પ્રદેશ નિરીક્ષક વસુબેન ત્રિવેદી, વાસણભાઈ આહિર અને જીતુભાઈ હિરપરા દ્વારા રાજકોટ જિલ્લાની ચાર બેઠકો માટે ભાજપના ઉમેદવાર પસંદ કરવા સેન્સ લેવાઈ: દાવેદારો સમર્થકોના ધાડા સાથે ઉમટયા
વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ઉમેદવારો પસંદ કરવા સેન્સ લેવાની પ્રક્રિયા શ કરવામાં આવી છે. રાજકોટ શહેરની ચાર બેઠકો માટે સંભવિતોને સાંભળી લીધા બાદ આજે પ્રદેશ નિરીક્ષક પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, સંસદીય સચિવ વાસણભાઈ આહિર અને પૂર્વ મેયર જીતુભાઈ હરિપરા દ્વારા રાજકોટ જિલ્લાની ચાર બેઠકો માટે સેન્સ લેવામાં આવી હતી. જેમાં જેતપુર-જામકંડોરણા બેઠક માટે ભાજપમાં માત્ર બે જ નામો આવ્યા છે. જયારે ધોરાજી-ઉપલેટા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવા ૧૧ દાવેદારો મેદાનમાં છે. આ અંગે વધુ માહિતી આપતા જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, મહામંત્રી ભાનુભાઈ મેતા, ડો.ભરત બોઘરા અને જેન્તીભાઈ ઢોલે જણાવ્યું હતું કે, આજે સવારથી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ નિરીક્ષક વાસણભાઈ આહિર, વસુભાઈ ત્રિવેદી અને જીતુભાઈ હિરપરા દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં ભાજપના પ્રતિક કમળ પરથી ચૂંટણી લડવા દાવેદારોએ પોતાના દાવેદારી રજૂ કરી હતી. ધોરાજી-ઉપલેટા બેઠક માટે ધારાસભ્ય પ્રવિણભાઈ માકડીયા ઉપરાંત, નરસિંહભાઈ દેવસીભાઈ મુંગલપરા, હસમુખભાઈ છગનલાલ સોજીત્રા, જયંતીલાલ મોહનલાલ માંગરોલીયા, હરીભાઈ ગોવિંદભાઈ ઠુમ્મર, મનીષભાઈ બાબુભાઈ ચાંગેલા, રાજાભાઈ સુવા, અશોકભાઈ દલસાણીયા, નીતિનભાઈ કાલરીયા, મુકતાબેન રણછોડભાઈ વઘાસીયા અને પૂર્વ સાંસદ હરીભાઈ પટેલે પોતાની દાવેદારી રજૂ કરી છે. જયારે જેતપુર-જામકંડોરણા બેઠક માટે માત્ર બે જ નામો આવ્યા છે જેમાં રાજય સરકારના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા અને પૂર્વ મંત્રી જશુમતીબેન કોરાટે ચૂંટણી લડવા માટે ઈચ્છા વ્યકત કરી છે.બપોર બાદ જસદણ-વિછીંયા વિધાનસભા બેઠક અને ગોંડલ વિધાનસભા બેઠક માટે નિરીક્ષકો સંભવિતોને સાંભળશે. આજે સેન્સ પ્રક્રિયા દરમિયાન સાંસદ મોહનભાઈ કુંડારીયા, કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ, જશુમતીબેન કોરાટ ઉપસ્થિત રહ્યાં હતા. સમગ્ર વ્યવસ્થા અલ્પેશભાઈ અગ્રાવત, હિરેનભાઈ જોશી, અણ નિર્મલ, જયેશ પંડયા, બિપીન રેલીયા, વિનોદ દક્ષીણી, વિવેક સાતા, અમૃતલાલ દેવમુરારી, સાગર ભરવાડ અને કિશોરભાઈ ચાવડાએ સંભાળી હતી.