બપોરે ૧:૨૫ કલાકે રાજકોટથી ૨૭ કિલોમીટર દુર ઉતર-પૂર્વ દિશામાં આંચકાનું કેન્દ્રબિંદુ નોંધાયું

સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા બે માસથી ધરતીમાં કમ્પન્ન વઘ્યું છે ત્યારે આજે બપોરે ૧:૨૫ કલાકે રાજકોટથી ૨૭ કિલોમીટર દુર ઈસ્ટ નોર્થ ઈસ્ટ ખાતે બે રીકટલસ્કેલનો ભુકંપનો આંચકો અનુભવાયો હતો. આંચકો સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી. સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ ના જણાવ્યા મુજબ ગઈકાલે રાતના ૧૨ વાગ્યા બાદ કચ્છના બેલામાં અને દુધઈમાં વહેલી સવારે ભુકંપનો આંચકો અનુભવાયો હતો ત્યારબાદ એકપણ આંચકો આવ્યો ન હતો જોકે આજે બપોરે ૧:૨૫ વાગ્યે રાજકોટમાં ૨ની તિવ્રતાનો આંચકો આવતા લોકોમાં ગભરાહટનો માહોલ ફેલાયો હતો.

જોકે આંચકો સામાન્ય કોઈ જાનહાની થઈ ન હતી અને વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ પણ વારંવાર આવતા ભુકંપના આંચકાનું કારણ આ વર્ષે વધુ વરસાદ અને ખાસ તો જળસપાટીમાં વધારો થતા કમ્પન્ન થઈ રહ્યા છે અને આ કમ્પન્ન સામાન્ય હોય લોકોએ ગભરાવવાની જરૂર નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.