જામનગર સમાચાર
ગરબા રસિકો માટે સતર્કતાથી સાવધાની રૂપ કિસ્સો: 19 વર્ષીય યુવકનું ગરબા પ્રેક્ટિસ કરતા હૃદય હુમલાથી મોત, સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાયો છે .
નવલી નવરાત્રીના ગણતરીના દિવસો બાકી હોય, ત્યારે ગત મોડી રાત્રે, જામનગર શહેરના પટેલ પાર્ક વિસ્તાર આવેલ “સ્ટેપ & સ્ટાઈલ ગરબા ક્લાસ” માં ઉત્સાહ અને જોશ સાથે પ્રેક્ટિસ કરતા 19 વર્ષીય વિનીત મેહુલભાઈ કુંવરિયા નામના યુવકનું હૃદય હુમલાથી મોત નીપજ્યું હતું. યુવાન વિનીતનો મૃતદેહ ને પીએમ અર્થે સરકારી જી.જી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. આ તકે સંચાલક તથા ગરબા રસિકો સહિત મૃતકના પરિવારજનો મોટી સંખ્યા માં ટોળા જી.જી.હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા.