અબતક- રાજકોટ
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ફૂંફાડા મારતા કોરોના કેસમાં હાલ રાહત જોવા મળી છે. જેમાં ગઈ કાલે રાજ્યમાં વધુ ૮,૯૩૪ નવા કેસ અને ૩૪ દર્દીઓના મોત નિપજ્યા છે. જ્યારે હાલ ૬૯,૧૮૭ એક્ટિવ કેસ છે જેમાં ૨૪૬ દર્દીઓની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
૬૯,૧૮૭ એક્ટિવ કેસ, ૨૪૬ દર્દીઓની હાલત નાજુક
ગુજરાતમાં સતત બે દિવસથી કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. રાજ્યમાં ૨૪ કલાકમાં ૮૯૩૪ નવા કેસ નોંધાયા છે. જ્યારે ૩૪ના મોત થયા છે. આજે ૧૫,૧૭૭ દર્દી સાજા થયા છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ વધીને ૯૨.૬૫ ટકા થઈ ગયો છે. જોકે સતત ચોથા દિવસે નવા કેસ ૧૦ હજારથી ઓછા નોંધાયા છે. તેમજ વેન્ટિલેટર પરના ૨૪૬ દર્દી છે. રાજ્યમાં છેલ્લા ૫ દિવસથી ૩૦થી વધારે દર્દીના મોત નોંધાઈ રહ્યા છે. ૨૮ જાન્યુઆરીએ ૩૦, ૨૯ જાન્યુઆરીએ ૩૩, ૩૦ જાન્યુઆરીએ ૩૦, ૩૧ જાન્યુઆરીએ ૩૫ અને ૧ ફેબ્રુઆરીએ ૩૮ અને ૨ ફેબ્રુઆરીએ ૩૪ એમ કુલ ૨૦૦ દર્દીના મોત નોંધાયા છે. ૨૦૨૧ માં ૧ જુલાઈથી ૩૧ ડિસેમ્બર સુધી ૫૯ દર્દીના મોત થયા હતા. જ્યારે ૨૦૨૨ ના જાન્યુઆરીના માત્ર ૩૧ દિવસમાં જ ૩૫૫ દર્દીના મોત થઈ ગયા છે. ૨૫૧ દિવસ બાદ 38 જેટલો મોતનો આંક થયો છે. અગાઉ ૨૬ મેના રોજ ૩૬ મોત નોંધાયા હતા.
સૌરાષ્ટ્રમાં ૯૫૩ લોકો સંક્રમિત: ૧૦ દર્દીઓનો વાયરસે ભોગ લીધો
અમદાવાદમાં ૩૩૬૮ કેસ, વડોદરામાં ૧૯૨૧ કેસ, રાજકોટમાં ૪૭૮ કેસ, સુરતમાં ૫૧૩ અને ગાંધીનગરમાં ૪૩૧ કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં ૧૦, રાજકોટમાં ૫, વડોદરામાં ૪, સુરતમાં ૪, ભરૂચમાં ૩, મહેસાણા ૧, ગાંધીનગરમાં ૧, ભાવનગરમાં ૧, જામનગરમાં ૨, નવસારીમાં ૧, સુરેન્દ્રનગરમાં ૧ અને બોટાદમાં ૧ એમ કુલ ૩૪ના મોત થયાં છે.
સૌરાષ્ટ્રમાં પણ કોરોનાથી દસ દર્દીઓના મોત થયા છે. જ્યારે ૯૫૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજકોટ જિલ્લામાં ૪૭૮, જામનગર જિલ્લામાં ૨ના મોત અને ૯૮ કેસ, ભાવનગરમાં ૧ મોત અને ૧૦૫ પોઝિટિવ કેસ, મોરબીમાં ૯૪ કેસ, અમરેલીમાં ૫૩ કેસ, જૂનાગઢ જિલ્લામાં ૪૪ કેસ, ગીર સોમનાથમાં ૩૨ કેસ નોંધાયા છે. જ્યારે સુરેન્દ્રનગર અને બોટાદમાં પણ કોરોનાએ એક-એક દર્દીનો ભોગ લીધો છે.