સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૭ હજાર જેટલા વિદ્યાર્થી અને કર્મચારીઓ વિશ્ર્વ યોગ દિનની ઉજવણીમાં જોડાયા
યુનાઈટેડ નેશન્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા ‘ઈન્ટરનેશનલ ડે ઓફ યોગા’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જેના ભાગ‚પે દેશમાં નાગરીકોમાં યોગ વિશે જાગૃતિ વધે તે હેતુથી સમગ્ર દેશમાં ભારત સરકાર દ્વારા મોટાપાયે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત યોગના મહત્વથી સમાજના દરેક ઉંમરના વ્યકિતને માનવ વિકાસ સાથે સ્વાસ્થ્યપૂર્ણ જીવન માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે મુખ્ય રંગમંચની સામે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
યુનિવર્સિટીના કર્મચારીઓ, ટીચીંગ-નોન ટીચીંગ સ્ટાફ, સિન્ડીકેટ સભ્યો, ડોકટરોએ ઉપસ્થિત રહી યોગા ડેની ઉજવણી કરી યોગ કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ખાસ સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણ, રજીસ્ટાર ધીરેન પંડયા, અન્ય સિન્ડીકેટ સભ્યો તેમજ જુદા જુદા ભવનના હેડ અને શિક્ષકો તેમજ ૭ હજાર જેટલા વિદ્યાર્થી દ્વારા યોગ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર યુનિ.ના શારીરિક શિક્ષણ વિભાગે જહેમત ઉઠાવી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા દસ દિવસથી યુનિવર્સિટીના કર્મચારીઓ, ટીચીંગ, નોન ટીચીંગ સ્ટાફ બધાનો ટ્રેનીંગનો પ્રોગ્રામ ચાલતો હતો. આશરે આજે ૭ હજાર વિદ્યાર્થીઓએ યોગા કર્યા. યોગાની વૈશ્ર્વિક જીવન પર ખુબ સારી અસર થઈ છે. તન, મન અને બુદ્ધિને તીવ્ર રાખવા માટે અને તણાવ ઘટાડવા માટે આખા વિશ્ર્વની અંદર આજે યોગા થાય છે. નરેન્દ્રભાઈ મોદીએ ભારતની આ વિરાસતને વૈશ્ર્વિક લેવલ પર મુકી અને વિશ્ર્વ આખાએ સ્વિકાર્યું. સૌ.યુનિ.ની ૨૨૯ કોલેજના ૨ લાખ વિદ્યાર્થીએ પોતાની કોલેજમાં યોગા કર્યા. યુનિવર્સિટીના ૩૦ ભવનના વિદ્યાર્થી અને જે તે સંયુકત કોલેજના ૭ હજાર વિદ્યાર્થીઓએ યોગ કર્યા. આ યોગ દરરોજ કરવાની પ્રક્રિયા છે અને પ્રોત્સાહન આપવા માટે સૌ.યુનિ.એ ફિઝીકલ એજયુકેશન ઈન યોગ કોર્ષ આવતા વર્ષથી શ‚ કરીએ છીએ.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ભાઈ-બહેનો માટે સેપરેટ જીમ છે અને વિમેન ફિટનેસ સેન્ટરએ પણ જીમ છે. તેમાં યોગા અને બીજી અન્ય બધી કસરતો કરવામાં આવે છે અને મહિનાની ૧૦૦ . ફી સાથે કોર્ષ કરાવામાં આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય અને એચ.એન.શુકલાના ટ્રસ્ટી નેહલ શુકલએ જણાવ્યું હતું કે યોગ કરવાની હંમેશા મન અને તન પ્રફુલ્લીત રહેતા હોય છે. ભારતના વડાપ્રધાન મોદીજીના પ્રયત્નથી ૨૧ જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિનની માન્યતા મળી છે. ત્યારે સૌ.યુનિ.ના ૬ હજારથી વધુ વિદ્યાર્થીએ એક સાથે યોગ કર્યા છે અને ખરેખર યોગથી શરીરમાં જે સ્ફુર્તિ મળે છે અને પ્રસન્નતા આવે છે. તે આજે યોગ દિનથી પ્રસ્થાપિત થાય છે.
રાજકોટના જાણીતા એવા ડો.અમીત હાપાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વિશ્ર્વ યોગ દિવસને લઈને મોદીજીએ જે પારણા શરૂ કરી છે તેના ઉપક્રમે યુનિવર્સિટી ખાતે યોગનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહીને યોગ કર્યા છે. જે સમાજને વિશ્ર્વને દેન છે કે સારા સ્વાસ્થ્ય, સારુ મન અને સારુ તન આનુ સુમંગલ યોગ દ્વારા સામાન્ય વ્યકિત પણ સારુ સ્વાસ્થ્ય મેળવી શકે છે અને આજ પ્રણાલીને સૌ.યુનિ.નાં કુલપતિએ અને રજીસ્ટારએ બિરુદ ઝડપયું અને તેના પરિણામ રૂપ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બહોળી સંખ્યામાં લોકોએ યોગ વિશે તાલીમ લીધી. મારુ તમામ જનતાને સંદેશ છે કે યોગ એ ભારતનું ઘરેણુ છે. જે સમગ્ર સમાજને ભારતે આપ્યું છે તો તમામ લોકો યોગ શીખે અને યોગ દ્વારા સારુ સ્વાસ્થ્ય મેળવે.