- અખીલ ગુજરાત રાજપુત યુવા સંઘ પ્રેરીત
- અબતકની મુલાકાતમાં રાજપુત સમાજના આગેવાનોએ આપી 18માં સમુહ લગ્નની વિગતો
સામાજીક ઉત્કર્ષ અને કુરીવાજોને તીલાંજલી આપવા સમુહ લગ્ન આશિર્વાદ રૂપ બની રહ્યા છે. રાજકોટમાં અખીલ ગુજરાત રાજપુત યુવા સંઘ સતત 17 વર્ષથી સમુહ લગ્નના સફળ આયોજન બાદ રવિવાર તા.23 એ સમાજના 18મા સમુહ લગ્નમાં 19 દિકરીઓને ધામધૂમ પૂર્વક સાસરે વળાવશે.
અબતકની મુલાકાતમાં અખીલ ગુજરાત રાજપુત યુવા સંઘના આગેવાનો આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ, પી.ટી. જાડેજા, હિતેન્દ્રસંહ જાડેજા (કોઠારીયા), કિરીટસિંહ જાડેજા (મોટાભેલા), પથુભા જાડેજા (ખોખરી), અક્ષીતસિંહ જાડેજા (હડમતીયા), કનકસિંહ ઝાલા (બલાળા), હિતેન્દ્રસિંહ ઝાલા (ઈંગોરાળા), નિર્મલસિંહ ઝાલા (નેકનામ) અને દોલતસિંંહ જાડેજા (પીજદડે)એ સમુહ લગ્નની વિગતો આપી સમાજને આ યજ્ઞમા ખાસ ઉપસ્થિત રહેવા આહવાન કર્યું હતુ.
રાજપૂત ગીરાસદાર સમાજનો 18 મો સમુહલગ્નોત્સવમાં જેમાં 19 નવદંપતિ શાસ્ત્રોકત વિધીથી પ્રભુતાના પગલા માંડશે.
23-02-202પ ને રવિવારે બપોરના 2 કલાકે વર-ક્ધયાનું એન. કે. જાડેજા રાજપૂત ક્ધયા છાત્રાલય, ખાતે આગમન થશે. બપોરે 4:00 કલાકે 150 ફુટ રીંગ રોડ થી વરયાત્રાનો શુભારંભ 6 કલાકે લગ્ન સ્થળ આશાપુરા ફાર્મ, શીતલ પાર્ક બસ સ્ટોપ પાસે, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ, પર આગમન થશે. જયા દરેક નવદંપતિ ના સામૈયા કરી પોતાના લગ્ન મંડપમાં પધરામણી કરશે. શાસ્ત્રી દ્વારા શાસ્ત્રોકત વિધીથી લગ્ન વિધી કરાવવામાં આવશે. સાંજે ગૌધુલીક સમય 6.10 કલાકે હસ્તમેળાપ નવદંપતિ અને તેમના માતાપિતાને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામા આવશે.
અખીલ ગુજરાત રાજપૂત યુવા સંઘ ના મેનેજીગ ટ્રસ્ટી ડો. જયેન્દ્રસિંહ એમ. જાડેજા, પી.ટી. જાડેજા , દિપકસિંહ ઝાલા માર્ગદર્શન અનુસાર સમૂહ લગ્નોત્સવ ને સફળ બનાવવા યુવા સંઘના પી.ટી. જાડેજા (હડમતીયા જ) ચેરમેન (મો. 98242 14299), હિતેન્દ્રસિંહ ડી. ઝાલા ક્ધવીનર, સમૂહ લગ્નની જવાબદારી સંભાળી રહ્યાં છે.
કિરીટસિંહ જાડેજા, પથુભા જાડેજા, કિશોરસિંહ જેઠવા, નિમળસિંહ ઝાલા, ભારતસિંહ ઝાલા , ચંપકસિંહ જાડેજા, સુખદેવસિંહ જાડેજા , રાજભા વાળા, મહિપતસિંહ પરમાર, અશોકસિંહ જાડેજા પી.વી.જાડેજા , કીરીટસિંહ ઝાલાનું સતત માર્ગદર્શન પુરૂપાડી રહ્યા છે.
આ સમૂહ લગ્નોત્સવની સંપૂણ જવાબદારી અક્ષીતસિંહ પી. જાડેજા, કનકસિંહ ઝાલા, હિતેન્દ્રસિંહ ઝાલા , બલભદ્રસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, શક્તિસિંહ પરમાર, દિલીપસિંહ જાડેજા મેઘરાજસિંહ ઝાલા, જયપાલસિંહ જાડેજા, વનરાજસિંહ જાડેજા તેમજ યુવા પાંખના સર્વે કાર્યકર્તાઓ ખુબ જ જહેમત ઉઠાવી રહ્યા છે.
રાજકોટ જીલાના દરેક તાલુકા માથી મજબુતસિંહ જાડેજી, વી.પી. જાડેજા, જયદેવસિંહ ઝાલા , હેમંતસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, જયપાલસિંહ સરવૈયા, રવિરાજસિંહ જાડેજા , જયપાલસિંહ ઝાલા, મહાવિરસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ જાડેજા, ઓમદેવસિંહ જાડેજા, મહિલા સંઘના કા-અધ્યક્ષ- જયશ્રીબા પી.જાડેજા, હિનાબા ગોહીલ, સીતાબા જેઠવા, કિર્તીબા ઝાલા, ભાવનાબા જાડેજા, મીનાબા જાડેજા, પુર્ણાબા ગોહીલ ગૃહમાતા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
આ સમુહ લગ્ના આજીવન દાતા તરીકે સ્વ. સુરેન્દ્રસિંહ દાદુભા ઝાલા તથા પરિવાર, જુની કલાવડી દ્રાવ્ય આર્થીક અનુદાન આપવામાં આવેલ છે. સમુહ લગ્નમાં દરેક ક્ધયાઓને 100થી વધુ ભેટ-સોગાદ આપવામાં આવશે.
