રાજકોટ જિલ્લા ભાજપા દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન જીલ્લા ભાજપા અધ્યક્ષ ડિ.કે.સખીયાના અધ્યક્ષસ્થાને યોજાયું હતુ. આ સંમેલનના મુખ્ય વક્તા ગુજરાત પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ પંડ્યા તેમજ જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, જીલ્લા મહામંત્રી ભાનુભાઈ મેતા, પ્રદેશ ઉપાધ્યક્ષ જશુમતીબેન કોરાટ, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયા, પ્રવીણભાઈ માંકડિયા, જનજાગૃતિ સંમેલનના સંયોજક રાજુભાઈ ધારૈયા, સહ-સંયોજક ચંદુભાઈ શિંગાળા ઉપસ્થિત રહી ભારતમાતાની પ્રતિમા સમક્ષ દીપપ્રાગટ્ય કરી પ્રબુદ્ધ નાગરિક સંમેલનને ખુલ્લું મુક્યું હતું.
પ્રબુદ્ધ નાગરિક સંમેલનને સંબોધતા પ્રદેશ ભાજપા પ્રવક્તા ભરતભાઈ પંડ્યાએ દેશપ્રેમી, કાશ્મીર પ્રેમી, ભાજપા પ્રેમી પ્રબુદ્ધ નાગરીકોને આવકારતા જણાવ્યું હતું કે, હૃદય અને આત્માને ત્રણ વાત સ્પર્શતી હોય છે. ઈશ્વર સાધના, દેશભક્તિ અને જનસેવા થકી કોઈની ખુશીના ભાગીદાર બનીએ છીએ અને સેવા કર્યાનો આનંદ અનુભવીએ છીએ. કોંગ્રેસએ કાશ્મીરમાં ૩૭૦મી કલમ નાખીને કાશ્મીરના પ્રશ્નને પેચીદો બનાવ્યો હતો. જેને ભારતીય જનતા પાર્ટીની સરકારે ૭૦ વર્ષ જુનો કાયદો હટાવીને ભારતની દેશપ્રેમી જનતાના આત્માને ખુશી મળી છે. ૩૭૦ અને ૩૫-એ કલમ હટાવ્યો એટલે આપણે ૭૦ વર્ષ જુના પાસવર્ડને હટાવ્યો છે. જે પાસવર્ડ હટતા કોંગ્રેસ અને દેશદ્રોહીઓના પેટમાં તેલ રેડાયું અને કાગારોળ મચાવી છે. કોંગ્રેસના પાપે ભારતનું બંધારણ-સંવિધાન કાશ્મીરમાં અલગથી લાગુ પડે ભારતના અબજો રૂપિયા કાશ્મીરના વિકાસ માટે આપીએ જેનો ઉપયોગ આતંકવાદમાં થાય. શ્યામાપ્રસાદ મુખર્જી પ્રથમવાર મંત્રી બન્યા અને કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે. તેનો તટસ્થપણે વિચારો રજુ કર્યા ત્યારે નહેરુજીએ જનસંઘને કચડી નાખવાની વાત કરી અને શ્યામાપ્રસાદ મુખર્જીએ આંદોલન કર્યું અને તેને જેલમાં પુરવામાં આવ્યા અને જેલમાં જ તેમનું શકમંદ મોત થયું.
જહા હુએ બલિદાન મુખર્જી, વો કાશ્મીર હમારા હૈ ભાજપાની લડાઈ આતંકવાદ સામેની લડાઈ છે. આતંકવાદને ખતમ કરવા ૩૭૦ નાબુદ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તથા મહામંત્રી અમિતભાઈ શાહએ ઐતિહાસિક નિર્ણય લઈને આજે કાશ્મીરમાં શાંતિ સ્થપાય છે.જેનાથી આપણું નેતૃત્વ વિશ્વમાં સશકત બન્યું છે. ભારત વિશ્વગુરુ બનવાની દિશામાં જઈ રહ્યું છે. ૩૭૦ જે સરદર્દ બન્યું હતું તે આજે મુકુટ બન્યું છે. ભારત જમીન કા ટુકડા નહિ, જીતા જાગતા રાષ્ટ્ર પુરુષ હૈ આ તકે ભરતભાઈ પંડ્યાએ સંગઠનની બુથ સમિતિમાં ખુબ જ સારું કાર્ય થતા સહુને અભિનંદન આપ્યા હતા.
આ તકે પ્રભારી પ્રકાશભાઈ સોનીએ સંગઠનાત્મક માહિતી તથા બુથ સમિતિની કામગીરીની છણાવટ તેમજ ૩૭૦ કલમ અંગેની સમજ આપી હતી.
રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ ડિ.કે.સખીયાએ ઉપસ્થિત સહુ પ્રદેશ ભાજપાના આગેવાનોનું શબ્દોથી તેમજ બુક આપી સ્વાગત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગૃહમંત્રી અમિતભાઈ શાહએ ૩૭૦ અને ૩૫-એ કલમને દુર કરીને કાશ્મીરમાં શાંતિ સ્થાપી છે. કાશ્મીરની પ્રજા આજે સુખ-ચેનથી રહી શકે છે. અત્યાર સુધીમાં એક પણ વખત આતંકવાદી હુમલા થયા નથી. ભાજપા રાષ્ટ્રવાદને વરેલો પક્ષ છે.
ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષ જશુમતીબેન કોરાટએ પ્રદેશના આગામી કાર્યક્રમોની માહિતી આપી હતી.રાજકોટ જીલ્લા ભાજપા મહામંત્રી ભાનુભાઈ મેતાએ કાર્યક્રમનું સંચાલન કરતા જણાવ્યું હતું કે પ્રદેશ ભાજપાના સંગઠનાત્મક કાર્યક્રમો હોય કે સરકારના નિર્ણયાત્મક નિર્ણયોને આવકારતા કાર્યક્રમોને સફળતાપૂર્વક પાર પાડીને તમામ કાર્યકર્તાઓ પ્રજાની વચ્ચે રહી ભાજપાના વિકાસની વાતો લોકો સુધી પહોચાડવા હંમેશા પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને ભાજપાનું સંગઠન મજબુત કર્યું છે. તે બદલ તમામ કાર્યકર્તાઓનો ખુબ ખુબ આભાર માન્યો હતો.
આ સંમેલનમાં જીલ્લા ભાજપ હોદેદારો, મંડલના હોદેદારો, ચૂંટાયેલા સદસ્યો, અલગ-અલગ ક્ષેત્ર, વર્ગ અને સમાજના પ્રબુદ્ધ નાગરીકો, નામાંકિત ડોકટરો, વકીલો તેમજ વિવેકાનંદ કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનની વ્યવસ્થા અલ્પેશભાઈ અગ્રાવત, હિરેનભાઈ જોશી, દીપકભાઈ ભટ્ટ, જયેશભાઈ પંડ્યા, અમૃતલાલ દેવમુરારી, દિનેશભાઈ વિરડા, વિવેક સાતા, ઉત્સવ મહેતા, કિશોર ચાવડાએ સંભાળી હતી. તેમ જીલ્લા મિડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળ યાદીમાં જણાવે છે.