જૂનાગઢ જિલ્લામાં પોલીસના જુગાર અંગે ચાર સ્થળે દરોડા: છ મહિલા સહિત 36 શખ્સો ઝડપાયા: રૂ. 8.47 લાખનો મુદામાલ કબ્જે
જૂનાગઢ જિલ્લાના ચોરવાડ, વિસાવદર, મેદરડા અને માળીયા હાટીના ખાતે પોલીસે જુગાર અંગે દરોડા પાડી છ મહિલા સહિત 36 શખ્સોની ધરપકડ કરી છે. ચોરવાડ ખાતે ઘોડી પાસાનો જુગાર રમતા 19 શખ્સો રૂ. 7.17 લાખના મુદામાલ સાથે ઝડપાયા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વેરાવળના બરૂડા ગામે વાડી ધરાવતા શામજી દાના ધોળકીયાની વાડીની ઓરડીમાં પ્રભાસ પાટણના પરેશ હીરા ગઢીયા અને હિતેન્દ3 બાબુલાલ જાની નામના શખ્સો ઘોડી પાસાની જુગાર કલબ ચલાવતા હોવાની બાતમીના આધારે એલ.સી.બી. સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા 19 શખ્સોને રૂા.3.12 લાખ રોકડા, 18 મોબાઇલ અને સાત બાઇક તેમજ ત્રણ દારૂની બોટલ મળી રૂા.7.17 લાખના મુદામાલ સાથે ધરપકડ કરી છે.
વિસાવદરના વેકરીયા ગામે જુગાર રમતા નજુ મનુભાઇ વાળા સહિત ચાર શખ્સોને રૂા.10,750ના મુદામાલ સાથે પોલીસે ધરપકડ કરી છે. મેંદરડાના આલીંધ્રા ગામે જુગાર રમતી છ મહિલા સહિત સાત શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. અને માળીયા હાટીના કાતરાસા ગામે જુગાર રમતા સમજુ મુળુભાઇ મક્કા સહિત છ શખ્સોને રૂા.1.18 લાખના મુદામાલ સાથે પોલીસે ધરપકડ કરી છે. માણાદરના નાકરા ગામે જુગાર રમતા પાંચ શખ્સોને રૂા.5,100ના મુદામાલ સાથે પોલીસે ધરપકડ કરી છે.