ન્યૂ રેસકોર્સનું કુદરતી તળાવ બારે માસ ભરેલુ રખાશે: બોટિંગ સહિતની સુવિધા ઉભી કરાશે

આવતીકાલે મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રેસકોર્સ  ૨ નું ભવ્યાતિભવ્ય ખાતમુહૂર્ત વા જઈ રહ્યું છે ત્યારે રંગીલા રાજકોટને નવલું નજરાણું પુરું પાડવા જિલ્લા વહીવટીતંત્ર અનન્ય જોમ અને જુસ્સા સો તૈયારીને આખરી ઓપ આપી રહ્યા છે. સમગ્ર તૈયારી કલેકટર ડો. વિક્રાંત પાંડેના માર્ગદર્શન હેઠળ પુરજોશમાં ચાલી રહી છે.  કલેકટર ડો. વિક્રાંત પાંડે અને તેમની ટીમે સ્ળ પર ખાસ હાજર રહી તૈયારી અંગે માર્ગદર્શન પુરું પાડ્યું હતું

DSC 9546બીજા રીંગ રોડ પાસે નિર્માણ વા જઈ રહેલ નવું રેસકોર્સ ૨ રાજકોટના લોકોની ફરવાની જગ્યામાં ઉમેરો કરવા જઈ રહ્યું છે, જેના ખાતમુર્હત પ્રસંગે યુવા સિંગર દર્શન રાવલ યુવા ધન નેડોલાવશે. રાજકોટની નામાંકિત શાળા કોલેજોના વિર્દ્યાીઓ ખાસ ઉપસ્તિ રહેશે જીનીયસ સ્કુલના ડી. વી. મહેતા, આત્મીય કોલેજના નલીન ઝવેરી, આર. કે. યુનિવર્સીટીના હર્ષલ દેસાઈ, મારવાડી કોલેજ તેમજ વિવીપી કોલેજના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું.

ન્યુ રેસકોર્સમાં કુદરતી તળાવ હોય ત્યાં બારેમાસ પાણી ભરેલું રહે તેવી વ્યસ સિંચાઈ વિભાગ દ્વારા ઉભી કરાશે પરિણામે સહેલાણીઓ બોટિંગની મજા લઈ શકે. આ ઉપરાંત ન્યુ રેસકોર્સમાં રાઈડ, કલરફુલ બગીચો અને અન્ય વિવધ આકર્ષણ ઉભા કરાશે.

સ્ળ મુલાકત દરમ્યાન તાલુકા પંચાયત પ્રમુખ ઘોઘુભા જાડેજા, બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય, પ્રાંત અધિકારી પી. આર. જાની, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વદર, તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્તિ રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.