સદ્જ્યોતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૧મીએ મેગા રકતદાન કેમ્પનું આયોજન: ૨૫ થી વધુ રકતદાન કેમ્પ યોજીને ૧૦ હજાર બોટલથી વધુ રકત એકત્ર કરાયું છે
સેવાકીય પ્રવૃતિઓમાં સદા અગ્રેસર પટેલ બ્રાસ પરિવારના સભ્ય અને ખોડલધામ ટ્રસ્ટ કાગવડના પ્રણેતા નરેશભાઇ પટેલના જન્મદિવસ નિમિત્તે સતત ૧૮માં વર્ષે સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. નરેશભાઇના માર્ગદર્શન હેઠળ ચાલતા સદજ્યોતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી ૧૧ જુલાઇના તેમના જન્મદિવસે રાજકોટમાં મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ શહેર તેમજ આસપાસના ગામોમાંથી યુવાનો મોટી સંખ્યામાં રક્તદાન કરવા માટે ઉમટી પડશે.
સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા ૧૮ વર્ષથી અલગ-અલગ સેવાકિય પ્રવૃત્તિ થકી લોકઉપયોગી કાર્યો કરી રહ્યું છે. વર્ષ ૨૦૦૦થી વિવિધ સ્થળો પર રકતદાન કેમ્પ્નું આયોજ‘ કરીને જીવનમાં રકતનું કેટલું મૂલ્ય છે એ સાર્થક કરી રહયું છે. અત્યાર સુધીમાં સદજયોતા ચેટીટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૫ થી વધુ મેગા રકતદાન કેમ્પ કરવામાં આવ્યા છે. જેમાં ૧૦ હજારથી વધુ રકતની બોટલ એકઠી કરવામાં આવી છે. નરેશભાઇના માર્ગદર્શન હેઠળ અગાઉ આ ટ્રસ્ટના માધ્યમથી વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ્નું આયોજન કરવામાં આવતું હતું. જેમાં સૌરાષ્ટ્રમાં નિદાન કે સારવાર ન થઇ શકે તેવા રોગાનું નિદાન કરવા માટે દેશના નામાંકિત ડોકટરોને મુંબઇથી આ કેમ્પમાં બોલાવવામાં આવતા હતા અને દર્દીઓને નિદાનની સાથે સાથે જરી તમામ દવાઓ પણ આપવામાં આવતી હતી. આ ટ્રસ્ટના માધ્યમથી પાંચ વર્ષથી મેગા રક્તદાન કેમ્પ્નું આયોજન કરવામાં આવે છે. જેમાં હજારોની સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરી જરૂરિયાતમંદ ગરીબ દર્દીઓને નરેશભાઇના માધ્યમથી રક્ત પહોંચાડે છે. રક્તદાન કેમ્પમાં મહિલાઓ પણ ઉત્સાહથી ભાગ લઇ રક્તદાન કરે છે.ખોડલધામ ટ્રસ્ટના સ્થાપક નરેશભાઇ પટેલની અત્યાર સુધીમાં ૧૨૫ કરતા પણ વધુ વખત રક્તતુલા કરવામાં આવી છે. આ રક્તતુલા કર્યા બાદ તમામ રક્ત સરકારી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને અર્પણ કરવામાં આવે છે. નરેશભાઇના જીવનનો ધ્યેય જરૂરિયાત મંદ અને ગરીબ પરિવારનો મદદ કરવાનો હંમેશા રહ્યો છે. ત્યારે નરેશભાઇ પટેલના ૫૪માં જન્મદિવસ નિમિત્તે સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તા.૧૧ જુલાઇના સવારે૮ થી ૧, સત્યમ પાર્ટી પ્લોટ, નાના મવા મેઇન રોડ ખાતે મેગા રક્તદાન કેમ્પ્નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ શહેર તેમજ આસપાસના ગામડામાંથી મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડશે.