અહી આઠ દિવસ શ્રીફળ વધેરવામાં આવતા નથી પરંતુ આઠ દિવસમાં ભેગા થયેલા શ્રીફળ આઠમને દિવસે હવનમાં પધરાવવામાં આવે છે
જગત આખુ જાકારો દીયે અને સગા ન દીયે સાથ એને કહેજો ગળધરાવાળી ખોડિયારને, એકવાર યાદ કરે
દર્શને આવતા રા’નવઘણની વ્હારે ચડી ઘોડાના બે પગના ડાબલા માતાજીએ પોતાના હાથમાં લીધા હોવાની લોકવાયકા
ધારી પાસે આવેલ સુપ્રસિધ્ધ શ્રી ગળધરા ખોડિયાર માતાજી ૧૬૦૦ વષે પૌરાણિક છે અને આજે પણ આસ્થા સાથે માડી ખમકારા સાથે ભકતો ના દુ:ખ દૂર કરે છે તેવી માતા જગતજનની મા ગળધરાવાળી માત ખોડિયાર ની પ્રાગટ્ય સ્થાન ની અહી વાત કરવી છે ધારી થી માત્ર આઠ કી,મી દુર આવેલ સુપ્રસિધ્ધ શ્રી ગળધરા ખોડિયાર માતાજી અહી સ્વયંભુ પ્રગટ થયા હતા અને તેમના શરીર નો અંત પણ અહી જ પોતાનુ શરીર પાણી ગાળીને જગત આખા મા પુજાવા લાગ્યા હતા અહી માતાજી નુ નામ ગળધરા ખોડિયાર કેમ કેહવાય છે તેની સાથે એક ઇતિહાસ છે લોક વાયકા મુજબ અને અહી રહેતા પુજારી પરિવાર ના જણાવ્યા મુજબ અહી તે સમય મા અસુરો નો ખુબજ ત્રાસ હતો અને ખમકારી આઇ શ્રી ખોડિયાર તે રાક્ષસ ને નાસ કરવા રાક્ષસ સાથે યુધ્ધ કર્યું હતું અને આ અસુર મા એવુ વરદાન હતું કે આ રાક્ષસ નુ એક લોહી નુ ટીપું પડે તો અનેક રાક્ષસ ઉત્પન્ન થાય તે માટે આ રાક્ષસ નો વઘ કરી લહી બઘુ અહી હાલ એ ખાડણીયો છે તેમાં તેનો વધ કર્યો હતો અને માતાજી ને પણ લોહી ના છાંટા ઉડ્યા હતા અને પોતે પણ અસુધ્ધ થયા હતા અને તેમણે અહી આવેલ ધરા મા (ઘુના ) પાણી મા ઉભા રહી ગયા હતા અને પોતાનુ આખુ શરીર પાણી મા ગાળી નાખ્યું હતું અને માત્ર ગળુ (મસ્તક) રહ્યું હતું ત્યારથી જ કેહવાણા શ્રી ગળધરા ખોડિયાર અહી માતાજી નુ મુળ પ્રાગટ્ય સ્થાન ધરા પાસે આવેલ એક રાળ ના ઝાડ નીચે છે અને અહી માતાજી નુ મંદીર ની અંદર રેહલા સ્થાન પર માત્ર ગળુ મસ્તક જ છે અહી રા નવઘણ માતાજી ના દશેન કરવા આવતા અને એક દિવસ માતાજી ના રથની પાછળ ઘોડા લય ને આવતા ઘોડા સાથે રાનવઘણ પથ્થર પર પટકાત પણ માતાજી ઘોડા બે પગ પોતાની હથેળી પર રાખી દીધાં હતાં અને બે પગ અહી પથ્થર પર પટકાયા હતા અને અહી તે ઘોડા ના ડાબલા હાલમાં પણ છે અને રાનવઘણે અહી ધરામાં પોતાના અશ્વ ને સ્નાન કરાવતા આ ઘુના નુ પાણી અડઘુ ડોહળુ અને અડધુ તાજુ પાણી થય ગયૂ હતું તે હાલમાં પણ જોવા મળે છે આશ્રી ખોડિયાર માતાજી નુ મુળ નામ જાનબાઈ માં છે હાલમાં અહી આઇ શ્રી ગળધરા ખોડિયાર તેમજ તેમના મોટા બહેન શ્રી આવળ માતાજી જે અહી ખોડિયાર માતાજી થી રીસાયા હતા અને અવળું ફરી ને બેસી ગયા હતા તેમનુ સ્થાનક પણ છે અને જ્યારે રાનવઘણ ની વાર ચડી અને ચકલી સ્વરૂપ માતાજી વારે ચડ્યા ત્યારે સિંધ મા થી સુમરા ના દેવ પઠાપીર, સીકોતર માતા, તેમજ, ભુતડા દાદા સાથે આવ્યા હતા અહી તેમના સ્થાન પણ છે અને લોકો અહી પણ આસ્થા સાથે પુજન કરેછે અહી નવરાત્રી પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવે છે માતા ના સ્થાનક પાસે કુંભ અને જુવારા સાથે સ્થાપન કરવામાં આવે છે અને અહી આઠ દિવસ સુધી માતાજી ને શ્રીફળ વઘેરવામા આવતું નથી અહી આઠ દિવસ શ્રીફળ ભેગા થાય તેમને આઠમ ના દિવસે હવન મા હોમવામાં આવે છે અને માતાજી ને રવીવાર તેમજ મંગળવારે લાપસી નો મહાપ્રસાદ ગામેગામ થી લોકો માનતા પ્રમાણે કરવા આવે છે અહી આવતા માઇ ભકતો ની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે
જેમાં નાના બાળકો માટે ઘોડીયા સહીત અને અહી દુરદર થી પગપાળા ચાલીને પણ માઇ ભકતો આવે અને માતાજી ને શિશ નમાવી અને ધન્યતા અનુભવી છે હાલ મા અહી ભનુપરી બાપુ ના મહંત પરિવાર સેવા પૂજા કરે છે