ગુજરાત સરકારે શાળાની મંજૂરી અને રમત-ગમતના મેદાનના નિયમોમાં કર્યો સુધારો
ગ્રામ્ય વિસ્તારમાં હવે ૨૦૦૦ ચો.મી.ની બદલે ૧૫૦૦ ચો.મી.નું રમત-ગમતનું મેદાન જરૂરી બનશે અને ભાડાનું મકાન પણ ચાલશે: શિક્ષણ બોર્ડના સભ્ય પ્રિયવદન કોરાટની સફળ રજૂઆત
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડના સંદર્ભે વિનીયમો-૧૯૭૪ના વિનીયન ક્રમાંક ૯ (૧૩) (૫)માં સુધારો કરવા અંગે અને ઘણા બધા શિક્ષણ સભ્યો દ્વારા માંગ કરવામાં આવી હતી. જે બાબતે સરકારે સક્રિય વિચારણા મુજબ નવી જોગવાઈ બહાર પાડી છેે અને હવે શહેરી વિસ્તારમાં શાળા શરૂ કરવા માંગતા ટ્રસ્ટ કે મંડળે શાળા કે મકાનનો વિસ્તાર, પાર્કિંગ માટે છોડવી પડતી જગ્યા અને રસ્તા તેમજ માર્જીનની જમીન બાદ કર્યા બાદ રમત-ગમતનું મેદાન ૮૦૦ ચો.મી. ક્ષેત્રફળનું રાખવાનું રહેશે અને ગ્રામ્ય વિસ્તારમાં શાળાના રમત-ગમતનું મેદાન ૧૫૦૦ ચો.મી. રાખવાનું રહેશે. તેમજ શહેરી કે ગ્રામ્ય વિસ્તારમાં ભાડેથી મેદાન લેવાની જોગવાઈ કરવામાં આવે તો મેદાનની જમીન જે તે શાળાના બિલ્ડીંગને સંલગ્ન જ હોવી જોઈએ અને ૧૫ વર્ષનો ભાડાપટ્ટાનો કરાર રહેશે.
શિક્ષણ બોર્ડના સભ્ય ડો.પ્રિયવદન કોરાટે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગને બોર્ડના ઘણા બધા સભ્યો દ્વારા માંગ કરવામાં આવી હતી અને તે માંગ સફળ ઈ છે. નવી માધ્યમિક શાળા શરૂ કરવા માટે હવે નવી જોગવાઈ અમલી બનશે. જૂની જોગવાઈ મુજબ નવી માધ્યમિક શાળાની દરખાસ્ત કરનાર સંચાલક મંડળ તેમની શાળા શહેરી વિસ્તારમાં શરૂ કરવા માંગતા હોય તો શાળાના બાંધકામ માટે રમત-ગમતનું મેદાન ઓછામાં ઓછું ૧૨૦૦ ચો.મી. હોવું જોઈએ જે હવે જોગવાઈમાં સુધારો થઈને નવી જોગવાઈ મુજબ ૮૦૦ ચો.મી.નું હોવું જોઈએ. ગ્રામ્ય વિસ્તારમાં અગાઉ જોગવાઈ મુજબ રમત-ગમતનું મેદાન ૨૦૦૦ ચો.મી.નું હોવું જોઈએ જેમાં હવે સુધારો ઈને નવી જોગવાઈ મુજબ ગ્રામ્ય વિસ્તારમાં રમત ગમતનું મેદાન ૧૫૦૦ ચો.મી.નું જ હોવું જોઈએ.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ ઉપરાંત નવી જોગવાઈ મુજબ ભાડા કરાર રજિસ્ટર હોવો જોઈએ, ભાડા કરારની શરતોનું પાલન યા બાદ જ ભાડે આપેલ મિલકતના હકકમાં કોઈપણ ફેરફારની મંજૂરી આપવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરવાનગી સીવાય ભાડા કરારના સમય દરમિયાન મેદાનનો કોઈપણ અન્ય જગ્યાએ ઉપયોગ થવો ન જોઈએ. ભાડા કરારની મુદત દરમિયાન જો કોઈ ફેરફાર થાય તો તે શાળાની મંજૂરી આપો આપ રદ્દ થયેલ ગણવામાં આવશે અને તે બાબતે કોઈ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં. મેદાન સોની શાળામાં બનતી દુર્ઘટના પ્રસંગે બાળકોની સલામતી માટે ઝડપી બચાવવાના પગલા લઈ શકાય છે જેથી મેદાન ન હોય તેવી કોઈપણ સ્કૂલો ચલાવી લેવામાં આવશે નહીં. આ ઉપરાંત નિયમોનુસાર ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે તો ૫૦૦ી વધારાના દરેક વિદ્યાર્થી દીઠ ૫ ચો.મી.ની જગ્યાએ રમત-ગમતના મેદાનમાં માટે ઉપલબ્ધ કરાવવાની રહેશે તેમજ મેદાનની જગ્યામાં ભવિષ્યમાં કોઈ મકાન બાંધકામ કરી શકાશે નહીં. મેદાન કાયમી ધોરણે ખુલ્લુ રાખવાનું રહેશે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ યોગ્ય પાર્કિંગ વ્યવસ પણ જવાબદારી શાળા મંડળની જ રહેશે.