રૂ.૭૧૫૦નો દંડ વસુલાયો, ૮ કિલો પ્લાસ્ટીક જપ્ત
આગામી ૫મી જુનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે જે અંતર્ગત મહાપાલિક દ્વારા એન્ટી પ્લાસ્ટીક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત આજે શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ગોંડલ રોડ પર હાથ ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન જાહેરમાં કચરો ફેંકવા સબબ અને પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ કરવા સબબ ૧૮ વેપારીઓ પાસેથી દંડ વસુલ કરી પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
સેન્ટ્રલ ઝોન કચેરીના નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભભાઈ જીંજાળાની ટીમ દ્વારા આજે ગોંડલ રોડ પર હાથ ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન પેરેડાઈઝ, હાતીમ બ્રધર્સ, સીટી શોપ, દિનેશભાઈ ચેતા, આર.કે.પાન, માલાબાર હોલ, લક્ષ્મણ ઝાલા, જીત કોલ્ડ્રીંકસ, શબ્બીર ટ્રેડર્સ, જે.સી.કંસારા, નચિકેતા સ્ટેશનરી, મોમાઈ ટી સ્ટોલ, વરીયા ભજીયા હાઉસ, ટી પોસ્ટ, જલારામ પાન અને સાધના ભેળ સહિત કુલ ૧૮ વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જાહેરમાં કચરો ફેંકવા સબબ અને પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ કરવા સબબ રૂ.૭૧૫૦નો દંડ વસુલ કરી ૮ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.