1931 ભારતીય સ્વતંત્રતા સંગ્રામ એક મહાન નાયક ચંદ્રશેખર આઝાદનો આજે શહિદી દિવસ છે. આજના દિવસે તેમને અહલાબાદના આલ્ફ્રેડ પાર્કમાં જાતે જ પોતાને ગોળી મારી દીધી હતી, કારણે તેને અંગ્રેજો જીવીત પકડી ના શકે. હવે આ પાર્ક ચંદ્રશેખર આઝાદના નામથી ઓળખાઈ રહ્યું છે. આઝાદ,રામપ્રસાદ બિસ્મિલ અને શહિદ ભગત સિંહ જેવા ક્રાંતિકારીઓ સાથે છે. 1922માં જ્યારે મહાત્મા ગાંધીએ અચાનક અસહયોગી આંદોલન બંધ કર્યુ, ત્યારબાદ આઝદની જેહનમાં ક્રાંતિકારી વિચારો આવ્યા બાદ, હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશનના સક્રિય સદસ્ય બન્યા હતા. 9 ઓગસ્ટ, 1925માં કાકોરી કાંડ કર્યું હતું, આ એક ટ્રેન ડકેતી હતી. 1927મા બિસ્મિલ અને 4 સાથિયોના સંસ્થા બલિદાન બાદ આઝાદે ઉત્તર ભારની ક્રાંતિકારી પાર્ટીઓને મળીને હિન્દુસ્તાન સોશલિસ્ટ રિપલ્બિક એસોશિએશનનું ગઠન કર્યું હતું. આઝાદ ભગત સિંહની સાથે મળીને લાલા લાજપતરાયના મોતનો બદલો લાહોરમાં 1928માં બ્રિટિશ પોલીસ ઓફિસર એસપી સાન્ડર્સને ગોળી મારીને લીધો હતો.ત્યાર બાદ દિલ્હી જઈને એસેમ્બલીમાં બોમ્બ ફેક્યા હતો.

ચંદ્રશેખર આઝાદનો જન્મમધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાબરા ગામમાતેમના પૂર્વજો યુપીના ઉન્નાવ જિલ્લાના બદરકાના રહેવાશી હતા. પરંતુ દુષ્કાળ લઈને તેના પિતા સીતારામ તિવારી ભાબરા જઈને વશી ગયા હતા. તેમની માતાનું નામ જગરાની દેવી હતું. આઝાદનું બાળપણ ભીલ આદિવાસીઓ વચ્ચે વીત્યું હતું. આઝાદ સારા તીરંદાજી હતાં.

1919માં અમૃતસરની જલિયાવાલા બાગ નરસન્હરે આખા દેશને ઉત્તેજિત કરી દીધો હતો. આઝાદ ત્યારે અભ્યાસ કરી રહ્યો હતો. જ્યારે 1920 માં ગાંધીજીએ અસહયોગ આંદોલન ચલાવ્યું, તો આઝાદ પણ તેમની સાથે જોડાઈ ગયો હતો. તેમણે સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે રોલીઓ નિકાળી તો અંગ્રેજાઓ તેમની ધરપકડ કરી લીધી હતી. પંડિત જવાહરલાલ નેહરૂએ લખ્યું હતું કે, 14-15 વર્ષના છોકરાને 15 ડંડા મારવાની સજા ફટકારી છે, તે પોતાને આઝાદ કહેતો હતો. તેને નગ્ન કરાને ડંડા મારવામાં આવ્યા હતાં. જેમ-જેમ તેને ડંડા મારવામાં આવતા તેમ-તેમ આઝાદ ભારત માતાની જયના સુત્રોચાર કરતો હતો.

આઝાદ થોડો સમય માટે ઝાંસીમાં રહ્યા હતાં. ઝાંસીથી લગભગ 15 કિલોમીટર દૂર ઓરછાના જંગલોમાં, તે તેમના સાથી ક્રાંતિકારીઓને નિશાનબાજી શીખવતા હતાં. અહીં તેઓ પંડિત હરીશંકર બ્રહ્મચારીના નામથી રહેતા હતા. તે બાળકોને ભણાવતા હતો. ઝાંસીમાં રહેતા ત્યારે તેઓ વાહન ચલાવતાં શીખ્યા હતાં.

આઝાદ આનંદ ભવન ખાતે પંડિત જવાહરલાલ નેહરુ મળ્યાં હતા. તેનો ઉલ્લેખ તેમણે પોતાની આત્મકથા ફાસીવાદી મનોવૃતિમાં કર્યો છે. કાકોરી કાંડ બાદ આઝાદ સાધુના વેશમાં રહેવા લાગ્યા હતા, જેથી અંગ્રેજો તેને પકડી ન શકે.

આઝાદ 14 વર્ષની ઉંમરે અંગ્રેજોની હાથે ચડી ગયા હતાં, ત્યારબાદથી તેમના મોત સુધી આઝાદ રહ્યા હતાં. 27 ફેબ્રુઆરી 1931ના રોજ આઝાદને અલ્હાબાદના આલ્ફ્રેડ પાર્ક ખાતે પોલીસે ઘેરી લીધો હતો. તેઓ એક ઝાડની પાછળ સંતાઈ ગયા હતાં. તેની પિસ્તોલમાં એક જ ગોળી હતી. ત્યારે તેમણે પોતાની જાતને ગોળી મારી દીધી હતી. કારણ કે તેઓ બ્રિટીશરોના હાથમાં આવવા માંગતા ન હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.