ભાવનગર રેન્જના અશોક યાદવ સહિત ત્રણ આઇ.પી.એસ, રાજકોટ ટ્રાફીક એ.સી.પી. વિજયકુમાર મલ્હોત્રાની કામગીરી ઘ્યાને લઇ રાષ્ટ્રપતિ ચંદ્રક અપાશે
આઝાદીની 75મી વર્ષાગાંઠની પૂર્વ સંઘ્યાએ દેશમાં જુદાજુદા ક્ષેત્રોમાં સમાજ સેવા ઉપરાંત સરકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ તેની સારી કામગીરી બદલ રાષ્ટ્રપતિ દ્વારા જુદી જુદી પ્રકારના મેડલ માટેની પસંદગી કરવામાં આવે છે. રાજ્યના પોલીસદળમાં ફરજ બજાવતા બે અમલદારોને વિશિષ્ઠ સેવા ત્થા અન્ય 17 અમલદારો કર્મચાીરઓને પ્રશંસનીય સેવા મેડલ માટે પસંદગી જાહેર કરવામાં આવી જેના રાજકોટનાં પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ અને રાજકોટ શહેર ટ્રાફીક એસ.સી.પી. વિજય મલ્હોત્રાની પસંદગી થતા પોલીસ બેડામાં હરખની હેલી મેડલ મળવા તેમજ ગ્રેડ પેની માંગ સંપૂર્ણ ન સંતોષાય પણ થોડી સંતોષાતા હરળ થોડો બેવડાયો છે.રાષ્ટ્રપતિ દ્વારા વિશિષ્ટ સેવા મેડલમાં રાજકોટના પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ અને ગુપ્તચર વિભાગની વડી કચેરીમાં ફરજ બજાવતા ઈન્ટેલીજન્સ ઓફિસર પ્રભાતસિંહ આર.ચૌહાણનો સમાવેશ થાય છે.
પ્રશંસનીય સેવા બદલ મેડલ માટે પસંદગી પામેલાઓમાં ભાવનગર રેન્જ આઈ.જી.અશોકકુમાર યાદવ, ગોધરા રેન્જ ડી.આઈ.જી. મહેન્દ્ર ભરાડા, રાજકોટમાં હાલની સ્થિતીએ સહાયક પોલીસ કમિશ્નર (ટ્રાફિક) પદે ફરજ બજાવતા વિજયકુમાર આર.મલ્હોત્રા, રાજ્ય પોલીસ અનામત દળમાં ફરજ બજાવતા નાયબ પો.અધિકારી એચ.એ.પટેલ ત્થા આર.પી.પટેલ, સુનિલ નાયર અમદાવાદ ગ્રામ્ય સબ ઈન્સ્પેકટર ભરૂચ એલ.સી.બી.ના સબ ઈન્સ્પેકટર યોગેશદાન જી.ગઢવી, ગાંધીનગર કમાન્ડો દળના સબ ઈન્સ, માનસિંહ ગોહિલ, અમદાવાદ એસ.આર.પી.ના સબ ઈન્સ. શરદ ઉગલે, રાજ્યના રેકર્ડ ક્રાઈમ બ્યુરોના સબ ઈન્સ. મનોજ જે.વાણંદ, અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચના અરૂણ પાટીલ, દિલીપસિંહ સોલંકી અને નારસિંહ સોલંકી, (એ.એસ.આઈ.) ભરતસિંહ વાઘેલા હેડ કોન્સ., ઉપરાંત રાજ્યની ગુપ્તચર વિભાગની કચેરીમાં ફરજ બજાવતા યુનુસખાન બેલીમ, બાલુજી ઠાકોર અને મેહુલ માઢકનો સમાવેશ થાય છે.