2016માં ગુજરાત યુનિવર્સિટીના કાયદા ભવનનું નામ બદલવા કરાયો હતો વિરોધ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિત 19 લોકોને અમદાવાદ મેટ્રો પોલિટન કોર્ટે 6 મહિનાની સજા ફટકારી છે.
જીજ્ઞેશ મેવાણી સહિત 19 લોકો પર આરોપ લાગ્યો હતો કે 2017 માં યુનિવર્સિટીમાં આકાર પામેલ કાયદા ભવનનું નામ બદલવાના મુદ્દે તોડફોડ કરી હતી. જોકે હવે તા. 17 ઓક્ટોબર 2022 સુધી સેશન્સ કોર્ટમાં અપીલ સારું સજા પર સ્ટે મુકવામાં આવ્યો છે અને આરોપીઓને જામીનમુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
ગુજરાત યુનિવર્સિટીમાં આકાર પામેલ કાયદા ભવનનું નામ બદલવાના વિરોધ દરમિયાન થયેલી હિંસાને લઈને કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં 20 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા, જેમાંથી આરોપી નંબર 7 નું મોત થઈ ગયું છે. અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે શુક્રવારે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, સુબોધ પરમાર, રાકેશ મહેરિયા સહિત 19ને છ મહિનાની જેલની સજા ફટકારી છે.
સમગ્ર કેસમાં નોંધાયેલા ત્રણ કેસમાં કોર્ટે સજા સંભળાવી છે. પહેલા કેસમાં તેમને 6 મહિનાની જેલ, બીજા કેસમાં 500 રૂપિયા અને ત્રીજા કેસમાં 100 રૂપિયાના દંડની સજા ફટકારવામાં આવી છે.
વર્ષ 2017 માં ગુજરાત યુનિવર્સિટી ખાતે બની રહેલા કાયદા ભવનનું નામ બદલવા મુદ્દે તોડફોડ કરવામાં આવી હતી. જેમાં આજે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ નં.21 દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. આ તોડફોડ કેસમાં જિજ્ઞેશ મેવાણી સહિત 19 લોકોને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. કાયદા ભવનનું નામ બદલવાને લઇ યુનિવર્સિટીમાં થયેલી તોડફોડ કેસમાં મેટ્રોપોલીટન કોર્ટે કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણી સહિતના આરોપીઓને 6-6 મહિનાની સજા ફટકારવામાં આવી છે, જોકે આ કેસમાં કોર્ટ દ્વારા જામીન પણ આપવામાં આવ્યા છે. ત્યારે હવે જીજ્ઞેશ મેવાણી સેશન્સ કોર્ટમાં અપીલ કરશે.