દર્દીઓથી ઉભરાતા ઓર્થોપેડીક અને મેડીસીન વોર્ડમાં સિક્યુરિટી હાજર રહ્યા : હજુ પણ જરૂરી સ્થળોએ સિક્યુરિટી ગાર્ડ રાખવા માટે તાકીદ કરાયા
સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દી નારાયણીની સુરક્ષા અને મદદ માટે સિક્યુરિટી ગાર્ડની ગોઠવણી કરવામાં આવતી હોય છે. ત્યારે ગઇ કાલે ‘અબતક’ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા અહેવાલ પર સિક્યુરિટી ગાર્ડ ગાયબ હોવાનુ ધ્યાને આવ્યું હતું. જેના પગલે સિવિલ હોસ્પિટલના જરૂરી પોઇન્ટ પર સિક્યુરિટી ગાર્ડ ગોઠવવા માટે તાકીદ કરવામાં આવતા આજ રોજ દર્દીથી ઉભરાતા ઓર્થોપેડીક અને મેડીસિન વિભાગમાં સિક્યુરિટી ગાર્ડ ગોઠવવામાં આવ્યા છે.
સિવિલ હોસ્પિટલમાં હજારોની સંખ્યામાં જ્યારે દર્દી નારાયણી અને સબંધીઓ આવતા હોય છે ત્યારે શિસ્ત જાળવવા માટે અને ફરજ બજાવતા તબીબોની સુરક્ષા માટે સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવતા હોય છે. પરંતુ સિવિલમાં પોઇન્ટ પર સિક્યુરિટી ગાર્ડ ફરજ ન બજાવતા હોવાની જાણ થતાં અબતક દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરી તંત્રનું ધ્યાન દોરવા પ્રયત કર્યો હતો.
જેના પગલે આજ રોજ ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી અને આજરોજ સવારથી જ સિવિલ હોસ્પિટલના જરૂરી પોઇન્ટ પર સિકયુરિટીને ફરજ પર રાખવામાં આવ્યા હતા.
પરંતુ હજુ પણ અમુક અંશે ટ્રાફિકના લઈને સિક્યુરિટી એજન્સી દ્વારા જરૂરી પગલાં લઈ બિન જરૂરી આવતા વાહનો પર રોક લગાવવાની જરૂરિયાત દેખાય રહી છે. સિવિલમાં પ્રાગણમાંથી પસાર થતા બેફામ રીક્ષા ચાલકો પર લગામ લગાવવા માટે સિક્યુરિટી ઇન્ચાર્જ દ્વારા જરૂરી પગલાં લેવા માટે પણ તબીબી અધિક્ષક દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું છે.
સિક્યુરિટી ગાર્ડ ચોપડે 119ને પોઇન્ટ 129 !!!
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સિવિલ હોસ્પિટલમાં ટોટલ ચોપડે 119 સિક્યુરિટી ગાર્ડ અને ત્રણ સિક્યુરિટી સુપરવાઇઝર હોવાની માહિતી છે
પરંતુ ચર્ચાઓ દ્વારા જાણવા મળ્યું છે કે સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી મુકવા માટેના તો કુલ 129 પોઇન્ટ છે જેથી ચર્ચાઓ તો તે થઈ રહી છે.કે જો પોઇન્ટ ચોપડે 129 બોલે છે તો કુલ સિક્યુરિટી ગાર્ડ કેમ 119 જ છે.
હોસ્પિટલમાં માતેલા સાંઢની જેમ ફરતી રિક્ષાનો પણ નિવેડો આવી જશે ?
સિવિલ હોસ્પિટલમાં માતેલા સાંઢીની જેમ બે ફામ રિક્ષાચાલકો રીક્ષા ઘુમેરતા હોય છે અને ખુદ સિક્યુરિટી ગાર્ડન તેમને ગેટ માંથી એન્ટ્રી આપે છે. જે બાબતે તબીબી અધિક્ષક દ્વારા નોંધ લઈ બેફામ ફરતા રીક્ષા ચાલકોને એન્ટ્રી આપવાની મનાઈ મને કરી દેવામાં આવતા તે બાબતે સિક્યુરિટી એજન્સી દ્વારા સૂચનાનું પાલન કરી કાર્યવાહી કરી છે.
વોર્ડ દીઠ સિક્યુરિટી ગાર્ડ મૂકવા માટે પગલાં લેવાશે: તબીબી અધિક્ષક
સિવિલ હોસ્પિટલમાં હાલ સિક્યુરિટી ગાર્ડ વધુ માત્રામાં પાર્કિંગ અને ટ્રાફિકની વ્યવસ્થા કરવા માટે જ મૂકવામાં આવ્યા છે તે બદલ ’ અબતક ’ દ્વારા વિશેષ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો જે બાબતે તબીબી અધિક્ષક દ્વારા નોંધ લઇ રાખી દે વોટ દીઠ સિક્યુરિટી ગાર્ડ મુકવા માટેની સુચના આપી દેવામાં આવી છે ઘણા ખરા વોર્ડમાં હાલ તો એક પણ સિક્યુરિટી ગાર્ડ રાખવામાં નથી આવ્યો જેથી તમામ વોર્ડમાં હવેથી સિક્યુરિટી ગાર્ડ ઉપલબ્ધ કરવામાં આવશે.