ઈસ્ટ ઝોન કચેરીના એડીશ્નલ સિટી એન્જીનીયર હારૂન એચ.દોઢીયાએ ‘અબતક’ સોની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૯માં ૮૦ એમએલડીની ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ પૂર્ણ યું તે સૌથી મોટી સીધ્ધી છે. અત્યાર સુધી રાજકોટની વોટર ટ્રીટમેન્ટની કેપેસિટી ૨૩૬.૫૦ એમએલડીની હતી. ૮૦ એમએલડીની એસટીપીનું કામ પૂર્ણ તા હવે આ કેપેસિટી ૨૧૬.૫ એમએલડીની વા પામી છે.
હાલ ૨૦૦ એમએલડી પાણી રોજ ટ્રીટ કરવામાં આવી રહ્યું છે. શહેરના ૧૦ ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન પર મશીનરી અપડેટ કરવાની કામગીરી ચાલી રહી છે. ઈસ્ટ ઝોનમાં મોરબી રોડ પર કોમ્યુનિટી હોલ બનાવવાનું કામ પૂર્ણક રવામાં આવેલ છે. જ્યારે વેસ્ટ ઝોનમાં હું હતો ત્યારે અહીં વોર્ડ નં.૧૦માં શહેરના સૌપ્રમ એસી કોમ્યુનિટી હોલનું નિર્માણ અને લોકાર્પણ કરાયું તે સૌથી સંતોષકારક કામગીરીઆ વર્ષે રહેવા પામી છે. પડકારની ચર્ચા કરવામાં આવે તો ચોમાસાની સીઝનમાં શહેરમાં પડેલા રેકોર્ડબ્રેક વરસાદના કારણે વરસાદી પાણીના નિકાલની સમસ્યા ખુબજ વિકરાળ બની હતી. સતત ૨ માસ સુધી ગટરની અને ડી વોટરીંગની કામગીરી ચાલુ રાખવી પડી હતી. આગામી વર્ષમાં ઈસ્ટ ઝોનમાં આવતા કોઠારીયા વિસ્તારમાં ડ્રેનેજ અને ડીઆઈ પાઈપ લાઈનનું કામ પૂર્ણ કરવા નેશનલ હાઈવે ઓોરીટી અને રેલવેની મંજૂરી લેવામાં આવશે. ૨૦૨૦માં આજી રિવર ફ્રન્ટ ડેવલોપમેન્ટનું કામ પણ પુરજોશમાં શરૂ ાય તેવા લક્ષ્યાંક સો કામગીરી કરવામાં આવશે.