રાજકોટ સિટીનાં બી.ટી. ગોહીલ, એચ.પી. ગઢવી, ગ્રામ્ય કે.કે. જાડેજા, એચ.એમ. રાણા સહીત 1પ ફોજદાર પીઆઇ બન્યા
રાજયનાં પોલીસ વડા દ્વારા મોડી સાંજે વર્ષ ર010ની બેંચનાં 19ર પીએસઆઇનો જન્માષ્ટમીનાં તહેવાર પુર્વે બઢતી આપવામાં આવી છે. રાજકોટ સીટીનાં બી.ટી. ગોહીલ, એચ.પી. ગઢવી, ગ્રામ્ય કે.કે. જાડેજા, એચ.એમ. રાણા સહીત 1પ ફોજદાર પીઆઇ બન્યા છે.
વધુ વીગત મુજબ રાજયનાં પોલીસ બેડામાં મોટાપાયે બઢતી અને બદલીનાં ઘાણવા નીકળ્યા છે. જેમાં ગઇકાલે પોલીસ ઇન્સ્પેકટરોની બદલીનાં હુકમો બાદ અજે વધુ 19ર પીએસઆઇઓને બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જેમાં રાજકોટ ગ્રામ્યનાં પુનમ એસ. કોરીંગાને આઇ.બી. માં , લોધીકાનાં કે.કે. જાડેજા રાજકોટ ગ્રામ્યમાં, એસ.આર. ખરાડીને બોટાદ, રમેશભાઇ સીંધુ ને અમદાવાદ ગ્રામ્ય, હીનાબેન નાયક ને સીઆઇડી ક્રાઇમ, વી.કે. ગાલવેરકરને પોરબંદર , પી.એસ. રીઝવીને સીઆઇડી ક્રાઇમ , વી.એમ. કોલદ્રાને સુરત સીટી , એચ.એમ. ધાંધલને વડોદરા શહેર, પી.એસ. ગોજીયાને અમદાવાદ, એચ.એમ. રાણાને એસીબીમાં, રાજકોટ શહેરમાં બી.ટી. ગોહીલને રાજકોટ શહેરમાં , ટી.આર. ગઢવીને વડોદરા પીટીએસ , જે.બી. પટેલને આઇબીમાં , એચ.પી. ગઢવીને જુનાગઢ , જામનગરનાં કે.સી. વાઘેલાને ભુજ, દ્વારકાનાં અમીત ચાવડાને અરવલી, જામનગરનાં એલ.આર. ગોહીલને નર્મદા, ગીર સોમનાથનાં એસ.એમ. ચુડાસમાને ભુજ, જુનાગઢનાં સમીર મઘરાને જુનાગઢ, જામનગરનાં આર.વી. વીંછીને એસીબી, મોરબીનાં એન.બી. ડાભીને સુરત શહેર, જામનગરનાં મયુરીબા જાડેજાને સીઆઇડી ક્રાઇમ , ભુજનાં અજયસીંહ ઝાલા કરાઇ , સુરેન્દ્રનગરનાં ગુલાબસીંહ જાડેજાને સુરત શહેર , આણંદથી ગીરીરાજ ડોડીયા રાજકોટ શહેર , અમદાવાદથી કે.જી. કરપડા રાજકોટ શહેર, સુરતથી ઇલાબેન સાવલીયા , અમદાવાદનાં શકીનાબેન નીનામાને રાજકોટ ગ્રામ્યમાં , આણંદથી ઇમરાનખાન ઘાસુરા, સુરતથી રવી બારોટ રાજકોટ શહેર, બનાસકાંઠાથી સુધીર રાણા રાજકોટ શહેર ખાતે બદલી કરવામાં આવી છે.