ધોરાજી પાસે આવેલ ભાદર 2 ડેમ સાઈટ પાસે ડેમનાં કાઢીયા પાસે ધોરાજી નાં જુનાગઢ રોડ પર રહેતાં દેવી પુજક પરીવાર ના 4 યુવાનો જે સાવરણી વેચવાનો વ્યવસાય કરતાં અને 4 યુવાનો ભાદર ડેમ 2 નહાવા ગયેલ બપોરે જેમાથી 2 યુવાનો ના ઉંડા પાણી માં ગરકાવ થતાં અન્ય બે યુવાનો રાડારાડી કરતાં આજુબાજુના રહેતાં લોકો એ પોલીસ અને 108 તથા ડેપ્યુટી કલેકટર મામલતદાર  તથા પોલીસ તથા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે તાત્કાલીક પહોંચી ગયા હતા 2 કલાક ની જહેમત બાદ 2 યુવાન નાં મૃતદેહ માળી આવ્યા હતા

જેમાં એક નું નામ શૈલેષ રમેશ ચૌહાણ ઉ19 અને બીજો અજય કેશુભાઈ ચૌહાણ ઉ 19 બન્ને નાં ઘટના સ્થળે મોત થયાં હતાં જ્યારે બચી ગયેલા યુવાન માં 1 સાગર રામદેવ ચૌહાણ 2 સુરેશ મેરામણ ચૌહાણ બંને બચી ગયા હતા આ ઘટના થી દેવી પુજક પરીવાર તથા પંથકમાં ઘેરા શોક ની લાગણી ફેલાઈ ગઈ હતી બન્ને ના મૃતદેહ ને ધોરાજી સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા અને ઘટના ની જાણ થતાં ડેપ્યુટી કલેકટર તુષાર જોષી તથા મામલતદાર શ્રી પંડ્યા અને ફાયરબ્રિગેડ નાં જવાનો તથા મનસુખ સોલંકી તથા મુકેશભાઈ જોરીયા ચક્કી વાળાં પણ સ્થળ પર પહોંચી ગયા હતા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.