પોલીસ, મહાનગરપાલીકા અને જીલ્લા આરોગ્ય ટીમની સંયુકત ડ્રાઇવ
સગીર વયના છોકરાઓ ગુટકા તમાકુ સેવન ના રવાડે ચડી ગયા હોય આ દૂષણને અટકાવવા સરકાર દ્વારા અવારનવાર જાહેરનામા તથા ગાઈડ લાઇન્સ બહાર પાડવામાં આવે છે. આમ છતાં, દુકાનદારો દ્વારા તમાકુ અધિનિયમ ના કાયદાનો અમલ થતો ન હોય અને સગીરોને પણ ગુટકા તમાકુ વેચવામાં આવતા હોય, તે અંતર્ગત આવા વેપારીઓ સામે પોલીસે જુવેનાઇલ જસ્ટીસ એકટ હેઠળ કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. જેમાં જુનાગઢ પોલીસ દ્વારા જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વેપારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ
આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જૂનાગઢ શહેર તથા જિલ્લામાં પાનની દુકાનો તથા અન્ય ગલ્લાઓ લારીઓમાં સગીર વયના છોકરાઓને પણ તમાકુ ની પ્રોડક્ટ બેરોકટોક વેચાણ થતું હોવાની ફરિયાદો મળતી હોવા આધારે જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ ની સૂચના આધારે જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના એ ડિવિઝન, બી ડિવિઝન તથા સી ડિવિઝન પોલીસ અને જૂનાગઢ મહાનગર પાલિકા તેમજ જિલ્લા આરોગ્યની ટીમના સભ્યો દ્વારા સંયુક્ત ડ્રાઇવ રાખી કાર્યવાહી કરી, પાન બીડીની દુકાનની આજુબાજુ તેમજ લારી ગલ્લા પાસે જાહેરમાં ધૂમ્રપાન કરતા તેમજ તમાકુ અધિનિયમનો ભંગ કરતા ઇસમો વિરૂધ્ધ પણ કાર્યવાહી કરી, જાહેરમાં દંડ ફટકારવાની તજવીજ કરવામાં આવેલ છે. આ અનુસંધાને કુલ ૨૧ વ્યક્તિઓને જાહેરમાં ધૂમ્રપાન કરતા તથા તમાકુ અધિનિયમ કાયદાનો ભંગ કરતા પકડી પાડી, કુલ રૂપિયા ૪,૦૦૦/- નો દંડ પણ વસુલ કરવામાં આવેલ છે. આ ઉપરાંત તમાકુ અધિનિયમના ભંગ કરનાર વિરુદ્ધ કરવામાં આવતી કાર્યવાહી તેમજ તમાકુના સેવનના કારણે થતા નુકસાન બાબતે ચોપડીઓ તેમજ પેમ્પ્લેટનું પણ વિતરણ કરી, જાહેર જનતાને જાગૃતિ માટે આ સંયુક્ત ટીમ દ્વારા પ્રયાસો પણ હાથ ધરવામાં આવેલ છે.જુનાગઢ જિલ્લા પોલીસ, મહાનગર પાલિકા તેમજ હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરી, જાહેરમાં તમાકુના સેવનના કારણે થતા નુકશાન બાબતે માહિતગાર કરી, *જનજાગૃતિ* માટે યુવાનો તેમજ તમાકુનું સેવન કરતા વ્યક્તિઓને પેમ્પ્લેટ વહેચી અને ચોપડીઓ આપી, તમાકુના સેવનથી સ્વાસ્થ્યને થતા નુકસાન તેમજ શરીરમાં થતી બીમારીઓ બાબતે અવગત કરાવી, જનજાગૃતિનું પણ કામ આ સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવેલ