એઇડસ પ્રિવેન્સન કલબ દ્વારા ૨૯/૧૧ થી ૩૧ સુધીમાં ૧ર૦ જેટલા કાર્યક્રમોની હારમાળા
એઇટસ જન જાગૃતિની સંસ્થા એઇડસ પ્રિવેન્ટસની કલબ દ્વારા ૧લી ડીસે. વિશ્ર્વ એઇડસ દિવસ અનુસંધાને તા. ૨૯/૧૧ થી ૩૧/૩/૧૯ સુધી સતત ૧૨૦ કાર્યક્રમોની હારમાળા યોજાશે. તે સંદર્ભે ની તડામાર તૈયારીમાં એડઇસ જનજાગૃતિની યુવા કાર્યકરોની એઇડસ જાગૃતિ ફોર્ષ કામ સંભાળી રહી છે.
૨૯/૧૧ ના રોજ પંચશીલ સ્કુલમાં કેન્ડલ લાઇથી શરુ અને ૩૧-૧૧ વિરાણી સ્કુલ તથા ૧લી ડીસે. કાલાવડ રોડ રેલીમાં કણસાગરા કોલેજ, કે.જે. કોટેચા, બી.ટી. શેઠ સ્કુલ રેલી સંસ્થા જોડાશે. આજ દિવસ જીલ્લા શિક્ષણાધિકારી કચેરી, ન.પ્રા.શિ.મ. ના સહયોગ ૧લી ડીસે. એઇડસ દિવસે સવારે ૮.૩૦ કલાકે શહેર જીલ્લાની ૧૧૦૦ થી વધુ સભામાં રેડ રીબન બનાવશે જેમાં ત્રણ લાખ થી વધુ છાત્રો જોડાશે. આજ દિવસે જીલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે પીટીસી કોલેજની છાત્રો કેન્ડલાઇટ રીબન તથા ગેટીંગ ટુ ઝીરો બનાવાશે. કાર્યક્રને સફળ નાવવા માટે અણ દવે, તથા સેક્રેટરી વિશાલ કમાણી વિ. જહેમત ઉઠાવી રહ્યા છે.