શ્રાવણ માસ દરમિયાન ડોનેશન, પૂજાવિધી પ્રસાદી, સાહિત્ય વિગેરે દ્વારા શ્રી સોમનાથ ટ્રસ્ટને અંદાજીત પાંચ કરોડ તેર લાખ જેટલી આવક થવા પામી છે

શ્રાવણ માસ અંતર્ગત રવિવાર, સોમવાર, રક્ષાબંધન જન્માષ્ટમી , અમાસ જેવા તમામ તહેવારો સહિત અંદાજીત  ૨૦ લાખ જેટલા લોકોએ શ્રી સોમનાથ મહાદેવના દર્શનનો  લાભ લીધેલ હતો. તેમજ સોશ્યલ મીડીયાના માધ્યમથી જુદા-જુદા  ચાલીસ દેશોમાં  કરોડો લોકોએ  શ્રી સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લીધેલો  જેમાં ફેસબુક દ્વારા દોઢ કરોડ, ઇન્સ્ટાગ્રામ દ્વારા છ લાખ ચાલીસ હજાર અને ટ્વીટર દ્વારા તેર લાખ પચાસ હજાર  લોકો દ્વારા  શ્રી સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો.

શ્રાવણ માસ દરમિયાન ૨૦ દિવસ સુધી સાંસ્ક્રુતિક કાર્યકાર્યક્રમોનું આયોજન શ્રી સોમનાથ ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવેલ હતું, જેમાં નામાંકિત કલાકારો દ્વારા લોકસાહિત્ય, લોકગીત,રાસગરબા, નાટકો વિગેરે રજૂ કરવામાં આવેલ. હતા. જેમાં કુમાર સંભવ મહાકાવ્ય આધારિત શિવ પાર્વતિ ન્રુત્ય નાટિકા આકર્ષક રહ્યું હતું અને લોકોને મંત્ર મુગ્ધ કર્યા હતા. આ સમગ્ર દિવસોના કાર્યક્રમનો સ્થાનિક લોકો સહિત બહારથી દર્શનાર્થે પધારેલા યાત્રિકોએ બહોળી સંખ્યામાં  લાભ લીધો હતો.

શ્રાવણ માસ દરમિયાન ભક્તો દ્વારા કુલ ૯૪- સવાલક્ષ બિલ્વપૂજા, ૨૩૧- ધ્વજારોહણ, ૨૧૧- તત્કાલ મહાપુજા, કરવામાં આવેલ. હતી. સાત હજારથી વધારે લોકોએ મહામ્રુત્યુંજય જાપનો લાભ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.