ગીર ગઢડા તાલુકા મા અઢારસો થી પણ વધુ જમીન માપણી ની અરજીઓ પેન્ડીગ ખેતી ની જમીન ના 7/12/8/અ મા ભાઈઓ ભાગની વહેંચણી કરવામાં આવે ત્યારે જમીનની માપણી ફરજિયાત હોવાના કારણે 7 12 અલગ પડતા નથી તેમજ મૂળ સર્વ નં માથી અડધી જમીન વેચાણ કરવામાં અલગ 7 12 8 અ માપણી વગર થતાં નથી.

ડી.એલ.આર.આઈ.મા આસરે 1800 થી વધારે અરજીઓ પેંડિગ પડેલ છે અને એક બે વર્ષ નું વેઈટીન્ગ ચાલે છે માત્ર ગીર ગઢડા તાલુકા મા વહેંચણી ની નોંધ મંજૂર થઈ ગયા બાદ ખેડૂતો ને લોન મળતી નથી જેના કારણે તેઓ પુરતુ ઉત્પાદન મેળવી શકાતું નથી વેચાણ ના કિસ્સા માં ખરીદનાર કે વહેચનાર ને જમીન ના 7/12/8/ મા કોઈ પણ જાતનો ફેરફાર કરી શકતા નથી.

ડી.એલ.આર.આઈ.મારફત માપણી કરવામાં વિલંબ થાય છે અને તેમાં પણ 7/12/ થી 2થી5 મિટર જમીન ઓસા વધુ થાય ત્યારે માપણી શીટ બનતી નથી.

માપણી મા મુળ સર્વ નં માનવામાં આવે તેમાં પેકિ ના તમામ માલીકો ની જમીન માનવામાં આવે છે જ્યારે મોટાંભાગે અન્ય પેકી વાળા વ્યક્તિ ઓ પોતાની જમીન માપવા એગ્રી થતાં નથી.

જમીન માપણી ના નિયમ ના કારણે ભાઈ ભાઈ વચ્ચે અને શેઢા પાડોશી ઓ વચ્ચે દુશ્મનાવટ પેદા થાય છે અને વર્ષો જુના સંબંધો બગડી રહ્યા છે. ખેડુતો ને મોટા ભાગે પાકધિરાણ લોનની જરૂર પડતી હોય છે જે આ માપણી ના નિયમ ના કારણે જમીન અલગ અલગ થતી ન હોય અને જેના કારણે ખેડૂતોને પાક ધિરાણ લોન મળતી નથી જેમાં મોટા ભાગે ખેડૂતો પોતાની જમીન વાવિ ખેડી ઉપજ લય શકતાં નથી અને અનાજ નુ ઉત્પાદન મા પણ ધટાડો જોવા મળી રહ્યો છે.

ખરેખર જો જુની સિસ્ટમ અમલમાં રાખવામાં આવે તો ખેડુત ને ખુબજ લાભ દાઈ નીવડે તેમ છે. જુની સિસ્ટમ મુજબ જે ખેડુત પાસે જેટલો કબ્જો ધરાવે છે તે મુજબ સેટેલાઈટ દ્વારા માપણી કરી ખેડૂતોને તેમની જમીન ની કબ્જા મુજબ ની માપણી સીટ બનાવી આપવામાં આવે તો ડિ.એલ.આર.આઈ.કચેરી મા સ્ટાફ ઓછો હોય અને કામનુ ભારણ ઓછું થઈ જાય તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.