સૌથી વધુ ડ્રેનેજની ૭૨૮૭૬ ફરિયાદ, લાઇટિંગ અંગેની ૪૧૪૩૦, પાણી અંગેની ૨૫૧૫૦, સોલિડ વેસ્ટને લગતી ૨૩૯૦૬ અને બાંધકામ અંગેની ૬૫૭૯ ફરિયાદ: કોરોના અને ફોરેન રિટર્ન અંગેની ફરિયાદોનો પણ મારો રહ્યો
રાજકોટવાસીઓએ રોજબરોજની સામાન્ય ફરિયાદો નોંધાવા માટે મહાપાલિકાની વોર્ડ ઓફિસ કે ઝોન કચેરી સુધી ધક્કો ન ખાવો પડે તે માટે તે માટે કોર્પોરેશન દ્વારા કોલ સેન્ટરની સુવિધા ઉભી કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષ દરમિયાન કોલ સેન્ટરમાં અલગ-અલગ ડિપાર્ટમેન્ટને લગતી ૧૮૮૧૫૮ ફરિયાદો નોંધાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ગત વર્ષની સરખામણીએ ફરિયાદોમાં ૪૦ ટકા જેટલો ઘટાડો ચોક્કસ છે. પરંતુ આ વર્ષે કોલ સેન્ટરમાં કોરોનાને લગતી અને વિદેશથી નાગરિકો આવ્યા હોવાની ફરિયાદોનો પણ મારો રહ્યો હતો.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ મહાપાલિકા સંચાલિત કોલ સેન્ટરમાં છેલ્લા એક વર્ષ દરમિયાન જે ફરિયાદો નોંધાય છે.તે પૈકી મોટાભાગની ફરિયાદોનો નિકાલ કરી દેવામાં આવ્યો છે સૌથી વધુ ફરિયાદ ડ્રેનેજ વિભાગને લગતી ૭૨૮૭૬ ફરિયાદ નોંધાય છે. જેમાં ડ્રેનેજ લાઈન છલકાતી હોવાનીનો, ડ્રેનેજનો કચરો ઉપાડવામાં આવ્યો ન હોવાની મેન હોલ છલકાતો હોવાની જેવી ફરિયાદોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બીજા નંબરે રોશની શાખા આવે છે.લાઈટ ચાલુ ન કરવામાં આવી હોવાની, લાઇટ બંધ હોવાની, એલીડી ખરાબ થઈ ગયો હોવાની અને શોર્ટ સર્કિટ થતી હોવાની ૪૧૪૩૦ ફરિયાદો નોંધાવા પામી છ. જ્યારે પાણી ન મળ્યું હોવાની, ધીમા ફોર્સથી પાણી મળતું હોવાની, ભૂતિયા જોડાણની, ઇલેક્ટ્રિક મોટર મુકી ડાયરેક્ટ પમ્પીંગ કરવામાં આવતું હોવાની, નિયમિત પાણી મળતું ન હોય તેવી વોટર વર્ક્સ ડિપાર્ટમેન્ટ ને લગતી ૨૫૧૫૦ ફરિયાદ નોંધાય છે. જ્યારે નિયમિત સફાઈ થતી ન હોવાની એપાર્ટમેન્ટ દ્વારા પાણી અને કચરો રોડ ઉપર પહેરવામાં આવતો હોવાની ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવા માટે નિયમિત આવતી હોવાની પણ ૨૩૮૦૬ ફરિયાદ નોંધાવા પામી છે. જ્યારે બાંધકામ શાખાને લગતી અલગ-અલગ ૬૫૭૯ ફરિયાદો નોંધાય છે.પ્રથમ વાર કોલ સેન્ટરમાં કોરોનાને લગતી ફરિયાદ પણ નોંધાઈ છે. જેમાં હોમ કવોરન્ટાઈન કરાયેલા લોકો ઘરની બહાર નીકળી જતા હોવાની કે કોરોનાનો શંકાસ્પદ કેસ હોવાની ૨૩૭૭ ફરિયાદ અને વિદેશથી નાગરિકો આવ્યા હોવાની ૪૭૭ જેટલી ફરિયાદ નોંધાવા પામી છે. આ ઉપરાંત કોલ સેન્ટરમાં છેલ્લા એક વર્ષ દરમિયાન રાજમાર્ગો અને શેરી ગલીઓમાં રખડતાં ભટકતાં ઢોરઅંગેની ૧૫૦૮ ફરિયાદ, કુતરાનો ત્રાસ હોવાની ૨૩૫ ફરિયાદ, આવાસ યોજનાના ફ્લેટ ભાડે આપી દીધાની ૫૯ ફરિયાદ, સિટી બસ અને બીઆરટીએસને લગતી ૯૩૮ ફરિયાદ, ચેક કલેકશન માટે માટે ઘરે ન આવતા હોવાની ફરિયાદ મરેલા ઢોર ઉપાડવા અંગેની ૨૦૨૯ ફરિયાદ, રોડ પર દબાણ હોવાની ૧૯૮૭ ફાયર બ્રિગેડને લગતી ૧૦૪ ફરિયાદ, આરોગ્ય વિભાગને લગતી ૧૬૦ ફરિયાદ બગીચાને લગતી ૨૨૯૧ ફરિયાદ,પે એન્ડ પાર્ક અંગેની ૫૫, ટેક્સ બ્રાન્ચને લગતી ૧૪૩,ટીપી શાખા સંદર્ભે ૭૬૩ ફરિયાદ, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટની ૨૨૦ અને દબાણની ૬૭૯ જેટલી ફરિયાદો નોંધાવા પામી છે.
મહાપાલિકાના કોલ સેન્ટરમાં ગત ૧લી જાન્યુઆરીથી ૨૮ ડિસેમ્બર સુધીના સમયગાળામાં કુલ ૧૮૮૧૫૮ ફરિયાદો નોંધાવા પામી છે.જે પૈકી ૧૫૮૯૪૨ ફરિયાદોનો નિકાલ કરી દેવામાં આવ્યો છે.આજની તારીખે ૬૧૨૫ ફરિયાદો પેન્ડિંગ છે. જ્યારે એકને એક ફરિયાદ બે વાર નોંધાવી કે ખોટી ફરિયાદ હોય તેવી ૨૩૦૯૧ ફરિયાદોનું કોઈ નિવેડો આવ્યો નથી દર વર્ષની સરખામણીએ આ વખતે કોલસેન્ટરમાં નોંધાતી ફરિયાદોમાં ચોક્કસ ઘટાડો નોંધાયો છે પરંતુ રાબેતા મુજબ ડ્રેનેજ પાણી સોલિડવેસ્ટ લાઇટિંગ અને બાંધકામ અંગેની ફરિયાદોનો મારો વધુ રહેવા પામ્યો છે ને લગતી સૌથી વધુ ફરિયાદ સાબિત કરે છે કે શહેરમાં ચોમાસાની સિઝન દરમિયાન ભારે વરસાદમાં તેને ચલાવવા ની સમસ્યા બની જાય છે.