રાજ્યમાં સરેરાશ 816 મી.મી. વરસાદની સામે 722 મી.મી. (29 ઇંચ) એટલે કે 88.38% વરસાદ પડી ચૂક્યો છે. ગત વર્ષ કરતાં આ વર્ષે 25 ટકા વરસાદ વધારે થયો છે. સારા વરસાદને પગલે રાજ્યના જળાશયોમાં પાણીની આવક થઇ છે.
2018માં આ સમય સુધી 62.97 ટકા, 2017માં 83.75 ટકા, 2016માં 56.69 ટકા, 2015માં 65.15 ટકા વરસાદ થયો હતો. 2015થી અત્યાર સુધી ઓગસ્ટ 19 સુધી આ વર્ષે સૌથી વધુ વરસાદ થયો છે. કુલ 204 ડેમમાંથી 38 ડેમમાં 100 ટકા પાણી છે. 19 ડેમમાં 90 ટકાથી વધારે પાણી છે. 11 ડેમમાં 80 ટકાથી વધારે પાણી છે.
અત્યારે જળાશયોમાં કુલ 18791 એમ.સી.એમ. પાણીનો જથ્થો છે. ગત વર્ષે આ સમયે કુલ પાણીનો જથ્થો 10217 એમ.સી.એમ. હતો. એટલે કે માત્ર 40%પાણીનો સંગ્રહ જ હતો.