ફૂડ ફોર ઓલ!!!

સરકારી ગોડાઉનોમાં પડેલા અનાજની જાળવણી ખર્ચને બચાવવાની સાથે ગરીબોને સસ્તા દરે ભરપેટ ભોજન આપવા મોદી સરકારનો આવકારદાયક નિર્ણય

છેલ્લા થોડા વર્ષોથી દેશમાં પડી રહેલા પૂરતા વરસાદના કારણે વિવિધ પાકો વિપુલ માત્રામાં થવા પામ્યા છે. જેથી, પાકોનાં ભાવો ગગડતા સરકારે ટેકાના ભાવે ખેડુતો પાસેથી ખરીદી કરી છે. દેશભરનાં સરકારી ગોડાઉનો વિવિધ અનાજોથી છલકાઈ રહ્યા હોય તેની સાચવણી મોંઘી પૂરવાર થઈ રહી છે. જેથી, નવી બનેલી મોદી સરકારે આ સમસ્યાથી છૂટકારો મેળવવાની સાથે ગરીબ અને જરૂરીયાતમંદ પરિવારોને રાહતદરે પૂરતો આહાર મળી રહે તેવા બેવા આશયથી રાશનકાર્ડ પર વ્યકિતદીઠ બે કીલો વધુ અનાજ અપાવાનો નિર્ણય કર્યો છે. દેશના તમામ ગરીબ પરિવારોને ભોજનની બાંહેધરી આપવા રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો બનાવવામાં આવ્યો છે. આ યોજના હેઠળ બીપીએલ રેશનકાર્ડ ધારકોને રેશનકાર્ડ પર હાલમાં સસ્તા દરથી અંદાજીત નિશ્ચિત જથ્થામાં અનાજ પૂરવઠો આપવામા આવે છે. દેશભરનાં સરકારી ગોડાઉનો અનાજથી છલોછલ ભરેલા હોય મોદી સરકારે આ યોજનાના રેશનકાર્ડ ધારકોને વધુ અનાજ આપવા  નિશ્ચિત જથ્થાની જગ્યાએ યુનિટના હિસાબે પુરવઠો આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ પ્રતિ વ્યકિતદીઠ પાંચ કીલો ચોખા અને હાલ આપવામાં આવશે. ઉપરાંત આવા રેશનકાર્ડ ધારકોને પ્રતિ માસ ૧ કિલો ખાંડ આપવામાં આવશે આ વધુ અનાજ આપવા માટે કેન્દ્ર સરકારે તૈયારીઓ આદરી દીધી છે.

કેન્દ્ર સરકારે દરેક અન્ન સુરક્ષા યોજનાના લાભાર્થીઓને દર મહિને વધારાનું બે કિલો અનાજ આપવાનું નકકી કર્યું છે. હવે દરેકને ૭ કિલો માસીક રાશનના કવોટા મુજબ લાભ મળશે. આ યોજનાનો લાભ ૮૧ કરોડ લાભાર્થીઓને મળશે ઘઉં અને ચોખાની સાથે સાથે ખાંડ વિતરણના વધારાનો લાભ ૧૯ કરોડ પરિવારોને અપાશે. અત્યારે માત્ર ૨.૪ કરોડ અંત્યોદય પરિવારોને જ નાગરીક પૂરવઠા વિભાગ દ્વારા ખાંડ આપવામાં આવે છે હવે તમામ રેશનકાર્ડ ધારકોને ખાંડ મળશે.રાષ્ટ્રીય અન્નસુરક્ષા અંત્યોદય યોજના અંતર્ગત દરેક બીપીએલ પરિવારોને ૧, ૨ અને ૩ના ભાવે અનાજ ઘઉં અને ચોખા આપવામાં આવે છે.

આ યોજના અંતર્ગત હવે ગરીબીથી દરેક અતિ ગરીબ પરિવારોને રૂપીયા ૧,૨ અને ૩ના ભાવે ૩૫ કિલો અનાજ આપવાનું દર મહિને લક્ષ્ય રાખવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશના ગરીબ પરિવારોનું ચૂંટણી પછીની ભેટ આપવામાંવી હોય તેમ અનાજની કિંમત ઘટાડીને અનાજનું પ્રમાણ વધારવામાં આવ્યું છે. દેશના ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા દ્વારા ૧ લાખ ટન ઘઉંના સંગ્રહ માટે ૨૬ કરોડ રૂપીયાના ૧ લાખ ટન ચોખાના સંગ્રહ માટે ૪૧ કરોડ રૂપીયાનો વાર્ષિક ખર્ચ કરવામાં આવે છે. અને કુલ ૨૬ હજાર કરોડ રૂપીયા વાપરવામ આવે છે.

છ મહિનાની સબસીડીનો ખર્ચ ૫૦ હજાર કરોડ થાય છે. તેમાંથી ખાંડમાં કિલોએ ૧૩.૫૦ રૂ.ની સબસીડી માટે સરકારને ૪૭૦૦ કરોડના ખર્ચે થાય છે. ઘઉં અને ચોખાના સંગ્રહમાં અત્યાર સુધી ૭૫ મિલિયન ટનનો સ્ટોક રાખવામાં આવતો હવે આવતા મહિનાથી ૮૦ મિલિયન ટનનો સ્ટોક રાખવામાં આવશે. આમ, દેશના સરકારી ગોડાઉનો હાલમાં વિવિધ અનાજોથી છલોછલ ભરેલા છે. અને તેનો જાળવણી ખર્ચ કરોડો રૂ.માં ભોગવવો પડે છે. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા હેઠળ ગરીબ પરિવારોને વધારે અનાજ પૂરવઠો આપીને મોદી સરકાર એક સાથે આ સમસ્યાથી છૂટકારો મેળવી જે ગરીબોને ભર પેટ ભોજન કરાવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.