સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મંગળવારે એસ્ટેટ કમીટીની બેઠક મળી હતી જેમાં સ્પોર્ટસ ગ્રાઉન્ડ અને સાયન્સ લેબોરેટરી બાંધકામ પાછળ અંદાજીત ૩૯ લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. ત્યારે કેમ્પસ પર એલઈડી સ્ક્રીન લાઈટ પાછળ ૪૮ લાખનો ખર્ચ વિરોધ વિના સર્વાનુમતે મંજૂર ઈ ગયો હતો. આ ઉપરાંત મેઈન બિલ્ડીંગ અને કેમ્પસ પ્લાઝાની સફાઈ માટે વાર્ષિક ૨.૬૮ લાખ, ત્રણ આરઓ પ્લાન્ટ માટે ૨.૫૦ લાખ અને ૩૦ ડયુઅલ ડસ્ટબીન માટે ‚ા.૨.૫૦ લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો.કમલ ડોડીયાના અધ્યક્ષ સને એસ્ટેટ કમીટીની બેઠક મળી હતી જેમાં સર્વાનુમતે વિવિધ કામો મંજૂર કરવામાં આવ્યા હતા. આ કમીટીમાં કેમ્પસ પર સ્પોર્ટસ ગ્રાઉન્ડમાં વિવિધ કામોમાં યેલ વધારાનો ખર્ચ ‚ા.૨૦ લાખ મંજૂર કરવામાં આવ્યો હતો અને કેમ્પસ પર ૧૨.૫ મીટર હાઈ માસ્ટર મેન્ટેનન્સના વાર્ષિક રેટ કોન્ટ્રાકટ અંગે આવેલ ટેન્ડરો પર બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અને સર્વાનુમતે ૧.૬૦ લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. એસ્ટેટ કમીટીની બેઠકમાં વિવિધ કામો સર્વાનુમતે મંજૂર કરાયા હતા અને આ મીટીંગમાં સીન્ડીકેટ સભ્ય ડો.હરદેવસિંહ જાડેજા, ડો.નિદત બારોટ, રાહુલ મહેતા, કુલસચિવ ધીરેન પંડયા, મુખ્ય હિસાબી અધિકારી કે.એન.ખેર તેમજ ઓડિટર લીનાબેન ગાંધી ઉપસ્તિ રહ્યાં હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com