વરસાદ પડી ગયો ના વાવડ છે અચાનક જ આવેલા વરસાદ થી કોડવાવ પાજોદ માં ભારે ધમાકેદાર એન્ટ્રી થઇ છે

ખેતરો જળબંબાકાર થયા ધણા ખેડૂતો એ વાવણી કરી દીધી તેને ફાયદો અને જેને વાવણી કરવાની બાકી છે તેને આ વરસાદ વાવણી લાયક થયો છે

કોડવાવ માં ભારે વરસાદ ના પગલે ભારે પ્રવાહ થી ચેકડેમ ઓવર ફલો થયો છે તથા ખેતરો જળબંબાકાર થયા હતા જયારે જીંજરી , મટીયાણા ગામ્ય માં એક થી દોઢ ઇંચ વરસાદ ના વાવડ છે

બીજી તરફ કચ્છ જિલ્લના અનેક વિસ્તારોમાં પણ મેઘ મહેર જોવા મળી છે. આજે સવારે કચ્છના અબડાસા, મુંદ્રા, ગાંધીધામ, નખત્રાણામાં પણ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળ્યો છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં વાવણી લાયક વરસાદના પગલે જગતનો તાત ખુશીથી ઝૂમી ઊઠ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.