અંદાજે 34 વર્ષ પછી 1984ના સિખ રમખાણો મામલે દિલ્હી હાઈકોર્ટની ડબલબેન્ચે સોમવારે નીચલી કોર્ટના નિર્ણયને બદલીને કોંગ્રેસી નેતા સજ્જન કુમારને દોષિતજાહેર કર્યા છે. સજ્જન કુમારને હિંસા કરાવવા અને રમખાણો ફેલાવવાના મામલે દોષિતજાહેર કરવામાં આવ્યા છે.
કોર્ટે સજ્જન કુમારને આજીવન કેદની સજા આપી છે. કોર્ટે સજ્જન કુમારને 31 ડિસેમ્બર સુધીસરન્ડર થવાનો સમય આપ્યો છે.
આ કેસ એક હત્યાકાંડ સાથે જોડાયેલો છે જેમાં નવેમ્બર 1984માં દિલ્હી છાવણીના રાજનગર વિસ્તારમાં એક જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યાકાંડમાં કોંગ્રેસના નેતા સજ્જન કુમાર પણ આરોપી હતી.