જય…જય… ગરવી ગુજરાત
1 મે 1960માં અસ્તિત્વમાં આવેલુ ગુજરાત આજે ભારતનું ગ્રોથ એન્જીન બની ગયું: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાઠવી રાજયવાસીઓને શુભકામના
આજે ગુજરાત રાજયનો સ્થાપના દિન છે 1 મે 1960નાં રોજ અસ્તિત્વમાં આવેલું ગુજરાત રાજય ભારતનું ગ્રોથ એન્જીન બની ગયું છે. સ્થાપના દિન નિમિતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટવીટ કરી ગુજરાતવાસીઓને શુભકામના પાઠવી હતી.
વિશ્વ ફલક પર પોતાની આગવી છાપ ધરાવે છે
ગુજરાત રાજ્ય જે આજે વિશ્વ ફલક પર પોતાની આગવી છાપ ધરાવે છે તેનો શ્રેય જાય છે અહીંના લોકો ના પરિશ્રમ, પરાક્રમ અને પરિવર્તન માટેની પહેલ અને પ્રયાસો ને. આ પરિશ્રમ શબ્દ ગુજરાતીઓ સાથે માત્ર હમણાં ની સફળતા ને લીધે જ જોડાયેલો નથી. .
જ્ઞાતિ – જાતિ ના ભેદભાવ વગર એક તાંતણે બંધાયને સૌએ લડત આપી
ગુજરાત ને એક અલગ રાજ્ય તરીકેની માંગ કરવામાં આવી તે સમયે કોઈપણ જ્ઞાતિ – જાતિ ના ભેદભાવ વગર એક તાંતણે બંધાયને સૌએ લડત આપી છે. અને તે એકતા ઈ.સ. 1956માં મહા ગુજરાત ચળવળમાં પરિણમી. આ ચળવળ દરમિયાન ના વિવિધ સમયાંતરના અનેક પ્રકારના લાઠીચાર્જ, સૂત્રોચ્ચાર, ધરણા ને અંતે સરકારે ભાષા વાર રાજ્યની રચનાને મંજૂરી આપી. પરિણામે દ્વિભાષી બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી ભાષા બોલતા લોકો માટે ગુજરાત રાજ્યને અલગ અસ્તિત્વ આપવામાં આવ્યું અને મરાઠી બોલતા લોકો માટે મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના થઈ. અને એ દિવસ હતો 1 મે, 1960. અને એ સાથે જીવરાજ મહેતાએ પ્રથમ મુખ્યમંત્રી તરીકેની અને મહેંદી નવાઝ જંગે પ્રથમ રાજ્યપાલ તરીકેની જવાબદારી હાથમાં લીધી. ગુજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે.
પાટુ મારીને પૈસા પેદા કરવા તે ગુજરાતીઓની આવડત
ગુજરાતના લોકો ઉધમી છે પાટુ મારીને પૈસા પેદા કરવા તે ગુજરાતીઓની આવડત છે. વિશ્વભરમાં ગુજરાતીઓની છાપ એક વેપારી જેવી છે કારણ કે જયાં ગુજરાતની નજર પડે ત્યાં વિકાસ આપો આપ અસ્તિત્વમાં આવી જાય છે. આજે ગુજરાતએ ભારતમાં સૌથી વિકસીત રાજય પૈકીનું એક છે. સમૃધ્ધી આજે સલામતી ગુજરાતની સૌથી મોટી ઓળખ બની જવા પામી છે. અહી મૂડી રોકાણ ખૂબજ સલામત માનવામાં આવે છે.
ધંધા રોજગારને વિકાસની નવી પાંખો આપે
વિશ્વભરનાં ઉદ્યોગપતિઓ ગુજરાતમાં મૂડી રોકાણ કરી પોતાના ધંધા રોજગારને વિકાસની નવી પાંખો આપે છે. રાજયમાં હાલ કુલ આઠ મહાનગપાલીકાઓ કાર્યરત છે. રાજય સરકાર દ્વારા નવી 7 મહાપાલીકા બનાવવાની ઘોષણા કરવામાં આવી છે. 33 જિલ્લા અને 250 તાલુકાઓમાં ફેલાયેલું ગુજરાત આજે વિશ્વમાં પોતાની એક આગવી જ ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યું છે. એવું કહેવામાં આવે છે કે જયાં જયાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત.
કવિ નર્મદે લખ્યું છે કે
ગુજરાતી વિશ્વના કોઈપણ ખૂણે વસવાટ કરતો હોય તેના હૃદયમાં હંમેશા માતૃભૂમી મહેક પ્રસરતી હોય છે. કવિ નર્મદે લખ્યું છેકે ઉતરમાં અંબા માતા, પૂરવમાં કાળી માત છે. દક્ષિણ દિશામાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ; ને સોમનાથને દ્વારકેશએ પશ્ર્ચિમ કેરાદેવ છે, સહાયમાં જય જય ગરવી ગુજરાત.
ગુજરાતના લોકો નોખી માટીના બનેલા છે. નિષ્ફળતા સામે ઝૂકી જવું તેઓનાં લોહીમાં નથી. પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી નવી ઉંચાઈ હાંસલ કરી તે ગુજરાતીઓનો સ્વભાવ છે. ટાંચા સાધનો કે અપૂરતી સુવિધાની કયારેય ફરિયાદ કરતા નથી જેટલુ મળ્યું છે તેના આધારે વિકાસ કરવો એક માત્ર મુળ મંત્ર છે.
ગુજરાતના લોકો સેવા કાર્યોમાં હંમેશા અવ્વલ
સ્વભાવે વેપારી એવા ગુજરાતીઓનાં હૈયે હંમેશા કરૂણતા અને માનવતાના ભાવ વધ્યા કરે છે વેપાર ઉદ્યોગમાં આગળ પડતા ગુજરાતના લોકો સેવા કાર્યોમાં હંમેશા અવ્વલ જ હોય છે.
ધન્ય ધરાના સપૂતો
ગુજરાતની આ ધન્ય ધરાએ જે સપૂતો આપ્યા છે તેને લીધે જ્યારે પણ ગુજરાતની યશગાથા લખાય છે ત્યારે આજે પણ એ દરેક સાહિત્યકારો, કથાકારો, નૃત્યકારો, સંગીતકારો, ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદો, નેતાઓ વગેરે ને યાદ કરવા જતાં સમય ઓછો પડે છે. રાષ્ટ્ર કક્ષાએ અને વિશ્વકક્ષાએ પહેલા અને આજે પણ શ્રેષ્ઠ પ્રતિભા દાખવી ગુજરાતની ગરિમા વધારનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પણ ગુજરાતી, હાલના વડાપ્રધાન પણ નરેન્દ્ર ભાઈ મોદી પણ ગુજરાતી અને ગૃહ મંત્રી અમિતભાઈ શાહ પણ ગુજરાતી…!!
એટલું જ નહિ, અહીંના દરેક ગુજરાતીઓમાં સમતા પણ છે અને સાહસ પણ છે. સહનશીલતા પણ છે અને શૂરવીરતા પણ છે. ખમીરવંતી આ ગુજરાતી જનતા માં રહેલી અસીમ ક્ષમતાને લીધે જ ગુજરાત દરેક પ્રકારની મહામારી, પૂર, ધરતીકંપ વગેરેમાંથી બેઠું થઈ શક્યું છે.