નવરચિત મોરબી જિલ્લામાં વિધાનસભા મત વિભાગમાં ત્રણ બેઠકો આવેલી છે. આ ત્રણ બેઠકોમાં ૬૫-મોરબી,૬૬-ટંકારા અને૬૭-વાંકાનેર બેઠકોનો સમાવેશ થાય છે. આ ત્રણ બેઠકોમાં તા.૦૯-૧૨-૨૦૧૭ના રોજ મતદાન થનાર છે. જેમાં ૯૯ વર્ષથી ઉપરના ૧૮૮ સતાયુ મતદારોની ચૂંટણી પ્રક્રિયામાં મતદાન કરશે.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આઇ.કે પટેલે જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકના ૧૮ વર્ષથી ૯૯ વર્ષ સુધીના મતદારોની વિગતની રૂપરેખા આપી જણાવ્યું હતું કે ૬૫-મોરબી વિધાનસભા બેઠકમાં ૧૮ થી ૧૯ વર્ષના પુરૂષ મતદારો ૪,૪૧૪ , સ્ત્રી મતદારો ૨,૭૮૪ કુલ મતદારો ૭,૧૯૮, ઉમર ૨૦ થી ૨૯ સુધીના મતદારોમાં પુરુષ ૩૪,૦૮૪ અન્ય ૦૧ મળી કુલ ૬૨,૩૧૪ તેમજ ૩૦ થી ૩૯ વર્ષ સુધીના મતદારોમાં પુરુષ ૩૪,૩૫૭ સ્ત્રી ૩૦,૫૬૭ મળી કુલ ૬૪,૯૨૪ તથા ૪૦ થી ૪૯ વર્ષ સુધીના મતદારોમાં પુરુષ ૨૪,૨૫૫ સ્ત્રી ૨૨,૫૭૫ અન્ય ૦૧ મળીને કુલ ૪૬,૮૩૧, જયારે ૫૦ થી ૫૯ વર્ષ સુધીના મતદારોમાં પુરુષ મતદારો ૧૮,૯૭૧ સ્ત્રી ૧૮,૦૦૬ મળી કુલ ૩૬,૯૭૭ તથા ૬૦ થી ૬૯ વર્ષ સુધીના મતદારોમાં પુરુષ મતદારો ૧૧,૨૫૩ સ્ત્રી ૧૦,૪૩૪ મળી કુલ મતદારો ૨૧,૬૮૭ જયારે ૭૦ થી ૭૯ વર્ષ સુધીના મતદારોમાં પુરૂષ ૫,૦૨૩ સ્ત્રી ૬,૧૦૧ મળી કુલ ૧૧,૧૨૪ જયારે ૮૦ થી ૮૯ વર્ષના મતદારોમાં પુરુષ ૧,૪૩૯ સ્ત્રી ૨,૧૮૧ કુલ મળી ૩,૬૨૦ મતદારો જયારે ૯૦ થી ૯૯ વર્ષ સુધીના મતદારોમાં પુરુષ -૧૫૭ સ્ત્રી ૩૭૬ કુલ મળી ૫૩૩ મતદારો મતદાન કરવામાં ભાગ લેશે.
