દ્વારકા જીલ્લા એસઓજી પીએસઆઇ ડી.બી.ગોહિલ તથા સ્ટાફ દ્વારા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે સમયે એસઓજીના પો.કો. સુરેશભાઇ વાનરીયાને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારના હુશેની ચોક, મચ્છી માર્કેટની બાજુમાં રહેતો હુશેન તાલબભાઇ ચંગડા (ઉ.વ.ર૪) ધંધો છુટક મજુરી કામ પોતાના રહેણાંક મકાને ગાંજો જેવા પદાર્થનુ વેચાણ કરી રહ્યો છે.
મળેલી બાતમીના આધારે એસઓજી ટીમ દ્વારા રેઇડ કરવામાં આવતા ઉપરોકત શખ્સના મકાનમાંથી ૧.૩૬૪ કિ.ગા. કિં. રૂ. ૯૫૪૮/- નો ગાંજો વેચાણના તોલમાપ માટેનો વજન કોટો જુદા જુદા વજનીયા તથા રોકડા રૂ. ૭૨૪૦/- મળી કુલ રૂ. ૧૭૦૩૮/- નો મુદામાલ સાથે હુશેન તાલમામલ ચંગડા ને ઝડપી પાડવામાં આવ્યો હતો.
ઝડપાયેલા શખ્સની ગાંજાના જથ્થા અંગે પુછપરછ કરવામાં આવતા જથ્થો રાજકોટના જંગલેશ્ર્વરમાં રહેતા મોઇનખાન નામના શખ્સ પાસેથી લીધો હોવાની કબુલાત આપતા પોલીસ દ્વારા રા મોઇનખાનને ફરાર જાહેર કરી ઝડપાયેલા શખ્સ વિરુઘ્ધ એન ડીપીએસ કલમ ૮ (સી) ર૦ (બી) ર૯ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.