સોયાબીજ અને જલજીરાની આડમાં લઇ અવાતો દારૂનો જથ્થો દેદાદરા ગામના પાટિયા પાસે ઝડપી લેતી સુરેન્દ્રનગર એલસીબી
સુરેન્દ્રનગર જિલ્લામાંથી વધુ એકવાર દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. એલસીબી પોલીસે વિદેશી દારૂની 1860 બોટલ સાથે રૂ. 18 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ડ્રાયવરની ધરપકડ કરી છે. સમગ્ર મામલે વઢવાણ પોલીસ મથકમાં ગુન્હો નોંધી દારૂનો જથ્થો ક્યાં લઇ જવાનો હતો તેમજ કોણે મંગાવ્યો હતો સહીતની બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે.
લોકસભા ચૂંટણી અનુસંધાને દારૂની બદ્દીને ડામવા પોલીસ સતત દરોડા પાડી રહી છે. ત્યારે પ્રાપ્ત વિગત અનુસાર સુરેન્દ્રનગર એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ બી એલ રાયઝાદા સહીતની ટીમ શુક્રવારે મોડી રાત્રે પેટ્રોલિંગમાં હતી દરમિયાન એલસીબીના ગોપાલસિંહ સહિતનાને બાતમી મળી હતી કે, રાજસ્થાન તરફથી આઈસર ટ્રક દારૂનો જથ્થો લઇ સુરેન્દ્રનગર તરફ આવી રહ્યો છે. બાતમીના આધારે એલસીબી વોચ ગોઠવી હતી.
ત્યારે સુરેન્દ્રનગર-લખતર હાઇવે પર દેદાદરાના પાટિયા પાસે શંકાસ્પદ ટ્રક અટકાવી પૂછપરછ કરતા આઈસરમાં સોયાબીજ અને જલજીરા હોવાનું ડ્રાયવરે જણાવ્યું હતું. જે બાદ પોલીસે અંદર તપાસ કરતા વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી હતી. એલસીબીએ દારૂના જથ્થાની ગણતરી કરતા રૂ. 8,57,890ની કિંમતની 1860 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.
હાલ પોલીસે રૂ. 8.57 લાખનો દારૂ, આઇસર ટ્રક, મોબાઈલ ફોન, સોયાબીજ અને જલજીરા સહિતનો રૂ. 18,06,090નો મુદ્દામાલ કબ્જે કરી મૂળ રાજસ્થાનના જોધપુરના રહેવાસી ડ્રાયવર મુકેશ બાબુલાલ પરિહારની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો ડ્રાયવરના મોટાભાઈ ભગીરથ બાબુલાલ પરિહારે મોકલ્યાનું જણાવ્યું હતું અને આ જથ્થો રાજકોટ પહોંચાડવાનું ભગીરથે જણાવ્યું હતું. રાજકોટમાં આ ડિલિવરી કોને આપવાની હતી સહીતની બાબતોએ હાલ પોલીસે તપાસ આદરી છે.
કારના ચોરખાનામાં સંતાડેલો 54 બોટલ દારૂ ઝડપાયો
રાજકોટમાં કારની સીટ નીચે ચોરખાનું બનાવી દારૂની હેરાફેરીનો વધુ એક કિમીયાનો પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે કાર તેમજ વિદેશી દારૂની 54 બોટલ સહિતનાં મુદ્દામાલ ઝડપાયો છે. તો સાથે બે શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે મળતી માહિતી અનુસાર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારના ભાવનગર હાઇવે સીતારામ હોટલ સામેનાં રોડ પરથી વિદેશી દારૂનો જથ્થો કારમાં ભરીને બે શખસ પસાર થવાના હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ માહિતીનાં આધારે વોચ
672 ચપલા સાથે વર્ધમાનનગરનો શખ્સ ઝડપાયો
રાજકોટ શહેરના એસઆરપી કેમ્પ પાસેથી વર્ધમનનગરનો શખ્સ કેયુર નીતિન સંઘવી કુલ દારૂના 672 ચપલા સાથે ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચના ઘંટેશ્વર ચોકડી પાસેના દરોડામાં વર્ધમાનનગરનો શખ્સ કેયુર સંઘવી ઓલ સીઝન વ્હીસ્કીના 480 ચપલા અને એટ પીએમ બ્લ્યુ વ્હીસ્કીના 192 ચપલા સાથે ઝડપાયો હતો.