જયારે ૬૬- ટંકારા બેઠકમાં ઉમેદવાર મતદારો જોઇએ તો ૧૮ થી ૧૯ વર્ષ પુરૂષ ૪,૪૯૯ સ્ત્રી ૩,૦૯૮ કુલ મળી ૭,૫૯૭, તથા ઉમર ૨૦ થી ૨૯ સુધીના મતદારોમાં પુરુષ ૨૮,૫૫૯ સ્ત્રી ૨૫,૩૧૪ અન્ય ૦૧ મળી કુલ ૫૩,૮૭૪ તેમજ ૩૦ થી ૩૯ વર્ષ સુધીનામાં મતદારોમાં પુરૂષ ૨૯,૮૨૫, સ્ત્રી ૨૭,૧૬૩ મળી કુલ ૫૬,૯૮૮ તથા ૪૦ થી ૪૯ વર્ષ સુધીના મતદારોમાં પુરુષ ૨૦,૬૧૫, સ્ત્રી ૧૯,૧૪૯ મળીને કુલ ૩૯,૭૬૪, જયારે ૫૦ થી ૫૯ વર્ષ સુધીના પુરૂષ મતદારોમાં ૧૬,૧૧૬, સ્ત્રી ૧૫,૬૫૯ મળી કુલ ૩૧,૭૭૫ તથા ૬૦ થી ૬૯ વર્ષ સુધીના પુરૂષ મતદારોમાં ૯,૭૮૨, સ્ત્રી ૯,૬૪૫ મળી કુલ મતદારો ૧૯,૪૨૭ જયારે ૭૦ ૭૯ વર્ષ સુધીના પુરૂષ મતદારોમાં ૪,૮૧૬, સ્ત્રી ૫,૭૨૭ મળી કુલ ૧૦,૫૪૩, જયારે ૮૦ થી ૮૯ વર્ષના પુરૂષ મતદારોમાં ૧,૫૦૪, સ્ત્રી ૨,૧૯૦ મળી કુલ ૩,૬૯૪ મતદારો જયારે ૯૦ થી ૯૯ વર્ષ સુધીના મતદારોમાં પુરૂષ ૨૦૯, સ્ત્રી ૪૨૭ કુલ મળી ૬૩૬ મતદારો મતદાન કરવામાં ભાગ લેશે.
જિલ્લા ચૂંટણી અધિકારી આઇ.કે પટેલે ૬૭ વાંકાનેર વિધાનસભાના મતદારોની વિગતોની રૂપરેખા વર્ણવી જણાવ્યુ કે, આ બેઠકમાં ૧૮ થી ૧૯ વર્ષની ઉમરના પુરુષ મતદારો ૪,૯૫૨, સ્ત્રી ૨,૯૪૬ મળીને કુલ ૭,૮૯૮, ઉમર ૨૦ થી ૨૯ સુધીના મતદારોમાં પુરૂષ ૩૪,૧૮૬, સ્ત્રી ૨૮,૨૩૬ મળી કુલ ૬૨,૪૨૨ તેમજ ૩૦ થી ૩૯ વર્ષ સુધીનામાં પુરૂષ ૩૧,૯૩૯, સ્ત્રી ૨૯,૭૩૭ મળી કુલ ૬૧,૬૩૬ તથા ૪૦ થી ૪૯ વર્ષ સુધીના પુરૂષ, ૨૩,૧૧૭, સ્ત્રી ૨૧,૨૭૪ મળીને કુલ ૪૪,૩૯૫, જયારે ૫૦ થી ૫૯ વર્ષ સુધીના પુરુષ મતદારો ૧૭,૪૫૨, સ્ત્રી ૧૬,૪૫૮ મળી કુલ ૩૩,૯૧૦ તથા ૬૦ થી ૬૯ વર્ષ સુધીના પુરૂષ મતદારોમાં ૯,૬૪૯, સ્ત્રી ૯,૫૧૧ મળી કુલ મતદારો ૧૯,૧૬૦ જયારે ૭૦ થી ૭૯ વર્ષ સુધીના મતદારોમાં પુરૂષ ૪,૪૭૪, સ્ત્રી ૫,૫૮૩ મળી કુલ ૧૦,૦૫૭, જયારે ૮૦ થી ૮૯ વર્ષના મતદારોમાં પુરૂષ ૧,૪૩૩, સ્ત્રી ૨,૨૨૫ કુલ મળી ૩,૬૫૮ મતદારો જયારે ૯૦ થી ૯૯ વર્ષ સુધીના મતદારોમાં પુરૂષ ૧૮૨, સ્ત્રી ૪૨૭ કુલ મળી ૬૦૯ મતદારો મતદાન કરવામાં ભાગ લેશે.