દાહોદ–અમદાવાદ હાઈવે ઉપર રાત્રિના સમયે વાહનોને પંચર કરી લૂંટ ચલાવતી ગેંગ સક્રિય થતાં દાહોદ પોલીસે તેમને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી હતી અને હાઈવે લૂંટના બે આરોપીને ઝડપી પાડ્યા હતા અને ૧,૩૩,૦૦૦ના સોના ચાંદીના દાગીના કબ્જે કર્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના દાહોદ–અમદાવાદ હાઈવે પરની છે જ્યાં રાત્રીના સમયનો ફાયદો ઉઠાવીને વાહનોને પંચર કરી લૂંટ ચલાવતી ગેંગ સક્રિય થઈ હતી ત્યારે પોલીસ આ ટોળકીને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરી હતી. કોઈ કડી ન મળતા એલ.સી.બી.ની ટિમ સતત આ દિશામાં તપાસ હાથ ધરી રહી હતી. તે દરમિયાન એલ.સી.બી. ને દાહોદના રામપુરા નજીક બે ઇસમો સોના ચાંદીના દાગીના લઈને ઊભા હોવાની બાતમી મળતા પોલીસની ટીમ રામપુરા પહોચી હતી જ્યાં શંકાસ્પદ બે ઇસમો પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે બંન્નેને ઝડપી લઈ તપાસ કરતાં સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા.

પોલીસે પૂછપરછ કરતાં બંનેએ હાઈવે ઉપર રોઝ્મ તેમજ કંબોઈ ખાતે રાતના સમયે ગાડી પંચર પાડી લૂંટ કરેલ હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ૧,૩૩,૦૦૦ના દાગીના કબ્જે કરી બંન્નેની ધરપકડ કરી ગેંગમાં સામેલ અન્ય સાગરીતોની તપાસ તેમજ અન્ય લૂંટ કે ચોરીને અંજામ આપેલો છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.