રાષ્ટ્રપ્રેમી, કલાપ્રેમી અને વિજ્ઞાન પ્રેમી લોકો પોતાનો રાષ્ટ્રપ્રેમ કલા-વિજ્ઞાનના માઘ્યમથી પ્રસ્તૃત કરશે
જાણીતા ચિત્રકાર રજની ત્રિવેદી દ્વારા 75 કૃત્તિઓનું જાહેર પ્રદર્શન યોજાશે: વિદ્યાર્થીઓ અને ચિત્ર શિક્ષકોએ ભાગ લેવા અનુરોધ
આઝાદીના અમૃત મહોત્સવ ની ઉજવણી અન્વયે લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે 75 તિરંગા કલા કૃતિઓનું પ્રદર્શન અને સ્પર્ધા સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન અને રાજકોટ મહાનગરપાલિકા સ્થાપિત તથા સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત અને ગુજકોસ્ટ માન્ય ઓ. વે. શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર – રેસકોર્સ, રાજકોટ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ ની ઉજવણી અન્વયે રાષ્ટ્ર ભાવના કલાકૃતિ અને વિજ્ઞાનનો અદભુત ત્રિવેણી સંગમ સમો અનોખો કાર્યક્રમ યોજાયો છે.
રાજકોટ જીલ્લા કલા શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલા આ કાર્યક્રમ દરમિયાન જુદા જુદા આકારોમાં અને માધ્યમો વડે 75 તિરંગા કલાકૃતિ સૌપ્રથમવાર પ્રદર્શિત થવા જઈ રહી છે. રાજકોટ કલા શિક્ષક સંઘના પ્રમુખ અને જાણીતા ચિત્રકાર અને એવોર્ડ વિજેતા રજનીભાઈ ત્રિવેદી દ્વારા આ 75 તિરંગા કલાકૃતિ તૈયાર કરવામાં આવશે. સમગ્ર રાજકોટ ના રાષ્ટ્રપ્રેમી, કલાપ્રેમી અને વિજ્ઞાન પ્રેમી લોકો પણ પોતાનો રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ કલા અને વિજ્ઞાનના માધ્યમથી પ્રસ્તુત કરી શકે તે માટે “તિરંગા કલાકૃતિ સ્પર્ધા” પણ જાહેર કરવામાં આવી છે જેમાં ભાગ લેવા માટે કાગળ, કાપડ, ફળ-ફૂલ, વૃક્ષ, પાન, વગેરે વગેરે જેવી ચીજ વસ્તુઓના માધ્યમથી તિરંગા કલાકૃતિ બનાવીને લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે તા. 1ર સુધીમાં પહોંચતી કરવાની રહેશે.
આ કલાકૃતિ 8 ડ 12 અથવા 10 ડ 14 અથવા 12 ડ 15 ઈંચ ના માપની તથા માઉન્ટ બોર્ડ અને ફ્રેમ સાથે હોવી જોઇએ. સ્પર્ધા માટે આવેલી તમામ કલાકૃતિઓ ને રજનીભાઈ ત્રિવેદી દ્વારા તૈયાર કરાયેલી 75 કૃતિઓની સાથે જ જાહેર જનતા માટે તા. 12 થી 16 ઓગસ્ટ દરમિયાન સવારે 10 થી સાંજે 6 માં પ્રદર્શન માં પ્રસ્તુત કરવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ને પ્રમાણપત્ર અને શ્રેષ્ઠ 10 કૃતિઓને આકર્ષક ઈનામો આપવામાં આવશે. રાજકોટ શહેરના કોઈ પણ ઉંમરના વિદ્યાર્થી – વ્યક્તિ આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. આ પ્રદર્શનને નિહાળવા માટે દરરોજ અલગ અલગ મહાનુભાવોને આમંત્રિત કરવામાં આવ્યા છે.
- જિલ્લા ચિત્ર કલા સંઘ દ્વારા ચિત્ર શિક્ષકને ભાગ લેવા અનુરોધ
રાજકોટ કલા શિક્ષણ સંઘના પ્રમુખ રજની ત્રિવેદીએ શહેર જીલ્લાની તમામ શાળાના ચિત્ર શિક્ષકને આ સ્5ર્ધામાં ભાગ લેવા અનુરોધ કરાયો છે. પ્રથમ પાંચ કૃતિને આકષણ ઇનામ અને પ્રમાણપત્ર અપાશે. વિશેષ માહીતી માટે મો. નં. 98244 14755 ઉપર સંપર્ક સાધવો. રાષ્ટ્ર પ્રેમ સાથે કલાપ્રેમને જોડીને દરેક ચિત્ર શિક્ષકે પોતે અને પોતાની શાળાના બાળકોને પણ માર્ગદર્શન આપીને ભાગ લેવડાવવા ચિત્ર કલા સંઘે અપીલ કરી છે.