- ભાષા-પ્રદેશ સહિતના અનેક પડકારોનો સામનો કરી બાળકોનું પરિવાર સાથે કરાવ્યું મિલન: 4થી 17 વર્ષની વયના બાળકોનું પ્રમાણ વધુ
માર્ગદર્શનના અભાવે અને બેદરકારીના કારણે ઘણા બાળકો ઘરેથી ભાગી જતા હોય છે અથવા ગુનાહિત વૃત્તિનો શિકાર બનતા હોય છે. ત્યારે દિલ્હી પોલીસના બે હેડ કોન્સ્ટેબલ સીમા દેવી અને સુમન હુડ્ડાએ છેલ્લા નવ મહિનામાં ગુમ થયેલા 104 બાળકોને શોધવાનું પ્રશંસનીય કામ કર્યું છે. તે બાળકોની શોધ માટે હરિયાણા, બિહાર અને યુપીના દૂરના વિસ્તારોમાં ગયા હતા. જ્યાં તેઓએ ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો, જેમાં પરિવારો પાસે તેમના બાળકોના તાજેતરના ફોટોગ્રાફ્સ ન હોવા, ભાષાના અવરોધો, અજાણ્યા સ્થાનો અને અન્ય રાજ્યોમાં તેઓ મુલાકાત લીધેલા સ્થાનો પર સ્થાનિક લોકો દ્વારા યોગ્ય જવાબ ન આપવા સહિતનો સમાવેશ થાય છે. આવા અવરોધો છતાં, બંનેએ સફળતાપૂર્વક બાળકોને શોધી કાઢ્યા અને તેમનું પરિવારો સાથે પુન:મિલન કરાવ્યુ હતું.
ઉત્તરી જિલ્લામાં માનવ તસ્કરી વિરોધી એકમમાં પોલીસ તૈનાત છે. કોન્સ્ટેબલ દેવીએ જણાવ્યું હતું કે ઓપરેશન મિલાપ હેઠળ માર્ચ અને નવેમ્બર વચ્ચે બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. કેટલાક દૂરના વિસ્તારોમાં, મુખ્ય પડકાર ટોપોગ્રાફી અને લોકો અને સ્થળ સાથે અપરિચિત હતો. આવા કિસ્સાઓમાં સ્થાનિક પોલીસની મદદ લેવાય હતી. “એવા કિસ્સાઓ પણ હતા જ્યારે બાળકોએ લોકોનો સંપર્ક કરવા માટે જે ફોન નંબરનો ઉપયોગ કર્યો હતો તે સ્વીચ ઓફ કરવામાં આવ્યા હતા. આવા કિસ્સાઓમાં, અમે ફોનના છેલ્લા લોકેશનને ટ્રેસ કરવા માટે સાયબર ટીમની મદદ લીધી,” તેમણે કહ્યું.
નવી જગ્યાએ, મહિલાઓએ સ્થાનિક લોકોનો વિશ્વાસ જીતવો પડ્યો, જેમાં સમય લાગ્યો, ત્યારબાદ તેઓએ ઘરે-ઘરે જઈને શોધખોળ કરી શકી. દેવીએ કહ્યું કે ઘણા પ્રસંગોએ જૂની તસવીરોને કારણે કેટલાક બાળકોની ઓળખ કરવી અશક્ય બની ગઈ છે. ત્યારે બચાવી લેવામાં આવેલા બાળકો, જેમાંથી મોટા ભાગના 4 થી 17 વર્ષની વચ્ચેના હતા, તેમના માતાપિતા દ્વારા શારીરિક રીતે ઓળખ કરાઇ હતા.
કોન્સ્ટેબલ સુમન હુડ્ડા, જેઓ માર્ચમાં એએચટીયુમાં જોડાયા હતા, તેમણે કહ્યું કે બાળકોનું તેમના પરિવારો સાથે પુન:મિલન કરાવવાનું કાર્ય ખૂબ જ ગર્વ અને રાહતનો અનુભવ કરાવે છે. “અમારી પાસે કામના ચોક્કસ કલાકો નથી. જ્યારે પણ અમને બાળકોના ગુમ થવાની માહિતી મળે છે, અમે તરત જ અમારું ઘર છોડી દઈએ છીએ. એવા દિવસોમાં હું મારા બાળકોને જોતી નથી,” તેણે હસતાં કહ્યું.
કેટલીક મુશ્કેલીઓની યાદી આપતાં તેમણે કહ્યું કે રડારથી બહારના ગામોમાં ગુમ થયેલા બાળકોને શોધવા એ એક પડકાર છે. હુડ્ડાએ કહ્યું, “આવા વિસ્તારોમાં વાહનવ્યવહારની અછતને કારણે, અમારે કેટલાય કિલોમીટર ચાલવું પડે છે. ઘણા લોકો અમારી મદદ કરવા તૈયાર છે, પરંતુ એવા લોકો પણ છે જેઓ વિચારે છે કે પોલીસને મદદ કરવાથી કાયદાકીય મુશ્કેલી થઈ શકે છે.” હુડ્ડાએ સમજાવ્યું કે કેવી રીતે 13 થી 17 વર્ષની વયના લોકો સોશિયલ મીડિયા પર મળતા અજાણ્યાઓના પ્રભાવ હેઠળ સંવેદનશીલ થતાં હોય છે. પોલીસના જણાવ્યા અનુસાર, બાળકોના ગાયબ થવાના કારણોમાં ભાગી જવું, ડ્રગ્સની લત, માતા-પિતાની સંભાળનો અભાવ અને અપૂરતું શિક્ષણ સામેલ છે.
ડીસીપી (આઉટર નોર્થ) નિધિન વાલ્સને કહ્યું, “ઓપરેશન મિલાપમાં સીમા અને સુમન દ્વારા કરવામાં આવેલા અસાધારણ કાર્ય પર અમને ખૂબ જ ગર્વ છે. તેમની સિદ્ધિ બાળ તસ્કરી સામે લડવા અને અમારા સમુદાયને સુરક્ષિત રાખવાના અમારા સંકલ્પને મજબૂત બનાવે છે,”