માત્ર ૧૫ લાખનો પ્રોજેકટ પાર્કિંગની વિકરાળ સમસ્યામાંથી મુકિત અપાવવા સક્ષમ: પાયલોટ પ્રોજેકટ તરીકે બે સ્થળે રોટરી પાર્કિંગ સિસ્ટમ શરૂ કરવા વિચારણા

રાજકોટનાં બે ઈજનેરોએ પાર્કિંગની સમસ્યામાંથી લોકોને મુકિત અપાવવા માટે રોટરી પાર્કિંગ સિસ્ટમ નામનો પ્રોજેકટ બનાવ્યો છે. આજે મયંક ખીમાણીયા અને કૃણાલ બોરીચા નામના બંને ઈજનેરોએ સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડ સમક્ષ આ પ્રોજેકટનું ડેમોસ્ટ્રેશન રજુ કર્યું હતું. પાયલેટ પ્રોજેકટ તરીકે શહેરમાં બે સ્થળે આ સિસ્ટમ શરૂ કરવા કોર્પોરેશન દ્વારા પ્રાથમિક વિચારણા શરૂ કરવામાં આવી છે. માત્ર ૧૫ લાખનાં ખર્ચે લોકોને પાર્કિંગની વિકરાળ સમસ્યામાંથી મુકિત અપાવવા માટે આ પ્રોજેકટ તમામ રીતે સક્ષમ છે.

બાઈક પાર્કિંગ સોલ્યુશન લક્ષ્ય ઓટોમેશન સેફ એન્ડ સિકયોર ઓટોમેશન દ્વારા હાલનાં ચિલાચાલુ પાર્કિંગમાં જેટલા બાઈક પાર્ક થઈ શકે તેનાથી ત્રણ ગણા વધુ બાઈક પાર્ક થઈ શકે તેવું સ્ટ્રકચર બનાવવામાં આવે છે. સામાન્ય રીતે ૧૮૨ વાર જગ્યામાં ૫૪ બાઈક પાર્ક થઈ શકે જયારે આ સિસ્ટમમાં ફકત ૬૭ વાર જગ્યામાં ૫૪ બાઈક પાર્ક થઈ શકે તેવું સ્ટ્રકચર બનાવવામાં આવે છે. ૨૪રૂ૨૪ ફુટનાં આ સ્ટ્રકચરમાં ૫૪ બાઈક પાર્ક થઈ શકે છે. તેનું મેન્ટેનન્સ સાવ ઓછું આવે છે. જરૂરત પડયે તેમાં સીસીટીવી કેમેરા મુકી શકાય છે અને ઉપરના ભાગે સિકયુરીટી રૂમની પણ વ્યવસ્થા થઈ શકે છે.

સંપૂર્ણપણે ઈકોફ્રેન્ડલી સિસ્ટમ હોવાથી પર્યાવરણને કોઈપણ જાતની અસર કરતા નથી. ફકત ૨૦ સેક્ધડમાં બાઈક લોડ અનલોડ થઈ શકતા હોવાથી સમયની ઘણી બચત થાય છે. આ સ્ટ્રકચર સ્થાયી સ્ટ્રકચર ન હોવાથી જયારે પણ જરૂર પડે ત્યારે એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી બે થી ત્રણ દિવસમાં ફેરવી શકાય છે. એરપોર્ટ, જાહેર સ્થળો, મોલ, સરકારી કચેરીઓ, શાળા-કોલેજ, હોસ્પિટલ વિગેરે સ્થળોએ સરળતાથી ઉભું કરી શકાય છે. ભારતમાં બાઈકની સંખ્યા અન્ય વાહનોની સરખામણીમાં ખુબ જ વધારે હોવાથી બાઈકનાં પાર્કિંગની સમસ્યાનાં નિવારણ માટે આ એક ખુબ જ ઉપયોગી અને પાર્કિંગ સિસ્ટમ છે. ભારતભરમાં આ સિસ્ટમ પ્રથમ વખત અમલમાં મુકી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.