આ સમુહ લગ્નમાં દાતા પરાક્રમસિંહ જાડેજા, જયોતિ સી.એન.સી. મયુરધ્વજસિંહ એમ. જાડેજા (પડાણા) જે.એમ.જે.ગ્રુપ, મોહીતસિંહ બી.ઝાલા સિદિધવિનાયક મોટર, હકુભા વાળા (પ્રાંશલા) કિશોરસિંહ જાડેજા રાજશૃંગાર પાર્ટી પ્લોટ નાનામવા, હરીશચંદ્રસિંહ (હકુભા) જાડેજા (ઘંટેશ્ર્વર), અજીતસિંહ જાડેજા (ભુણાવા) સહદેવસિંહ ડી. ઝાલા કારોલ (પર્વ મેટલ), યુવરાજસિંહ જાડેજા (ચાંપાબેડા) ઋષીરાજસિંહ નિલેશસિંહ ઝાલા (વણા) હોટર આર.આર.ઈલ, સ્વ.પી.પી. જાડેજા પ્રધુમન ગ્રુપ નાનામવા, પ્રવિણસિંહ કનુભા વાઘેલા (ભાડેર) ફાઈન ટ્રેડ ફોર્મ ઈન્ડસ્ટ્રીઝ, વિરેન્દ્રસિંહ ઝાલા, સુરૂભા જાડેજા (રાવક) ક્રિપાલસિંહ જાડેજા (વાગુદડ) રોઝર મોટર્સ, મહિપતસિંહ ચુડાસમા, હોેટલ જયસન, શ્રીમતી જયશ્રીબા પી.ટી. જાડેજા(હડમતીયા જ.) તથા મહિલા સંઘ, મનોહરસિંહ (બબાભાઈ) રમુભા ઝાલા, રોજાસર, સદેવસિંહ ડી ઝાલા (પર્વમિટલ) સહદેવસિંહ વાઘેલા-દેવ બિલ્ડર્સ, ધર્મેન્દ્રસિંહ જાડેજા (દેદકદર), દિલીપસિંહ પી. જાડેજા (ઈટાળા) પી.સી.સી, રાજદિપસિંહ એમ. જાડેજા (વાવડી કો), હાર્દિકસિંહ એમ. જાડેજા (ખજુરડી), હીના એન્જી, યશપાલસિંહ જાડેજા (ચાંદલી) નો મુખ્ય આર્થીક સહયોગ મળેલ છે.
આ સમુલ લગ્નોત્સવમા મુખ્ય મહેમાન ડો. જવેન્દ્રન્દ્રલંહ એમ. જાડેજા, જનકસિંહ ગોહિલ (કુકડ) દીપકસિંહ ઝાલા, ઉપસ્થિત રહેશે.
સમૂહ લગ્નનું મહત્વ સમાજમાં વધતું જાય છે: પી.ટી.જાડેજા
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના નેજા હેઠળ અત્યાર સુધી 17સફળ સમૂહ લગ્ન બાદ 18માં સમૂહ લગ્ન આયોજન થયું છે, મુખ્ય આયોજક પી. ટી જાડેજાએ જણાવ્યું હતું કે શિક્ષિત દીક્ષિત રાજપુત સમાજમાં સમૂહ લગ્નનું મહત્વ વધતું જાય છે કુરિવાજો અને તિલાંજલિ સામાજિક એકતા ઉજાગર કરનાર સમૂહ લગ્નનું મહત્વ વધી રહ્યું છે તે સમાજ માટે સુખદ હોવાનું જણાવી રાજપુત સમાજને સમૂહ લગ્ન આયોજન બદલ પીટી જાડેજા અભિનંદન પાઠવ્યા છે.
સમૂહ લગ્નની તૈયારીની મહેનત લેખે લાગી: પથુભા જાડેજા
રાજપુત સમાજમાં સમૂહ લગ્ન માટે 170 કાર્યકરો રાત દિવસ મહેનત કરી રહ્યા છે 19 દીકરીઓને સાસરે વળાવવા સમાજમાં સ્વયંભુ તા ઉત્સાહ પ્રવત્તિ રહ્યું છે યુવા આગેવાન પથુભા જાડેજાએ જણાવ્યું હતું કે સમૂહ લગ્નની તૈયારીઓની મહેનત લેખે લાગી હોય તેવો માહોલ ઉભો થયો છે સમૂહ લગ્ન ની દીકરીઓને મેરેજ સર્ટિફિકેટથી લઇ સરકારી યોજનાઓના તમામ લાભ અપાય છે રાજપૂત સમાજ સમૂહ લગ્ન ને ધામધૂમથી ઉજવવા ઉત્સાહ થી રાહ જોઈ રહ્યો છે આયોજકોની મહેનત લેખે લાગી હોવાનું પથુભા જાડેજાએ સંતોષ વ્યક્ત કર્યો હતો.