13 નવેમ્બરે રાજકોટના ક્રિષ્ના પાર્ટી પ્લોટ ખાતે ભવ્યાતિભવ્ય સન્માન સમારોહનું આયોજન

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટની યુવા પાંખ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ-રાજકોટમાંથી તાલીમ મેળવીને વર્ષ 2022માં સરકારી વિભાગમાં નિમણૂક પામેલા કુલ 188 તાલીમાર્થી ભાઈઓ-બહેનોના સન્માન માટેના ભવ્યાતિભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની અધ્યક્ષ સ્થાને શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ-રાજકોટ દ્વારા રાજકોટના મવડી-પાળ રોડ પર આવેલા ક્રિષ્ના પાર્ટી પ્લોટ ખાતે આગામી 13 નવેમ્બરને રવિવારના રોજ સાંજે 4.15 કલાકેથી આ સન્માન સમારોહ યોજાશે.

જેમાં સમાજના આગેવાનોની હાજરીમાં રાજ્ય સરકારના વિવિધ સરકારી વિભાગોમાં પસંદગી પામેલા તાલીમાર્થીઓનું સન્માન કરવામાં આવશે.

KHODALDHAM LOGO

શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ-રાજકોટમાંથી તાલીમ મેળવીને વર્ષ 2022માં કુલ 188 ભાઈઓ-બહેનોએ પોલીસ વિભાગ, પીએસઆઈ-એએસઆઈ, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્ક, ટેક્નિકલ વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશન ક્લાર્ક, આઈટીઆઈ ઈન્સ્ટ્રક્ટર સહિતના વિવિધ વિભાગમાં પસંદગી પામ્યા છે.

ત્યારે આ તમામ 188 તાલીમાર્થીભાઈઓ-બહેનોને સન્માનિત કરવા માટે આ સન્માન સમારોહનું આયોજન કરાયું છે.

સન્માન સમારોહની સાથે સાથે અત્યાર સુધી સરકારી સેવામાં નિમણૂંક પામેલા શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ-રાજકોટના વિદ્યાર્થીઓનું સ્નેહમિલન પણ યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.