સવારથી જ સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજકોટમાં બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે. રાજકોટ મેટોડા GIDCમાં ધોધમાર એક કલાકમાં 2 ઇંચ વરસાદ નોધાયો છે. આથી રસ્તાઓ પર પાણી ભરાય જતા વાહનચાલકોમાં મુશ્કેલી પડી હતી.
અમરેલી, કોડીનાર અને સુત્રાપાડામાં ધીમીધારે વરસાદનું આગમન થયું હતું. જેથી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ સાથે જ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.આટકોટમાં આજે શુક્રવારે બપોરે ધીમી ઘારે વરસાદ પડ્યો હતો. અડધો ઈંચ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી વહેતું થઈ ગયું હતું.
વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ દીવ માં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદના પગલે દીવથી મુંબઈ જઈ રહેલી ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. ફ્લાઈટ થતા પેસેન્જરો અને એરપોર્ટ સંચાલકો વચ્ચે બોલાચાલી થઇ હતી. ફ્લાઈટ રદ્દ થતા ૨૫થી ૩૦ જેટલા પેસેન્જરો અટવાયા હતા. હાલ દીવમાં ધોધમાર વરસાદ ચાલુ છે.