દેશ આખો ગણેશ ઉત્સવની ખુશ મનાવી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રની સરહદી જળ સીમામાંથી એક ઓખા તથા બે પોરબંદરની માચ્છીમારી બોટ સાથે ૧૮ ખલાસીઓના પાકિસ્તાની સીકયુરીટી દ્વારા અપહરણ કરાયું છે. અપહરણના સમાચારથી માચ્છીમારો ઉઘોગમાં ખળભળાટ મચી ગયો છે.
ઓખાની યોગીરાજ બોટમાં છ ખલાસી તથા પોરબંદરની રેખા સાગર અને દિવ્યરાજમાં ૧ર ખલાસીઓ રહ્યા હતા.
હાલ પાકિસ્તાની જેલમાં ૧૦પ૩ માચ્છીમારી બોટો અને ૩૯૨ માચ્છીમારો સબડી રહ્યા છે જેમાંથી ૨૮ ખલાસીઓ તો છેલ્લા ર૦ મહિનાથી માદગીના બીછાને પડયા છે. તેમાં આ ૩ બોટ અને ૧૮ ખલાસીઓનો વધારો થયો છે. ત્યારે સુરક્ષા એજન્સીઓ મોકડ્રીલ અને પેટ્રોલીંગના નાટકો કરી સંતોષ માની સબ સલામતના બગળા ફુંકી રહી છે. તેમાંયે ઓખા મંડળ દેવભૂમિ દ્વારકાનો કિનારો તો રેઠો પટ કાળીયા ઠાકુર ભરોશે હોય તેવું લાગે છે. અહીં સુરક્ષાની અનેક ખામીઓ જોવા મળે છે.