- પોલીસે ચોરાઉ વાયર, રીક્ષા, મોબાઈલ સહિતનો મુદામાલ જપ્ત કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
- ૭૦૦૦ નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરાઈ
જામનગર સમાચાર : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના બાલવા ગામ સીમ વિસ્તારમાં આવેલ સોલાર પ્લાન્ટમા ચોરીની ઘટના સામે આવી હતી. પ્લાન્ટમાં ત્રાટકેલા તસ્કરો કોપર વાયરની ચોરી કરી જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને ચોરી મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આરોપીને દબોચી લેવા પોલીસ પ્રયત્નશીલ હતી તેવામાં સોર્સ અને બાતમીના આધારે પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલ 2 આરોપીને દબોચી લઇ વધુ તપાસ હાથ ધરી છે.
ચોરી મામલે જામજોધપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ પોલીસ આરોપીઓ સુધી પહોંચવામાં જહેમતશીલ હતી.જામજોધપુર પો.સ્ટે.વિસ્તાર પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન ટેકનીકલ તથા હ્યુમન સોર્સ દ્વારા એ.એસ.આઇ. જે.ડી.મજીઠીયા તથા કોન્સ્ટેબલ સામતભાઇ ડાડુભાઇ ચંદ્રાવાડીયા તથા દીલીપસિંહ વાઘુભા જાડેજા તથા અશોકભાઇ બાબુભાઇ ગાગીયા તથા મહેન્દ્રસિંહ મહીપતસિંહ જાડેજાને ચોર મામલે જાણકારી મળી હતી. આથી પોલીસે ગોપ ગામના પાટીયા પાસે વોચમા રહી ચોરીમાં ઉપયોગ લીધેલ ઓટો રીક્ષા તથા ચોરી કરનાર બે શખ્સોને પકડી પાડયા હતા.
પોલીસે આરોપી શામજીભાઇ ભુરાભાઈ વાઘેલા અને આરોપી કમલેશભાઇ માધાભાઇ પરમારને પકડી પાડયા હતા. જેના કબજામાંથી એક પીયાગો રીક્ષા જેના આર.ટી.ઓ.નં GJ-15-AU-2364 જેની કિ.રૂ.૩૦,૦૦૦, એક આઈ.ટેલ કંપની અને એક લાવા કંપનીનો મોબાઈલ તથા સોલાર કેબલ આશરે ૧૫૦ મીટર લાંબો જેની કિ.રૂ.૭૦૦૦ કબ્જે કરી કાર્યવાહી આગળ ધપાવી છે.આ કામગીરીમાં જામજોધપુર પોલીસ મથકના પીઆઇ વાય.જે.વાઘેલા તથા એ.એસ.આઇ. જે.ડી.મજીઠીયા કોન્સ્ટેબલ સામતભાઈ ડાડુભાઇ ચંદ્રાવાડીયા, દીલીપસિંહ વાઘુભા જાડેજા, અશોકભાઇ બાબુભાઇ ગાગીયા, મહેન્દ્રસિંહ મહીપતસિંહ જાડેજા જોડાયા હતા.
સાગર સંઘાણી