ઉત્તર અમેશ્રિકા ખંડની પશ્ર્ચિમ દિશાએ અને ર્પસિફિક મહાસાગરને કિનારે આવેલું વિશાળ અમેરિકન રાજય એટલે કેલિફોનિયા પરંતુ કેલિફોનિયાની ઉત્તરે અને ર્પસિફીક મહાસાગરની સહેજ પૂર્વે અંદરની બાજુએ એક વિશાળ ખાડી આવેલી છે. આ ખાડીની ફરતે વિકસેલો અત્યંત ધનાઢય અને ખાસ્સો વસ્તીગીચતા ધરાવતો વિસ્તાર ર્સન ફ્રાન્સિસ્કો બે એરિયા તરીકે ઓળખાય છે. આ બે એરિયાની દક્ષિણે આવેલો વિસ્તાર છેલ્લા કેટલાક દાયકાઓઓથી વિશ્ર્વની અગ્રણી ટેકનોલોજી કંપનીઓનું પિયર બની ગયો છે. આપણે જે કંપનીઓની પ્રોડકટસ રોજિંદા ધોરણે વાપરીએ છીએ અને જે કામ કરતી બંધ થઇ જાય તો વિશ્ર્વના કરોડો લોકોનો શ્ર્વાસ અઘ્ધર થઇ જાય એવલ જાયન્ટ ટેકનોલોજી કંપનીઓના હેડકર્વાટર અહીં આવેલા છે. આ ઉપરાંત સ્ટાટઅપ તરીકે ઓળખાતી હજારો કંપનીઓ અહી ગેરેજથી લઇને નાનકડી ઓફીસોમાં ધમધમે છે. પોતાની પણ ગૂગલ, ફેસબુક કે ર્અપલ જેવડી મોટી કંપની હોય એવું સપનું સેવતા હજારો ઓન્ટ્રપ્રનર યુવાનો ને કંપની માટેના સીડ કેપિટલ એટલે કે શઆતી રોકાણથી લઇને તમામ સુવિધાઓ માટેનું વાતાવરણ પુરું પાડતો આ વિસ્તાર એટલે સિલિકોન વેલી ત્રણ સિઘ્ધાંતના પાયા પર ઉભી છે. કવેન ઓથોરિટી, મતલબ કે આગે સે ચલી આતી હૈની માનસિકતાને પડકારો એપલ કહે છે એમ થિન્ક ડિફરન્ટ અને ચેન્જ ધ વર્લ્ડ દુનિયા બદલી નાખો, છેલ્લા ઘણાં વર્ષથી સિલિકોન ર્વલીમાં એવી માનસિકતા છે કે તમે કોઇને કહો કે આવું શકય જ નથી. એટલે બીજા દિવસે કોઇ તરવરિયા જુવાનિયાવ એ વાતને શકય બનાવતી કંપની ખોલીને બેસી ગયા હોય,
વિશ્ર્વની સૌથી મોટી હાર્ડવેર- સોફટવેર કંપની સિલિકોન વેલીમાં નથી, ટ્રાન્ઝિસ્ટર, ઇન્ટીગે્રેટેડ, સર્કિટ, પર્સનલ કમ્પ્યુટર, ઇન્ટરનેટ, વર્લ્ડ વાઇડ વેબ વેબ બ્રાઉઝર, સર્ચ એન્જીન સોશ્યલ નેટવકિંગ, ટેલિફોન, સેલ્યુલર ફોન, સ્માર્ટફોન વગેરેમાંથી એક પણ વસ્તુ સિલિકોન વેલીમાં શોધાઇ નથી. એમ છતાં અત્યારે આ બધાની જાયન્ટ કંપનીઓ સિલિફોન વેલીમાં ધામા નાખીને પડી છે. એચ્યુઅલી સિલિફોન વેલીએ આ તમામ ચીજોના વિકાસને જબ્બર પ્રોત્સાહન પુરુ પાડયું છે.
સિલિફોન વેલી આમ તો તેર મ્યુનિસિપાલીટી એરિયામાં વહેંચાયેલી છે. પરંતુ એના હ્રદયસમાં વિસ્તાર એટલે પાલો અલ્ટો, માઉન્ટન વ્યુ, સનીવેલ, સેન્ટા કલારા અને ર્સન હોઝે, સિલિકોન વેલી એવા વિસ્તાર છે જયાં તમને ભિખારની બાજુમાં જ લેપટોપ લઇને કામ કરતો કોઇ જુવાનિયો દેખાય અને તેને પૂછો ત્યારે ખબર પડે કે તે ટિવકર માટે કામ કરતો હોઇ શકે આઇડિયા, ઉત્સાહ અને એમ્બિશન એટલે કે મહત્વાકાંક્ષાથી ફાટ-ફાટ થતા જુવાનિયાઓ માટે સિલિફોન વેલી કોઇ સ્વર્ગથી કમ નથી. અહી તમને કોઇપણ દેશ કોઇપણ એથનિસિટીના લોકો જોવા મળશે. પોતાના આઇડીયાને વાસ્તવિકતામાં બદલવા માટે મહિનાઓ સુધી ઘરે ન ગયા હોય અને ઓફીસમાં જ પડયાપાથર્યા રહેતા હોય અથવા તો પોતાની હાઇપ્રોફાઇલ જોબ છોડીને કોઇ નવાસવા સ્ટાર્ટઅપમાં લાગી ગયા હોય એવા પાર વિનાના યંગસ્ટર્સ અહી ઠેર ઠેર જોવા મળે.
ર્ફોચ્યુનં ૧૦૦૦ માં સામેલ એપલ, ગૂગલ, ફેસબુક, હ્યુલેટ પેકાર્ડ, યાહુ, લોકહીડ માર્ટિન, ઇન્ટેલ વગેરે ત્રણેય ડઝન જેટલી અને એ સિવાયની સેંકડો મોટી તથા નોંધપાત્ર કંપનીઓ અહી હેડકવોટર ધરાવે છે. ઉપરાંત નાની નાની કંપનીઓનો જુમલો તો હજારોમાં થવા જાય છે. આ સિલિફોન વેલીમાં જ અમેરિકાના સૌથી વધુ મિલ્યનેર અને બિલ્યનેર વસે છે. અહીં કામ કરતા ત્રીજા ભાગના લોકો ઇમિગ્રન્ટ એટલે કે અમેરિકાની બહારથી આવીને વસેલા છે. અહીંની ૧૭ ટકા કંપનીઓ ચીનાઓ ચલાવે છે. જયારે ૭ ટકા કંપનીઓના વડા તરીકે ભારતીય અથવા તો ભારતીય મૂળના લોકો બિરાજેલા છે.