ડી.એમ.ઢોલએલ.સી.બી. ટીમને સુરેન્દ્રનગર જીલ્લામાં વિસ્તારમાંથી ખાસ કરીને રાત્રીના સમયે અલગ અલગ વાહનો મારફતે કવરીંગ સાથે વીદેશી દારૂના જથ્થાની અન્ય રાજયમાંથી ગુજરાત રાજયમાં હેરાફેર થતી હોય જે શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના તથા માર્ગદર્શન આપતા એલ.સી.બી. ટીમ દ્રારા મુળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ ધરેલ તે દરમ્યાન પો.ઇન્સ. ડી.એમ.ઢોલને ચોકકસ બાતમી મળેલ કે, અનીલભાઇ બાબભાઇ બોરીચા જાતે કાઠી દરબાર રહે.રામપરડા તા.મુળી વાળા તેના સાગરીતો મારફતે કોઇપણ વાહનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવી, મેરૂભાઇ દેવાયતભાઇ કરપડા રહે.રામપરડા તા.મુળી વાળાની રામપરડા ગામની સીમમાં ધોરા નામે ઓળખાતા કાચા રસ્તા ઉપર આવેલ પડતર ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી અન્ય વાહનો મારફતે વિદેશી દારૂનુ કટીંગ કરાવે છે.

હાલ આ વિદેશી દારૂનું કટીંગ કરવાની પ્રવૃતિ ચાલુ છે. જે અન્વયે એલ.સી.બી. ટીમ દ્વારા પુરતી તૈયારી સાથે બાતમી હકીકતવાળી જગ્યાએ રામપરાડા ગામની સીમમાં છાપો મારતા ટાટા કંપનીના ટ્રક રજી. નં. આર.જે.-23-જીસી-2326 રૂા.10,00,000/- તથા અશોક લેલન્ડ કંપનીનું દોસ્ત સ્ટ્રોંગ મીની ટ્રક રજી. નં. જી.જે.-27-એકસ-3589  રૂા.1,50,000/- તથા જમીન ઉપર પડેલ વીદેશી દારૂનો જથ્થો જેમાં  નાઇટ બ્લુ મેટ્રો લીકર, મેકડોવેલ્સ નં.1 સુપીયરર વ્હિસ્કી, મુનવોક પ્રીમીયમ ડ્રાયજીન કંપનીની 750 મીલીની કાચની શીલબંધ કુલ બોટલો નંગ-5899  રૂા.18,08,400/- તથા તથા વિદેશી દારૂના કવરીંગ માટે વપરાયેલ ચોખા ભરેલ કોથળા નંગ-215  રૂા.3,22,500/- તથા અન્ય મળી કુલ  રૂા.32,81,400નો મુદામાલ કબ્જે કરી આરોપી અનીલભાઇ બાબભાઇ બોરીચા, ટાટા કંપનીના ટ્રકનો ચાલક તથા અશોક લેલન્ડ કંપનીનું દોસ્ત સ્ટ્રોંગ મીની ટ્રક રજી. નં. જી.જે.-27-એકસ-3589નો માલીક /ચાલક તથા સદરહું વિદેશી દારૂનો જથ્થો મોકલનાર તથા તપાસમાં ખુલે તે ઇસમોએ ઉપરોકત વીદેશી દારૂની હેરાફેરી કરતા રેઇડ દરમ્યાન આરોપી નાસી જતાં તેની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.