જંગલેશ્ર્વર વિસ્તારમાં મોડીરાતે દોડધામ: આરોગ્ય વિભાગ દ્વારા પાણીના અને ખોરાકના નમુના લેવાયા
શહેરના જંગેલેશ્ર્વર વિસ્તારમાં ગતરાતે દુષિત પાણી પીવાના કારણે ૧૮ વ્યક્તિઓને ઝેરી અસર થતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. એક સાથે ૧૮ વ્યક્તિને ઝેરી અસર થતા આરોગ્ય વિભાગ દ્વારા દુષિત પાણી અને રાત્રે કરેલા ભોજનના નમુના લઇ તપાસ હાથધરી છે.
આ અંગેની સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ જંગલેશ્ર્વર વિસ્તારમાં આવેલી એકતા સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા પરપ્રાંતિય યુવાનોએ રાત્રે ભોજન કર્યા બાદ ફુડ પોવિઝનની અસર થતા ૧૦૮ની મદદ લેવામાં આવી હતી. એક સાથે ૧૮ વ્યક્તિને ઝેરી અસર થઇ હોવાથી મોડીરાત સુધી ૧૦૮ જંગેશ્ર્વર વિસ્તારમાં દોડતી રહી હતી. અને તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
ભક્તિનગર પોલીસ સ્ટાફ દ્વારા અસરગ્રસ્તોની પૂછપરછ કરવામાં આવતા તેઓ ઉત્તર પ્રદેશ અને બિહારના વતની હોવાનું અને એક ‚મમાં ત્રણ થી ચાર એમ અલગ અલગ રહેતા હતા તેમજ તમામ પોતાના ‚મમાં અલગ અલગ જમ્યા હોવાથી ખોરાકના કારણે નહી પણ બોરનું દુષિત પાણી પીવાના કારણે ઝેરી અસર થયાની શંકા સાથે કોર્પોરેશનના આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી.
કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જંગલેશ્ર્વર વિસ્તારમાંથી બોરના પાણીના તેમજ રાત્રે કરેલા ભોજનમાં નમુના લીધા હતા. અસરગ્રસ્તોની સવાર સુધી સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ સવારે તમામ ભય મુક્ત હોવાનું તબીબી સુત્રોએ જણાવ્યું હતું. દુષિત પાણીના કારણે એન્સાર લાલા શેખ (ઉ.વ.૧૮), શાહ‚ખ ઉર્ફે શે‚ જોયુભાઇ શેખ (ઉ.વ.૧૯), ઓમપ્રકાશ શ્યામ યાદવ (ઉ.વ.૧૨), અવધરામ રામકરણ યાદવ (ઉ.વ.૧૪), પંકજ રામધીરજ યાદવ (ઉ.વ.૧૮), તાતે દુલ્લારામ પ્રજાપતિ (ઉ.વ.૩૨), ધનુ રામચરણ પ્રજાપતિ (ઉ.વ.૨૦), શેજી મણીરામ વર્મા (ઉ.વ.૨૨), અખ્તરઅલી (ઉ.વ.૧૫), ભગવાનજી જગતરામ (ઉ.વ.૨૨), વિજય નનકુ યાદવ (ઉ.વ.૧૯), રામચરણ મનોશંકર યાદવ (ઉ.વ.૨૨), સુનિલ ભૈયારામ ગૌતમ (ઉ.વ.૧૬), મનોજરામ અછેવટ ગૌતમ (ઉ.વ.૧૭), દિલીપ ભૈયારામ ગૌતમ (ઉ.વ.૧૮), સુનિલ વૈધનાથ પાસવાન (ઉ.વ.૧૮), વિજલદાદુર ચેપ્પલપ્રસાદ રાઠોડ (ઉ.વ.૨૬) અને માનબલુ ખુશીરામ રાજપૂત (ઉ.વ.૨૨)ને ઝેરી અસર થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.