ગામો-ગામથી સંતો-મહંતો પધારી આશીર્વચન પાઠવશે: ૨૫૦૦૦ લોકો ઉપસ્થિત રહી સમારોહને દિપાવશે: આયોજકો અબતકના આંગણે
મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળ દ્વારા આગામી તા.૧૬/૦૨/૨૦૨૦ને રવિવારનાં રોજ અમરેલી મુકામે ૬૧ દીકરીઓનાં પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.આ પ્રથમ સમુહ લગ્નોત્સવ કમાણી ફોરવર્ડ હાઈસ્કુલ મેદાન, અમરેલી મુકામે રાખેલ છે.
આ સમુહ લગ્નોત્સવનો મુખ્ય હેતું એ છે કે સમગ્ર દશનામ ગોસ્વામી સમાજ સંગઠીત થાય તેવી ભાવનાથી જ્ઞાતિનાં તેમજ અન્ય જ્ઞાતિનાં દીલેર દાતા ઓનાં સહયોગથી આયોજન કરવામાં આવેલ છે. સમગ્ર ગુજરાત દશનામ ગોસ્વામી સમાજ એકત્રીત થાય અને સમાજની સંગઠન શકિત સાથે ઉપરોકત મહામંડલેશ્ર્વર સંતો,મહંતો તેમજ વિવિધ ક્ષેત્રનાં આગેવાનોનાં સાનિધ્યમાં ગૃહસ્થાશ્રમમાં પગલાં પાડતા નવદંપતિઓને શુભાષિશ પાઠવવા સમગ્ર દશનામ સમાજ માટે આ ઐતિહાસીક પસંગમાં હાજરી આપવા મહામંડળના હોદેદારોએ અનુરોધ કર્યો છે. આ લગ્ન વિધિના આચાર્ય તરીકે હર્ષદરાય પી.ભટ્ટ ઉપસ્ેિથત રહી વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે લગ્નવિધિ કરાવવામાં આવશે.
આ પ્રથમ સમૂહ લગ્નોત્સવના ભવ્ય આયોજન નિમિતે સમારોહના અધ્યક્ષ તરીકે વિશ્ર્વવંદનીય મહંત હરીગીરીજી મહારાજ પંચ દશનામ જુના અખાડા-આંતરરાષ્ટ્રીય અખાડા પરિષદ,મહામંત્રી ઉપસ્થિત રહી આર્શિવચન પાઠવશે સમારોહના ઉપાધ્યક્ષ તરીકે મહંત ઈન્દ્રભારથીજી મહારાજ-રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પંચ દશનામ જુના અખાડા કાશી, રૂદ્રેશ્ર્વર જાગીર ભારથી આશ્રમ જૂનાગઢ આર્શિવચન પાઠવશે, સમારોહના મુખ્ય દાતા તરીકે ૧૦૦૮ અનંત વિભુષીત મહામંડલેશ્ર્વર મહેન્દ્રાનંદગીરીજી મહારાજ મુયકુંદ ગુરૂ-જૂનાગઢ હાજર રહી આર્શિવચન પાઠવશે આ ભવ્ય લગ્ન સમારોહના મુખ્ય મહેમાન તરીકે ૧૦૦૮ અનંત વિભૂષિત આચાર્ય મહામંડલેશ્ર્વર પ.પૂ.માં લક્ષ્મીનંદગીરીજી (કિન્નર અખાડા)ઉપસ્થિત રહેશે.
આ સમુહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પર ઉપસ્થિત રહી નવદંપતિઓને શુભેચ્છા તથા શુભાષિશ પાઠવશે આ સમારોહમાં લગભગ ૨૫૦૦૦ લોકો ઉપસ્થિત રહી સમારોહને દિપાવશે.આ માટેની સમગ્ર તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે.આ લગ્નોત્સવની તૈયારી છેલ્લાં ત્રણ માસથી સમાજના આગેવાનો દ્વારા તૈયારી કરવામાં મહેનતમાં લાગી ગયેલ છે.
કાર્યક્રમને સફળ બનાવવા પ્રવિણભારથી ડી.ગોસ્વામી મહેન્દ્રગીરી કે ગોસ્વામી, સંજયગીરી બી.ગોસ્વામી, ગૌતમગીરી સી.ગોસ્વામી, અજયવન આર ગોસ્વામી, નિલેશપુરી એન ગોસ્વામી,રાજેશગીરી આઈ,ગોસ્વામી, રાજેશગીરી આઈ ગોસ્વામી નિલેશભારથી બી. ગોસ્વામી વગેરેએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.