ગત વર્ષે 1.07 લાખ પરીક્ષાર્થીઓ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે નોંધાયા હતા: ચાલુ વર્ષે વિઘાર્થીની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો
ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2023માં લેવાનારી ધો. 1ર સાયન્સની પરીક્ષા માટે આ વખતે 18 હજાર કરતાં વધુ વિઘાર્થી નોંધાયા છે. આ વખતે 1ર સાયન્સની પરીક્ષા માટે સમગ્ર રાજયમાંથી 1.26 લાખ વિઘાર્થી નોંધાયા છે. જો કે ગત વર્ષે સાયન્સમાં કુલ 1.07 લાખ વિઘાર્થી નોધાયા હતા. ધો. 10 માં ફોર્મ ભરવાની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે. અને 7 જાન્યુઆરી સુધી ફોર્મ ભરાશે. જયારે ધો. 1ર સામાન્ય પ્રવાહના ફોર્મ પણ 10 જાન્યુઆરી સુધી ભરાશે. ધો. 1ર સાયન્સમાં ફોર્મ ભરવાની મુદત મંગળવારના રોજ પૂર્ણ થઇ છે.
શિક્ષણ બોર્ડ દ્વારા 14 માર્ચથી શરુ થનારી ધો. 1ર સાયન્સની પરીક્ષા શરુ કરવામાં આવનાર છે. આ માટે ફોર્મ ભરવાની કાર્યવાહી નવેમ્બર માસમાં શરુ કરી દેવાઇ હતી. ધો. 1ર સાયન્સમાં ફોર્મ 10 નવેમ્બરથી ભરવાની શરુઆત થઇ હતી. અને 9 ડિસેમ્બર સુધી વિઘાર્થીઓને ફોર્મ ભરવાની મુદત અપાઇ હતી ત્યારબાદ બોર્ડ દ્વારા વિઘાર્થી ફોર્મ ભરવામાં બાકી રહી ગયા હોવાથી લેઇટ ફી સાથે ફોર્મ સ્વીકારવાની કાર્યવાહી શરુ કરાઇ હતી. જેમાં ત્રણ તબકકામાં લેઇટ ફી સાથે 3 જાન્યુઆરી સુધી ફોર્મ સ્વીકારાયા હતા. મંગળવારે ધો.1ર સાયન્સમાં ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઇ ગઇ છે. ધો. 1ર સાયન્સમાં આ વખતે 12616 ફોર્મ ભરાયા છે. આમ ગત વર્ષની સરખામણીમાં આ વખતે વધુ સંખ્યામાં ફોર્મ ભરાયા હોવાનું સામે આવ્યું છે. ધો. 1ર સાયન્સમાં ગત વર્ષે 107966 ફોર્મ ભરાયા હતા. જેમાં નિયમિત વિઘાર્થીની સંખ્યા 95982 હતી.
જયારે રિપીટર વિઘાર્થીની સંખ્યા 1984 હતી. આમ, ગત વર્ષની સરખામણીમાં આ વખતે 18450 વિઘાર્થી ધો. 1ર વિજ્ઞાન પ્રવાહમાં વઘ્યા છે.
ઉલ્લેખનીય છે કે કોરોના બાદ બોર્ડના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે હજુ ધો. 10 અને ધો.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના પરિક્ષા ફોર્મ ભરાવવાના બાકી છે. તેમાં પણ ચાલું વર્ષે પરિક્ષાર્થીઓની સંખ્યામાં વધારો થાય તેવી અપેક્ષા છે.
કોરોના બાદ વિઘાર્થીઓની સંખ્યા વધી
રાજયમાં સતત બે વર્ષ સુધી વિઘાર્થીની સંખ્યામાં ઘટાડા બાદ આ વખતે ધો.1ર સાયન્સમાં વિઘાર્થીની સંખ્યામાં વધારો નોંધાયો છે. 2020માં રાજયમાં ધો. 1ર સાયન્સના 1.43 લાખ વિઘાર્થી નોંધાયા હતા. ત્યારબાદ 2021માં વિઘાર્થીની સંખ્યામાં ઘટાડો થયો હતો. અને 1.07 લાખ વિઘાર્થી નોંધાયા હતા. ત્યારબાદના વર્ષે પણ વિઘાર્થીની સંખ્યા 1.07 લાખ રહેવા પામી હતી. જો કે, આ વખતે વિઘાર્થીની સંખ્યામાં 18450 નો જંગી વધારો થયા બાદ આંકડો 1.26 લાખ સુધી પહોચવા પામ્યો છે.
2016થી વિજ્ઞાન પ્રવાહમાં નોંધાયેલા વિઘાર્થીઓ
વર્ષ | વિઘાર્થીનોની સંખ્યા |
2016 | 1.38 લાખ |
2017 | 1.42 લાખ |
2018 | 1.34 લાખ |
2019 | 1.48 લાખ |
2020 | 1.43 લાખ |
2021 | 1.07 લાખ |
2022 | 1.07 લાખ |
2023 | 1.26 લાખ |